Gujarat Elections: રાજ્યમાં સરેરાશ 57.08% મતદાન,કાળઝાળ ગરમીમાં ચૂંટણી દરમિયાન ત્રણના મોત

Gujarat Elections: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ સાંજે 6 વાગ્યે સંપન્ન થઈ હતી અને કુલ 10 હજાર બેઠકો માટે થયેલી ચુંટણીઓમાં 25 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે. રાજ્યમાં 44 ડિગ્રી કાળઝાળ ગરમી વચ્ચે મતદાન 57% નોંધાયું હતું. જોકે, કમનસીબે ભયાનક ગરમીમાં રાજ્યમાં ચૂંટણી દરમિયાન ત્રણના કરુણ મોત થયા હતા રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 57.08% મતદાન થયું જેમાં 15 મહાનગરપાલિકામાં 49%, 84 નગરપાલિકામાં 58.12%, 34 જિલ્લા પંચાયતમાં 60.21% અને 260 તાલુકા પંચાયતમાં 61% મતદાન નોંધાયું છે.

આજે 17માંથી 15 મનપા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકામાં મતદાન થયું
ગરમીના પ્રકોપને કારણે બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન મતદાન મથકો પર મતદાતાઓની પાંખી હાજરી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ સાંજના મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

બીજી તરફ કાળઝાળ ગરમીને કારણે આણંદના પેટલાદ તાલુકાના સાંસેજ ગામે બૂથ નં-1 પર ફરજ પરના કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું હતું મૃતક અમિતભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી સાંસેજ ગ્રામપંચાયતમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ફરજ પર ઢળી પડતા ગ્રામજનો તાબડતોબ તારાપુર સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ બાદ મૃત જાહેર કર્યા હતા આ સિવાય જામનગર મનપાના AAPના ઉમેદવારનું ચાલુ ચૂંટણીએ નિધન થયું હતું. વોર્ડ નંબર 3ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાને હાર્ટ એટેક આવતા દુઃખદ મોત થયું હતું.

જ્યારે ત્રીજા બનાવમાં પાટણમાં માયાનગરના કમળાબેન અનિલભાઈ બી એમ હાઈસ્કૂલમાં મતદાન કરી બહાર નીકળતા તબિયત લથડતા નીચે પડયા હતા. બાદમાં તેમણે 108માં સારવાર માટે જનતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયુ હતું.
આમ,ત્રણ વ્યક્તિઓના કરુંણ મોત થતા ગમગીની છવાઈ ગઈ હતી ચૂંટણીનાં પરિણામો ૨૮ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર ના રોજ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Related Posts

AAP Surat Payal Sakariya: ગુરુપૂર્ણિમાએ મંદિર પહોંચેલી AAP મહિલા ટીમને પોલીસે રોકી, પાયલ સાકરિયાના સરકાર પર ગંભીર આક્ષેપ
  • July 29, 2026

AAP Surat Payal Sakariya: સુરતમાં ગુરુપૂર્ણિમાના દિવસે આમ આદમી પાર્ટી (AAP)ની મહિલા ટીમ દ્વારા ધાર્મિક પ્રાર્થના કાર્યક્રમ દરમિયાન પોલીસ કાર્યવાહી થતાં રાજકીય માહોલ ગરમાયો હતો. પાર્ટીના નેતા પાયલ સાકરિયા અને…

Continue reading
Patan Municipality Controversy: પાટણ નગરપાલિકામાં રજૂઆત દરમિયાન વિવાદ, ચીફ ઓફિસર સામે ધમકી, મારામારી અને મોબાઇલ તોડવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ
  • July 29, 2026

Patan Municipality Controversy: પાટણ શહેરમાં નગરપાલિકામાં રજૂઆત કરવા ગયેલા એક અરજદાર અને મુખ્ય અધિકારી (ચીફ ઓફિસર) વચ્ચે થયેલા વિવાદે ચર્ચા જગાવી છે. ગટરની સમસ્યાના ઉકેલ માટે રજૂઆત કરવા આવેલા નાગરિકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NEET Paper Leak CBI Chargesheet: NEET UG 2026 પ્રશ્નપત્ર લીક કેસમાં CBIની પ્રથમ ચાર્જશીટ, 13 આરોપીઓ સામે ગંભીર આરોપો

  • July 29, 2026
  • 3 views
NEET Paper Leak CBI Chargesheet: NEET UG 2026 પ્રશ્નપત્ર લીક કેસમાં CBIની પ્રથમ ચાર્જશીટ, 13 આરોપીઓ સામે ગંભીર આરોપો

AAP Surat Payal Sakariya: ગુરુપૂર્ણિમાએ મંદિર પહોંચેલી AAP મહિલા ટીમને પોલીસે રોકી, પાયલ સાકરિયાના સરકાર પર ગંભીર આક્ષેપ

  • July 29, 2026
  • 5 views
AAP Surat Payal Sakariya: ગુરુપૂર્ણિમાએ મંદિર પહોંચેલી AAP મહિલા ટીમને પોલીસે રોકી, પાયલ સાકરિયાના સરકાર પર ગંભીર આક્ષેપ

Patan Municipality Controversy: પાટણ નગરપાલિકામાં રજૂઆત દરમિયાન વિવાદ, ચીફ ઓફિસર સામે ધમકી, મારામારી અને મોબાઇલ તોડવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ

  • July 29, 2026
  • 5 views
Patan Municipality Controversy: પાટણ નગરપાલિકામાં રજૂઆત દરમિયાન વિવાદ, ચીફ ઓફિસર સામે ધમકી, મારામારી અને મોબાઇલ તોડવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ

Tamil Nadu Illegal Sand Mining: તમિલનાડુમાં ગેરકાયદેસર રેતી ખનનનો મોટો ખુલાસો, પર્યાવરણ, અર્થતંત્ર અને લોકોના જીવન પર પડતી અસર

  • July 29, 2026
  • 12 views
Tamil Nadu Illegal Sand Mining: તમિલનાડુમાં ગેરકાયદેસર રેતી ખનનનો મોટો ખુલાસો, પર્યાવરણ, અર્થતંત્ર અને લોકોના જીવન પર પડતી અસર

UGC Ragging Cases: રેગિંગના કેસોમાં સતત વધારો, 2026માં ઉત્તર પ્રદેશ સૌથી આગળ, UGCએ 107 કોલેજોને નોટિસ ફટકારી

  • July 29, 2026
  • 12 views
UGC Ragging Cases: રેગિંગના કેસોમાં સતત વધારો, 2026માં ઉત્તર પ્રદેશ સૌથી આગળ, UGCએ 107 કોલેજોને નોટિસ ફટકારી

Akhilesh Yadav: ‘રામ મંદિરમાં ચોરી ન રોકી શકનારા પેપર લીક શું રોકશે?’ મોદી સરકાર પર અખિલેશ યાદવનો હુમલો

  • July 29, 2026
  • 6 views
Akhilesh Yadav: ‘રામ મંદિરમાં ચોરી ન રોકી શકનારા પેપર લીક શું રોકશે?’ મોદી સરકાર પર અખિલેશ યાદવનો હુમલો