AAP: રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ! બાગી સભ્યોને મળી માન્યતા! ચઢ્ઢાએ કહ્યું,”આપ” પોતાના ફાયદા માટે કામ કરે છે!

AAP: રાજ્યસભા સચિવાલય દ્વારા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનારા રાઘવ ચઢ્ઢા સહિતના તમામ સાતેય બાગી સાંસદોને ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે માન્યતા આપી દેવામાં આવી છે અને આ માટે એક સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.
આ સાથેજ હવે રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે, અને હવે આપ પાસે માત્ર 3 સાંસદો બચ્યા છે.

આમ આદમી પાર્ટી (AAP) છોડીને BJPમાં જોડાયા પછી રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પહેલો વીડિયો જાહેર કર્યો. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે AAPમાં નેતાઓને જનતાના કામ કરવા કે બોલવાથી રોકવામાં આવી રહ્યા છે,આ પાર્ટી હવે અમુક ભ્રષ્ટ અને સમાધાનકારી લોકોના હાથમાં ફસાઈને રહી ગઈ છે. આ લોકો પોતાના ફાયદા માટે કામ કરે છે.

મહત્વનું છે આ પહેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રવિવારે(26 એપ્રિલ, 2026)ના રોજ રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનને પત્ર લખીને બાગી સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી હતી તેઓનું કહેવું હતું કે આ સાંસદો ‘આપ’ના નિશાન પર ચૂંટાયા હતા જેથી તેઓનું ભાજપમાં જોડાવું એ પંજાબની જનતા અને બંધારણ સાથે વિશ્વાસઘાત છે. તેમણે પક્ષાંતર અંતર્ગત આ સાંસદો સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી હતી જોકે,રાજ્યસભા સચિવાલયે સાંસદોના પક્ષ પરિવર્તનને માન્ય રાખતા તેઓ હવે ભાજપના માન્ય સાંસદો બની ગયા છે.

રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટી AAP પર ગંભીર આરોપો લગાવ્યા હતા. આ પાર્ટી રાષ્ટ્રીય હિતમાં નહીં પરંતુ અંગત સ્વાર્થ માટે કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું તેઓનું માનવું છે કે હવે આમ આદમી પાર્ટીમાં પ્રમાણિક કાર્યકરો માટે કોઈ જગ્યા બચી નથી.

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાઘવ ચઢ્ઢાએ ત્યારેજ સ્પષ્ટ કર્યું હતું કે, ‘રાજ્યસભામાં ‘આપ’ના કુલ સાંસદોમાંથી બે-તૃતીયાંશ(2/3) સભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા હોવાથી બંધારણીય જોગવાઈ મુજબ તેમની સદસ્યતા રદ થવાની નથી અને હવે આખરે એવુંજ બન્યું છે કે રાજ્યસભા સચિવાલય દ્વારા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનારા રાઘવ ચઢ્ઢા સહિતના તમામ સાતેય બાગી સાંસદોને ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે માન્યતા આપી દેવામાં આવી છે જે આમ આદમી પાર્ટી માટે મોટો ફટકો છે અને આગામી વર્ષોમાં પંજાબમાં થનારી ચુંટણીઓમાં પણ આમ આદમી પાર્ટીને મોટું નુકશાન થવાનું હોવાનું વિશ્લેષકોનું માનવું છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Related Posts

AAP Surat Payal Sakariya: ગુરુપૂર્ણિમાએ મંદિર પહોંચેલી AAP મહિલા ટીમને પોલીસે રોકી, પાયલ સાકરિયાના સરકાર પર ગંભીર આક્ષેપ
  • July 29, 2026

AAP Surat Payal Sakariya: સુરતમાં ગુરુપૂર્ણિમાના દિવસે આમ આદમી પાર્ટી (AAP)ની મહિલા ટીમ દ્વારા ધાર્મિક પ્રાર્થના કાર્યક્રમ દરમિયાન પોલીસ કાર્યવાહી થતાં રાજકીય માહોલ ગરમાયો હતો. પાર્ટીના નેતા પાયલ સાકરિયા અને…

Continue reading
Patan Municipality Controversy: પાટણ નગરપાલિકામાં રજૂઆત દરમિયાન વિવાદ, ચીફ ઓફિસર સામે ધમકી, મારામારી અને મોબાઇલ તોડવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ
  • July 29, 2026

Patan Municipality Controversy: પાટણ શહેરમાં નગરપાલિકામાં રજૂઆત કરવા ગયેલા એક અરજદાર અને મુખ્ય અધિકારી (ચીફ ઓફિસર) વચ્ચે થયેલા વિવાદે ચર્ચા જગાવી છે. ગટરની સમસ્યાના ઉકેલ માટે રજૂઆત કરવા આવેલા નાગરિકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NEET Paper Leak CBI Chargesheet: NEET UG 2026 પ્રશ્નપત્ર લીક કેસમાં CBIની પ્રથમ ચાર્જશીટ, 13 આરોપીઓ સામે ગંભીર આરોપો

  • July 29, 2026
  • 3 views
NEET Paper Leak CBI Chargesheet: NEET UG 2026 પ્રશ્નપત્ર લીક કેસમાં CBIની પ્રથમ ચાર્જશીટ, 13 આરોપીઓ સામે ગંભીર આરોપો

AAP Surat Payal Sakariya: ગુરુપૂર્ણિમાએ મંદિર પહોંચેલી AAP મહિલા ટીમને પોલીસે રોકી, પાયલ સાકરિયાના સરકાર પર ગંભીર આક્ષેપ

  • July 29, 2026
  • 5 views
AAP Surat Payal Sakariya: ગુરુપૂર્ણિમાએ મંદિર પહોંચેલી AAP મહિલા ટીમને પોલીસે રોકી, પાયલ સાકરિયાના સરકાર પર ગંભીર આક્ષેપ

Patan Municipality Controversy: પાટણ નગરપાલિકામાં રજૂઆત દરમિયાન વિવાદ, ચીફ ઓફિસર સામે ધમકી, મારામારી અને મોબાઇલ તોડવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ

  • July 29, 2026
  • 5 views
Patan Municipality Controversy: પાટણ નગરપાલિકામાં રજૂઆત દરમિયાન વિવાદ, ચીફ ઓફિસર સામે ધમકી, મારામારી અને મોબાઇલ તોડવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ

Tamil Nadu Illegal Sand Mining: તમિલનાડુમાં ગેરકાયદેસર રેતી ખનનનો મોટો ખુલાસો, પર્યાવરણ, અર્થતંત્ર અને લોકોના જીવન પર પડતી અસર

  • July 29, 2026
  • 12 views
Tamil Nadu Illegal Sand Mining: તમિલનાડુમાં ગેરકાયદેસર રેતી ખનનનો મોટો ખુલાસો, પર્યાવરણ, અર્થતંત્ર અને લોકોના જીવન પર પડતી અસર

UGC Ragging Cases: રેગિંગના કેસોમાં સતત વધારો, 2026માં ઉત્તર પ્રદેશ સૌથી આગળ, UGCએ 107 કોલેજોને નોટિસ ફટકારી

  • July 29, 2026
  • 11 views
UGC Ragging Cases: રેગિંગના કેસોમાં સતત વધારો, 2026માં ઉત્તર પ્રદેશ સૌથી આગળ, UGCએ 107 કોલેજોને નોટિસ ફટકારી

Akhilesh Yadav: ‘રામ મંદિરમાં ચોરી ન રોકી શકનારા પેપર લીક શું રોકશે?’ મોદી સરકાર પર અખિલેશ યાદવનો હુમલો

  • July 29, 2026
  • 5 views
Akhilesh Yadav: ‘રામ મંદિરમાં ચોરી ન રોકી શકનારા પેપર લીક શું રોકશે?’ મોદી સરકાર પર અખિલેશ યાદવનો હુમલો