Election: રાજ્યમાં 70 સ્થળે મતદાનનો જનતામાં વિરોધ:310 બૂથમાં મતદાનનો બહિષ્કાર

Election: 724 બેઠક બિનહરીફ કરીને 15 લાખ મતદારોના અધિકાર છીનવી દીધા હતા 4 કરોડ મતદારોમાંથી સરેરાશ 50 ટકા મતદાન ગણતાં 2 કરોડ મતદારોએ મતદાન નહીં કરીને આડકતરો વિરોધ કર્યો હતો. 72 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરાયા હતા હવે 3 લાખ મતદારોએ મતદાન બહિષ્કાર કરીને કે ચીમકી આપીને મતદાનનો વિરોધ કર્યો હતો.

જનતા પાસે એક માત્ર અધિકાર મતદાનનો છે. જો મતદાન ન કરે તો તે ગુમાવે છે ગુજરાત સરકાર અને સ્થાનિક સરકાર સામે મતદારોની નારાજગી વધે ત્યારે ન છૂટકે મતદાનનો બહિષ્કાર કરવાનો આખરી અધિકાર જતો કરે છે મતદાનનો બહિષ્કાર કરનારાઓ મોટાભાગના ખેડૂત ગામો છે. જેમાં મહેસાણાના 10 ગામના ખેડૂતોએ સરકારના નિર્ણય સામે વિરોધ કર્યો તે ન સંભળાયો એટલે મતદાનનો બહિષ્કાર કરીને તેનો અવાજ રજૂ કર્યો તે સૌથી મોટી ઘટના આખા રાજ્યમાં છે. જેમાં હુકમ શાહી, સરમુખ્યતાર શાહી અને લોકશાહી વિરોધી સરકારનું પ્રતિબંધ પડે છે 2024માં ભાવનગરમાં 24 ગામના ખેડૂતોએ સામૂહિક રીતે  વિરોધ કર્યો હતો.

2026ની સ્થાનિક સરકારો સામે ઓછામાં ઓછા 310 બુથ પર મતદાનનો બહિષ્કાર થયો છે. જેમાં સરેરાશ 1 હજાર મતદારો ગણવામાં આવે તો પણ 3 લાખ 10 હજાર મતદારોએ મતપેટીમાં મત ન નાખીને વિરોધ કરીને ગાંધીનગર સુધી પોતાનો અવાજ પહોંચાડ્યો છે મતદાનનો વિરોધ કરનારા મોટા ભાગના નાગરિકો એવા છે કે તેઓ ઘણા લાંબા સમયથી સરકારના અન્યાય સામે લડી રહ્યા છે. તેની વાત લોકશાહીમાં ન સંભળાઈ તેથી તેમણે લોકશાહી પદ્ધતિનો જ વિરોધ કરવાનો અંતિમવાદી નિર્ણય લીધો છે.

આવું દરેક ચૂંટણીમાં થાય છે. કારણ કે સરકાર રૂ. 4 લાખ કરોડ વાપરે છે તે તેમના સુધી પોહોંચતા નથી અથવા સરકાર સત્તાના જોરે મનમાની કરે છે ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન રાજ્યના અનેક ગામોમાં વિકાસના કામોને મુદ્દે રોષ અને ચૂંટણી બહિષ્કારના દ્રશ્યો જોવા મળ્યા હતા.

■વાલિયા

ભરૂચ જિલ્લાના વાલિયાના કેસરગામના મતદારોએ‎ 2021ની સાલ બાદ કોઇ ચૂંટણીમાં મતદાન કર્યું‎ ન હતું. તેમની માંગણી પૂરી થતાં આ વખતે મતદાન કર્યું હતું.

મહેસાણા

મહેસાણા મહાનગરપાલિકામાં 20 ગામના ખેડૂતો પોતાની કિંમતી ખેતીલાયક જમીન મહાનગર પાલિકામાં સમાવવાનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની મરજી વિરુદ્ધ જમીન લેવામાં આવી રહી છે. જેના વિરોધમાં તેમણે ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. હક માટેની લડાઈ.

■દેલા ગામ

મહેસાણાના દેલા ગામનો મનપામાં ભળવા સામે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે, જેના વિરોધ સ્વરૂપે આજે મતદાનના દિવસે દેલા ગામે એકપણ મત ન નાખીને તંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો.

■મહેસાણા

મહેસાણા જિલ્લાના આદુંદરા ગામમાં નવા પરા વિસ્તારના રહેવાસીઓએ પીવાના પાણીની દસ વર્ષ જૂની સમસ્યાના કારણે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. પાદર અને મુખ્ય શેરીઓમાં ‘બોર બનાવો, વોટ લો’

■બાજીપુરામાં મતદાનબહિષ્કાર

મહેસાણાના બાજીપુરા ગામમાં મતદાનનો બહિષ્કાર કર્યો હતો. સુરતના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીના વિવાદ સાથે જોડાયેલું છે.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં 80 ફૂટ રોડ પર આવેલી સોસાયટીના 1500 મતદારોએ પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી.

■બનાસકાંઠા

ડીસાની સોસાયટીએ મતદાનનો બહિષ્કાર કર્યો.

■ચૂંટણી બહિષ્કાર

લુણાવાડાના ડોકેલાવ ગામે બારિયા ફળિયા અને નાયક ફળિયાના મતદારોએ મતદાન નથી કર્યું. 8 કિલોમીટર દૂર નવા ખાંટના મુવાડા બુથ ફાળવતા મતદારોમાં ભારે રોષ હતો.

■ઉમરગામ

ઉમરગામમાં “સુવિધા નથી તો વોટ પણ નથી”, ડેહલી ગામે પાયાની સુવિધાઓ મુદ્દે મતદારોનો મતદાન બહિષ્કાર.

■મોડાસા

મોડાસાના ધોળીયા મડાસણા કંપામાં ડિજિટલ આધારકાર્ડ સ્વીકારવાનો ચૂંટણી અધિકારીઓએ ઈનકાર કર્યો હતો. એક કલાકથી મતદારોનો જમાવડો મતદાન મથક બહાર રહ્યો હતો.

પોરબંદર

સુવિધાના અભાવે વોર્ડ નંબર 3માં લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો.

■વાવ

વાવ-થરાદના સરદારપુરા ગામે મતદાનનો બહિષ્કાર

■ભાભર

ભાભરની વિજયનગર સોસાયટીના રહીશોએ તંત્ર અને નેતાઓ સામે મોરચો માંડ્યો. ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે.

■મોરબી

મોરબીના વોર્ડ નં. 8માં આયાતી ઉમેદવાર આવશે તો મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.

■છોટાઉદેપુર

છોટાઉદેપુરના વર્દીમાં 4 વર્ષથી અધૂરી શાળાના વિરોધમાં મતદાનનો બહિષ્કાર કરાયો

■ભાવનગર

ભાવનગરના ઉમણીયાવદરમાં લાંબા સમયથી ચાલી રહેલી ઝીબ્રા ક્રોસિંગ અને અંડર બ્રિજ બનાવવાની સમસ્યા મુદે ગ્રામજનોમાં મતદાન બહિષ્કાર

■વરધી ગામે મતદાન બહિષ્કાર

છોટાઉદેપુર જિલ્લાના વરધી ગામે 1  વાગ્યા સુધીમાં 0 ટકા મતદાન જોવા મળ્યું, શાળાના મકાનની કામગીરી 4 વર્ષથી અધૂરી છે.

નવસાડી

છોટાઉદેપુરના “રોડ નહીં તો વોટ નહીં” – નસવાડીના સાંકળમાં ગ્રામજનોનો મતદાન બહિષ્કાર

■ કંપા ગામે 0 ટકા મતદાન

સાબરકાંઠાના ઈડરમાં સાબલવાડ કંપા ગામે 0% મતદાન નોંધાયું. મતદાનના બે કલાક થવા છતાં એક પણ મત પડ્યો ન હતો. સ્થાનિક સમસ્યાઓના પગલે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો.

મહુવા

‘કામ નહીં તો મત નહીં’ના નારા સાથે મહુવામાં Voting Boycott, ત્રણ બુથ પર એકપણ મત નહીં.

■ચિલોડ

ખેડા જિલ્લાના ફાગવેલ તાલુકાના ચિખલોડ ગામને ફાગવેલ તાલુકામાં સમાવેશ કરતા ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. ત્રણેય બુથો પર એક પણ મતદાન શરૂઆતમાં નોંધાયું ન હતું.

■ઉમણીયાવદર

મહુવા તાલુકાના ઉમણીયાવદર ગામમાં ત્રણ મતદાન બુથ પર ‘કટ નહિ તો મત નહિ’ના સૂત્ર સાથે મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. નેશનલ હાઈવે 8 ઉપર ઉમણીયાવદર ચોકડી પાસે કટ ન હોવાને કારણે 20 ગામોને ભારે મુશ્કેલીઓ છે. 4 કિલોમીટર ફરીને જવું પડે છે.

દૂથર

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના દૂથર ગામે ફુલસરથી દૂથર સુધીના ડામર રોડની માંગ સાથે ગ્રામજનોએ મતાધિકારનો ત્યાગ કર્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવા તાત્કાલિક મતદાન પ્રક્રિયા પુનઃ શરૂ થઈ હતી.

■મેઘપર

દેવભૂમિ દ્વારકાના મેઘપર ટીટોડી ગામે ‘રોડ નહીં તો વોટ નહીં’ના નારા સાથે બહિષ્કાર કરાયો હતો.

■મોટેરા

અમદાવાદના મોટેરામાં પ્રાથમિક સુવિધાઓના અભાવે તંત્ર અને લોક પ્રતિનિધિઓ સામે મોરચો માંડ્યો.

■હફશાબાદ

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના હફશાબાદ ગામના મતદાતાઓ માટે ગામમાં મતદાન બુથની સુવિધા ન હોવાથી અને વર્ષોથી શાળામાં રહેતું બુથ 2 કિલોમીટર દૂર ખસેડાતા ગ્રામજનોમાં રોષ સાથે ચૂંટણી બહિષ્કાર કર્યો હતો.

■જામનગર

જામનગરના વોર્ડ નંબર 10ના મતદારોએ નેતાઓની વચનભંગથી કંટાળી ચૂંટણીનો બહિષ્કાર કર્યો.

■ખેડા

ખેડાના ચિખલોડ ગામમાં લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.

■ખાતુ પગી

ખાતુ પગી ગામમાં લોકો દ્વારા મતદાનનો બહિષ્કાર કરાયો હતો.

■ડાંગ – કોટમદર

ડાંગના આહવામાં કોટમદર ગામમાં રોડ નહીં તો વોટ નહીંના બેનર લાગ્યા હતા. વર્ષોથી પડતર રોડ-રસ્તા અને ડૂબાઉ નાળાની સમસ્યાનો ઉકેલ નથી.

■નવલખી

માળિયાના ન્યુ નવલખીમાં મતદારોએ હાથમાં બેનર લઈને મતદાન બહિષ્કાર કર્યો. ગરીબ અને અભણ મજૂરી કરીને ગુજરાન ચલાવતા લોકોને ઘણા વર્ષોથી ગ્રામ પંચાયત અલગ આપવામાં આવેલી નથી. પાણી ભરાય છે.

■જામણીયા

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના જામણીયા/મીરાપુર ગ્રુપ ગ્રામ પંચાયતના જામણીયા ગામને 20 વર્ષથી વિકાસ નથી. 2 કિમીની રસ્તો બન્યો પણ મત ના આપ્યા.25 વર્ષ પહેલા બસ ચાલતી તે પણ રસ્તાની લીધે બંધ થઈ ગઈ હતી. પીવાના પાણીના બોર મોટર નથી. નલ સે જલ યોજના હજુ પણ મળી નથી. જ્યોતિગ્રામ 24 કલાક વીજળી મળતી નથી. મીરાપોર જામણીયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્ર ચૌધરી છે.

ઈડર

સાબરકાંઠાના ઈડરના સબલવાડ કંપા ગામે પ્રાથમિક સુવિધાઓના અભાવથી મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો તંત્ર માત્ર ખોટા વાયદાઓ જ કરે છે.

■વહિયા

બોટાદના વહીયા ગામે નેતાઓ માટે ગામના દરવાજા બંધ કરી દીધા હતા. ‘નો એન્ટ્રી’ના બોર્ડ લગાવ્યા હતા.  હિરણ નદી પર પુલ બનાવવાની માંગણી. 4 મહિના 3 હજાર લોકોનો ટાપુ બને છે.

■ગુંગરડી

ગરબાડા તાલુકાના ગુંગરડી ગામના સિગામહુડા ફળિયાના લોકો દ્વારા  78 વર્ષ બાદ પણ રસ્તા જેવી મૂળભૂત સુવિધા નહીં મળતા ચૂંટણીના દિવસે બહિષ્કાર કર્યો.

નિશાણા

ડાંગ જિલ્લાના સુબિરના નિશાણા ગામે પ્રાથમિક સુવિધાઓના અભાવે ચૂંટણી બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. રસ્તાની હાલત અત્યંત ખરાબ, ‘હર ઘર નલ’ અને ‘નલ સે જલ’ યોજના નિષ્ફળ છે. વિધાનસભા ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી આપી છે.

રાજકોટ

રાજકોટના વોર્ડ નં. 18ની મહિલાઓએ સુવિધાઓના અભાવે ‘મતદાન બહિષ્કાર’નું એલાન આપ્યું હતું, ગાંઢીયા ખવડાવે અને મત લઈ જાય છે.

■ગોતા કંપા

સાબરકાંઠા જિલ્લાના ગોતા કંપા ગામે ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. ગામની નજીક બની રહેલા વિસ્ફોટકોના ગોડાઉન બનાવી દીધા હતા. રાજકીય મિલીભગતથી મંજૂરી મેળવવામાં આવી. આખા ગામના જીવને જોખમમાં મૂકી દીધું છે. મંજૂરી રદ કરવામાં નહીં આવે, ત્યાં સુધી ગામનો એક પણ વ્યક્તિ મતદાન નહીં કરે.

■રાધનપુર

રાધનપુરના નજુપુરા ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરાયો.

■ખાંભા

અમરેલીના ખાંભાના ગીદરડી ગ્રામજનોએ મતદાન બહિષ્કાર કર્યો, 9 વર્ષથી પીવાનું પાણી નથી.

ખાનપુર

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનું બેડવલ્લી ગામે  નેતાઓનો વિરોધ કર્યો હતો. ભ્રષ્ટાચારથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગામના પ્રવેશદ્વાર પર ચૂંટણી બહિષ્કારના મોટા બોર્ડ. નેતાએ મત માંગવા કે પ્રચાર કરવા ગામમાં ઘૂસવું નહીં. ‘નલ સે જલ’ યોજના કાગળ પર! રોડ-રસ્તા અને અન્ય વિકાસના કામોમાં ભારોભાર ભ્રષ્ટાચાર અને ગેરરીતિ છે. પીવાના પાણીની કોઈ જ સુવિધા નથી.
દબાણો છે.

■ગોધરા

ગોધરાના ભૂરાવાવ વિસ્તારના વોર્ડ 3ની સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે નગરપાલિકાની આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. પાણી,સફાઈ અને સ્ટ્રીટ લાઈટની સુવિધા નહિ, તો વોટ નહિના બેનર.

■ચિનોર

સોનગઢના ચિમેર ગામનો ચૂંટણી બહિષ્કાર, ‘કામ નહીં તો વોટ નહીં’, નેતાઓ સામે જનતાનો રોષ. ચિમેર ધોધ 300 સૌથી ઊંચા ધોધમાંનો એક છે.

■પીપરટોડા

જામનગરના ધ્રોલ તાલુકાના પીપરટોડા ગામમાં મતદારોએ મતદાન પ્રક્રિયાથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું. ખેતરમાં પાઇપલાઇન નાખવા ખોદકામ કરીને રસ્તા ખરાબ કરી દીધા છે.  “પહેલા રસ્તા બનાવો, પછી જ વોટ માંગો”.

ખંભાળિયા

ખંભાળીયા નગરપાલિકાની બંગલાવાડી વિસ્તારમાં વિરોધ.

ઉકાઈ

ઉકાઈ હાઈલેવલ નહેરનું વળતર ન મળતા બહિષ્કાર કરાયો,ઓલપાડના ખેડૂતોનો ચૂંટણી બહિષ્કાર ‘પાણી નહીં તો મત નહિ.

માલપુર

માલપુરના ડબારણ ગામે રસ્તા અને ગંદકીના પ્રશ્ને ગ્રામજનોનો ઉગ્ર વિરોધ મતદાનનો બહિષ્કાર કર્યો.

વાપી

મહાનગરપાલિકામાં જોડાયેલા છીરીમાં વોર્ડ નંબર 3ના વલ્લભનગરમાં લોકોએ “રોડ નહીં તો.. વોટ નહીં…”ના બેનર લગાવી અને વિરોધ વ્યક્ત થયો.

■લખપત

કચ્છના લખપતમાં રહીશોએ 25 વર્ષથી પાયાની સુવિધાઓથી વંચિત હોવાના આક્ષેપ સાથે આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી.

■પાલનપુર

લક્ષ્મીપુરામાં ચૂંટણી બહિષ્કારની ચીમકી, પાણી, પુલ નથી.

■નર્મદા

સાગબારા તાલુકાના ગુંદવાણ, નાની મોગરી અને મોટી મોગરીના લોકો દ્વારા ચૂંટણી બહિષ્કાર થયો.

■ તાપી

કાનપુરા બેઠકના 250 મકાનોની ફ્લાવર સિટી મતદારોએ સોસાયટીના મુખ્ય દ્વાર પર લગાવ્યા ‘પ્રચાર બંધી’ના બેનરો લાગ્યા હતા.

■સંતરામપુર

ગોઠીબમાં વિકાસ નહીં તો વોટ નહીંના બોર્ડ સાથે વિકાસના નામે મસમોટું કૌભાંડની વાતો તાજી થઈ.

■સુરત

અડાજણ, પુણા, ઉત્રાણમાં ‘કામ નહીં તો વોટ નહીં’ લખી મતદાન બહિષ્કારનાં બેનર લાગ્યાં

■ અમીર ગઢ

અમીરગઢના વેરામાં બે અલગ વિસ્તારોમાં મત આપવા જવું પડતાં ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી આમ,રાજ્યમાં આ રીતે જુદી જુદી જગ્યાએ વિરોધ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

 

Related Posts

Gujarat Poverty Reality: બુલડોઝર નીચે કચડાતા ગરીબોના સપના, ‘અચ્છે દિન’ના વાયદા અને જમીની વાસ્તવિકતાનું સત્ય!
  • June 14, 2026

Gujarat Poverty Reality: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના ૧૨ વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને ૧૨ વર્ષ વડાપ્રધાન તરીકે, એમ કુલ ૨૪ વર્ષનો સમયગાળો પૂર્ણ થયો છે. આટલા લાંબા સમય સુધી સત્તા…

Continue reading
Dholera Aerospace Project Reality: ધોલેરામાં વિમાન ન બન્યા, 20 વર્ષથી મોદીની માત્ર વાતો
  • June 14, 2026

Dholera Aerospace Project Reality: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના ૧૨ વર્ષ અને મુખ્યમંત્રી તરીકેના ૧૨ વર્ષ, એમ કુલ ૨૪ વર્ષના લાંબા શાસનકાળની ઉજવણીઓ થઈ રહી છે. કેન્દ્રીય કેબિનેટથી લઈને ભાજપના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Poverty Reality: બુલડોઝર નીચે કચડાતા ગરીબોના સપના, ‘અચ્છે દિન’ના વાયદા અને જમીની વાસ્તવિકતાનું સત્ય!

  • June 14, 2026
  • 3 views
Gujarat Poverty Reality: બુલડોઝર નીચે કચડાતા ગરીબોના સપના, ‘અચ્છે દિન’ના વાયદા અને જમીની વાસ્તવિકતાનું સત્ય!

Dholera Aerospace Project Reality: ધોલેરામાં વિમાન ન બન્યા, 20 વર્ષથી મોદીની માત્ર વાતો

  • June 14, 2026
  • 4 views
Dholera Aerospace Project Reality: ધોલેરામાં વિમાન ન બન્યા, 20 વર્ષથી મોદીની માત્ર વાતો

Nasirnagar Demolition Controversy: નાસીરનગર ‘ભૂતિયા ડિમોલિશન’ વિવાદ: ગેરકાયદે તોડફોડના આક્ષેપો વચ્ચે તપાસ, રાજકીય ઘમાસાણ તેજ

  • June 14, 2026
  • 8 views
Nasirnagar Demolition Controversy: નાસીરનગર ‘ભૂતિયા ડિમોલિશન’ વિવાદ: ગેરકાયદે તોડફોડના આક્ષેપો વચ્ચે તપાસ, રાજકીય ઘમાસાણ તેજ

Gujarat Pharma Drug Abuse Crisis: 208 ફાર્મસી પર દરોડા, દવાનો નશો કરતું ગુજરાત

  • June 14, 2026
  • 7 views
Gujarat Pharma Drug Abuse Crisis: 208 ફાર્મસી પર દરોડા, દવાનો નશો કરતું ગુજરાત

Indian Seafarers Killed US Attacks: અમેરિકી હુમલામાં ભારતીય નાવિકોના મોત બાદ મોદી સરકારનું મૌન, ક્યાં છે ‘મજબૂત નેતૃત્વ’?

  • June 13, 2026
  • 4 views
Indian Seafarers Killed US Attacks: અમેરિકી હુમલામાં ભારતીય નાવિકોના મોત બાદ મોદી સરકારનું મૌન, ક્યાં છે ‘મજબૂત નેતૃત્વ’?

Mumbai Real Estate Parking Crisis: મુંબઈનું રિયલ એસ્ટેટ સંકટ: પાર્કિંગ લિફ્ટની અછત બની ડેવલપર્સ અને ખરીદદારો માટે ગળાનું હાડકું!

  • June 13, 2026
  • 6 views
Mumbai Real Estate Parking Crisis: મુંબઈનું રિયલ એસ્ટેટ સંકટ: પાર્કિંગ લિફ્ટની અછત બની ડેવલપર્સ અને ખરીદદારો માટે ગળાનું હાડકું!