Khushboo Gujarat Ki Campaign: પ્રજાના ખર્ચે પીએમ મોદીનું પર્સનલ માર્કેટિંગ! ‘ખુશબુ ગુજરાત કી’ ના ઓથા હેઠળ દિલ્હીની સત્તા મેળવવાનો અસલી ખેલ ખુલ્લો પડ્યો

Khushboo Gujarat Ki Campaign: વર્ષ ૨૦૧૪માં દિલ્હીની સત્તા મેળવવા માટે નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલાંથી જ ગુજરાતની તિજોરીના ભોગે પર્સનલ માર્કેટિંગનો આખો ખેલ ઘડી કાઢ્યો હતો. ૧૮ ઓગસ્ટ ૨૦૧૦ના રોજ ગાંધી આશ્રમ ખાતેથી ‘ખુશબુ ગુજરાત કી’ (Khushboo Gujarat Ki) અંતર્ગત ત્રણ એડ ફિલ્મો લોન્ચ કરવામાં આવી હતી, જેમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, પ્રવાસન મંત્રી જયનારાયણ વ્યાસ અને ટૂરિઝમ કોર્પોરેશનના પ્રમુખ કમલેશ પટેલ હાજર હતા. ગુજરાત ટૂરિઝમના નામે આખા દેશમાં ટીવી અને અખબારોમાં કરોડો રૂપિયાની જે જાહેરખબરો ફાડવામાં આવી, તેનો અસલી હેતુ ગુજરાતનો વિકાસ નહીં પણ નરેન્દ્ર મોદીને રાતોરાત રાષ્ટ્રીય નેતા તરીકે પ્રોજેક્ટ કરવાનો હતો. પ્રજાની પરસેવાની કમાણીના કરોડો રૂપિયા સરકારી તંત્ર દ્વારા આ આંધળા માર્કેટિંગ પાછળ ઝોંકી દેવાયા હતા.

મુખ્યમંત્રી તરીકેની બીજી ટર્મ દરમિયાન જ નરેન્દ્ર મોદીએ મનોમન વડાપ્રધાન બનવાનો ગુપ્ત પ્લાન તૈયાર કરી લીધો હતો. આ પ્લાનને સફળ બનાવવા માટે તેમને એક એવા ચહેરાની જરૂર હતી જે વિવાદોથી પર હોય અને આખો દેશ તેને સાંભળતો હોય. પ્રવાસન મંત્રી જયનારાયણ વ્યાસના આઈડિયાથી ‘ઓગિલ્વી એન્ડ માથર’ (Ogilvy & Mather) નામની ક્રિએટીવ એજન્સીને કરોડોનો ગુપ્ત કોન્ટ્રાક્ટ સોંપાયો, જેનું પેમેન્ટ કેટલું થયું તેની વિગતો આજે પણ સરકારી ચોપડે દબાવી દેવાઈ છે. આ એજન્સી દ્વારા અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. આમ, ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ ના નારા સાથે અમિતાભે સીધી કે આડકતરી રીતે નરેન્દ્ર મોદીને હિન્દુસ્તાનના હીરો તરીકે પ્રસ્થાપિત કરવામાં સૌથી મોટી રાજકીય મદદ કરી હતી.

દેવામાં ડૂબેલા બચ્ચન અને ગિફ્ટ સિટીનું સેટિંગ

આ આખી પરિયોજનામાં અમિતાભ બચ્ચને શરૂઆતમાં એવો મોટો દાવો કર્યો હતો કે તેઓ ગુજરાત માટે મફતમાં (એક પણ પૈસો લીધા વિના) કામ કરી રહ્યા છે. પરંતુ સત્તાવાર રીતે નાણાં ન લેવા પાછળનો ખેલ અલગ હતો. એક સમય એવો હતો જ્યારે અમિતાભ બચ્ચનની કંપની ‘ABCL’ સદંતર દેવાળિયા બની ગઈ હતી, ઘરે દૂધવાળાના બિલ ચૂકવવાના પૈસા ન હોવાથી સદીના મહાનાયક કાળી ચા પીવા મજબૂર બન્યા હતા. ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા પછી માર્કેટિંગ એજન્સીઓ અને વહીવટી સેટિંગ દ્વારા અમિતાભ બચ્ચનને ગાંધીનગરમાં ‘ગિફ્ટ સિટી’ (GIFT City) ની બરાબર બાજુમાં મોંઘાડાટ પ્લોટની લહાણી કરવામાં આવી, જેની આજની બજાર કિંમત આસમાન પર છે. મફત સેવાના નામે આ કોર્પોરેટ ગિફ્ટિંગનો મોટો ખેલ હતો.

ધાર્મિક સ્થાનોના નામે રાજકીય પીચ

અમિતાભ બચ્ચન પાસે ગીરના સિંહો, સોમનાથ મંદિર, સાબરમતી આશ્રમ, અંબાજી અને સરખેજ રોઝાની શાનદાર એડ ફિલ્મો શૂટ કરાવવામાં આવી. નરેન્દ્ર મોદી પોતે પણ સાર્વજનિક મંચો પર અમિતાભની સ્ટાઈલની નકલ કરીને ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મેં’ અને ‘કચ્છ કા યે રણ હિન્દુસ્તાન કા તોરણ હે’ ના સંવાદો બોલીને બોલ બચ્ચન બની ગયા હતા. આ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાના માર્કેટિંગથી દેશના કરોડો લોકોના મનમાં એવું ઠસાવી દેવાયું કે આ બધો વિકાસ માત્ર નરેન્દ્ર મોદીના કારણે જ થઈ રહ્યો છે. આ જ જનમાનસનો ઉપયોગ કરીને વર્ષ ૨૦૧૨ની ચૂંટણી જીત્યા બાદ, ૨૦૧૪માં લાલકૃષ્ણ અડવાણી જેવા વરિષ્ઠ નેતાઓને રાજકીય કાવાદાવા કરીને સાઈડલાઈન કરી દેવાયા અને મોદી પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર બની ગયા.

ગુજરાતના કન્સેપ્ટથી વૈશ્વિક મહામાનવનું નાટક

તંત્રનો દાવો છે કે આ કેમ્પેનથી ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા વધી અને ટૂરિઝમનો વિકાસ થયો, પરંતુ તેની પાછળ નરેન્દ્ર મોદીનું જે વ્યક્તિગત બ્રાન્ડિંગ થયું તેની કિંમત અમૂલ્ય હતી. જે રીતે ગુજરાતમાં તેઓ પોતાને ‘સફળ સુકાની’ તરીકે પ્રોજેક્ટ કરતા હતા, બરાબર એ જ ગતકડું હવે દિલ્હી જઈને આખા દેશના ખર્ચે રમાઈ રહ્યું છે. હવે તેઓ રાષ્ટ્રીય નેતા મટીને પોતાની જાતને ‘વિશ્વ માનવ’ કે વૈશ્વિક નેતા તરીકે પ્રોજેક્ટ કરવા અવનવા તાગડધિન્ના કરી રહ્યા છે. પોતાના કપડાંની પસંદગી, મેકઅપ, અમદાવાદની ટોપ બ્રાન્ડના કુર્તાથી લઈને માથા પરના વાળના પ્લાન્ટેશન સુધીની તમામ હાઈટેક નુસખાઓ પાછળ માત્ર એક જ ભૂખ છે – ગમે તે ભોગે સત્તાની ટોચ પર ચમકતા રહેવું.

આ પણ વાંચો: 

Gujarat Onion Farmers Loss: ખેડૂતની ડુંગળી રૂ. 3માં વેચવા મજબૂર, એક કિલોએ રૂ. 10ની ખોટ – thegujaratreport.com

Gujarat Farmers Rally 15 June: બાબુઓ અને કંપનીઓની મિલીભગત સામે ખેડૂતોનો બળવો! ૧૫મી જૂને હજારો ટ્રેક્ટરો સાથે અન્નદાતા ગાંધીનગર બંધ કરશે – thegujaratreport.com

Gujarat Kesar Mango Japan Ban: કેસર કેરીમાં જીવાતોના કારણે જાપાને પ્રતિબંધ મૂક્યો, શું છે કારણો, ગુજરાતમાં કેસ કેરીની ખેતી અને બજાર કેવા છે – thegujaratreport.com

Related Posts

Antibiotic Resistance Superbug: 2050 સુધીમાં દર વર્ષે 1 કરોડ મોતની ચેતવણી, એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ સામે દુનિયા માટે મોટો ખતરો
  • September 5, 2026

Antibiotic Resistance Superbug: માનવ ઇતિહાસમાં એન્ટીબાયોટિક્સને 20મી સદીની સૌથી મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધોમાં ગણવામાં આવે છે. કરોડો લોકોના જીવ બચાવનાર આ દવાઓ આજે બેક્ટેરિયા સામે ઓછી અસરકારક બની રહી છે. એન્ટીબાયોટિકનો…

Continue reading
Bhetawada Chemical Water Protest: ભેટાવાડા સહિત પાંચ ગામમાં કેમિકલયુક્ત પાણીના વિરોધમાં 13-14 દિવસથી આંદોલન, ગાંધીનગર સુધી લડત લઈ જવા યુવરાજસિંહની અપીલ
  • September 5, 2026

Bhetawada Chemical Water Protest: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભેટાવાડા સહિત આંબરેલી, નેસડા અને અન્ય મળીને પાંચ ગામના લોકો છેલ્લા 13થી 14 દિવસથી કેમિકલયુક્ત પાણીના પ્રશ્નને લઈને આંદોલન કરી રહ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Eiffel Tower BAPS Controversy: BAPS પ્રતિનિધિમંડળની મુલાકાત બાદ એફિલ ટાવર બંધ, મહિલા કર્મચારીઓને લઈને ‘ભેદભાવ’ના આરોપથી વિવાદ

  • September 8, 2026
  • 2 views
Eiffel Tower BAPS Controversy: BAPS પ્રતિનિધિમંડળની મુલાકાત બાદ એફિલ ટાવર બંધ, મહિલા કર્મચારીઓને લઈને ‘ભેદભાવ’ના આરોપથી વિવાદ

Sudhir Chaudhary Defamation Case: સુધીર ચૌધરી સામે 20 વર્ષીય UPSC ઉમેદવારનો માનહાનિ કેસ, ₹5 કરોડના વળતરની માંગ

  • September 8, 2026
  • 5 views
Sudhir Chaudhary Defamation Case: સુધીર ચૌધરી સામે 20 વર્ષીય UPSC ઉમેદવારનો માનહાનિ કેસ, ₹5 કરોડના વળતરની માંગ

International Literacy Day 2026: ભારતમાં કેટલા લોકો ભણેલા છે? જાણો દેશ અને દુનિયાની સાક્ષરતાની સંપૂર્ણ સ્થિતિ

  • September 8, 2026
  • 6 views
International Literacy Day 2026: ભારતમાં કેટલા લોકો ભણેલા છે? જાણો દેશ અને દુનિયાની સાક્ષરતાની સંપૂર્ણ સ્થિતિ

Nationwide Student Protest: દેશની યુનિવર્સિટીઓમાં સતત વિરોધ પ્રદર્શન, શું આ એક મોટા વિદ્યાર્થી આંદોલનની શરૂઆત છે?

  • September 8, 2026
  • 6 views
Nationwide Student Protest: દેશની યુનિવર્સિટીઓમાં સતત વિરોધ પ્રદર્શન, શું આ એક મોટા વિદ્યાર્થી આંદોલનની શરૂઆત છે?

VHP Muslims Garba Ban Maharashtra: મહારાષ્ટ્રમાં ગરબા-ડાંડિયામાં મુસ્લિમોના પ્રવેશને લઈને વિવાદ, VHPની અપીલ સામે વિપક્ષનો વિરોધ

  • September 8, 2026
  • 11 views
VHP Muslims Garba Ban Maharashtra: મહારાષ્ટ્રમાં ગરબા-ડાંડિયામાં મુસ્લિમોના પ્રવેશને લઈને વિવાદ, VHPની અપીલ સામે વિપક્ષનો વિરોધ

Samik Bhattacharya: બંગાળ BJP અધ્યક્ષ સામિક ભટ્ટાચાર્યના નિવેદનથી વિવાદ, વિરોધ પક્ષોએ લગાવ્યો વિભાજનની રાજનીતિનો આરોપ

  • September 8, 2026
  • 11 views
Samik Bhattacharya: બંગાળ BJP અધ્યક્ષ સામિક ભટ્ટાચાર્યના નિવેદનથી વિવાદ, વિરોધ પક્ષોએ લગાવ્યો વિભાજનની રાજનીતિનો આરોપ