Gujarat Kesar Mango Japan Ban: કેસર કેરીમાં જીવાતોના કારણે જાપાને પ્રતિબંધ મૂક્યો, શું છે કારણો, ગુજરાતમાં કેસ કેરીની ખેતી અને બજાર કેવા છે

દિલીપ પટેલ
Gujarat Kesar Mango Japan Ban: ગુજરાતની જીઆઈ ટેગ ધરાવતી કેસર કેરીની આયાત પર જાપાને ફરી એક વખત પ્રતિબંધ મૂકી દીધો છે. જાપાન જે કેરી ખાવા તૈયાર નથી તે કેરી ગુજરાત ખાઈ રહ્યું છે. જાપાન મોકલાતી કેરી જેવી પેક-હાઉસ, VHT ટ્રીટમેન્ટ, ઇરેડિયેશન પ્રક્રિયા ગુજરાતના લોકો માટે કરવામાં આવતી નથી.

જાપાને કેરીની ગુણવત્તા અને ક્વોરેન્ટાઇન પ્રક્રિયાઓને કારણે 2026માં ભારતમાંથી આયાત કરાયેલા કેસર સહિત આલ્ફોન્સો, લંગડો અને બંગનાપલ્લી કેરીઓ પર તાત્કાલિક પ્રતિબંધ લાદ્યો છે. કીટ નિયંત્રણ અને વેપર હીટ ટ્રીટમેન્ટ (VHT) પ્રક્રિયાઓમાં ખામીઓ મળી આવ્યા બાદ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

ફળની માખીઓ અને જીવાત નિયંત્રણ અંગે જાપાનમાં ખૂબ જ કડક જૈવ સુરક્ષા નિયમો છે. જાપાનને ડર છે કે, ફળની માખીઓ, જંતુના ઇંડા અથવા અન્ય જીવાત ભારતીય કેરીઓ દ્વારા જાપાનમાં પ્રવેશી શકે છે. જાપાન સહેજ પણ જોખમ સ્વીકારતું નથી.

જાપાનમાં નિકાસ થતી ભારતીય કેરીઓ માટે ખાસ “વેપર હીટ ટ્રીટમેન્ટ” ફરજિયાત છે. તેમાં વેપર હીટ ટ્રીટમેન્ટ (VHT)માં ખામીઓ જણાઈ છે. કેરીઓને નિયંત્રિત ગરમી અને ભેજવાળી હવામાં રાખવામાં આવે છે. ફળની માખીના લાર્વા અને જંતુઓને મારવા માટે વપરાતી દવાઓ છે.

પરંતુ માર્ચ 2026માં, જાપાની ક્વોરેન્ટાઇન અધિકારીઓએ ભારતીય સારવાર કેન્દ્રોના નિરીક્ષણ દરમિયાન, ખામીઓ શોધી કાઢી હતી.

જાપાનના યોકોહામા પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશને જાહેરાત કરી કે, 25 માર્ચ, 2026 પછી જારી કરાયેલા ભારતીય નિરીક્ષણ પ્રમાણપત્રો સાથેના શિપમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં.

જંતુનાશકો, રાસાયણના કારણે પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. પણ જંતુઓનો ઉપદ્રવ, ધૂણીના નિયમોનું પાલન તથા ક્વોરેન્ટાઇન પ્રોટોકોલ મુખ્ય કારણ છે.

જાપાને 1980ના દાયકાથી શરૂ કરીને લગભગ 20 વર્ષ સુધી ભારતીય કેરી પર પ્રતિબંધ મૂક્યો હતો. 2006માં આયાત ફરી શરૂ થઈ. હવે 20 વર્ષ પછી 2026માં ફરી પ્રતિબંધ મૂક્યો હતો.

વેપર હીટ ટ્રીટમેન્ટ શું છે
વેપર હીટ ટ્રીટમેન્ટ (VHT – Vapour Heat Treatment) એ ફળો, ખાસ કરીને કેરી, પપૈયા વગેરેને નિકાસ પહેલાં જીવાતમુક્ત બનાવવા માટે કરવામાં આવતી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. ફળોને નિયંત્રિત તાપમાન અને ભેજવાળી ગરમ હવામાં ચોક્કસ સમય સુધી રાખવામાં આવે છે.
જેથી ફળ માખી, ઈંડા, કીડા અને pest organisms નાશ પામે છે.

હવા તાપમાન 46°C થી 48°C, ભેજ 90%થી વધુ રાખીને 20 મિનિટથી 1 કલાક સુધી કેરીને ચેમ્બરમાં રાખવામાં આવે છે. આવી પધ્ધતિ ગુજરાતના લોકો કેરી ખાય છે તેમાં નથી.

જાપાન કેટલી કેરી આયાત કરે છે
2025-26માં દરમિયાન, જાપાને ભારતમાંથી આશરે 250થી 400 ટન રૂ. 13 કરોડની તાજી, પલ્પ અને પ્રોસેસ્ડ કેરીની આયાત કરી હતી.
2025-26માં ગુજરાતની ગીર કેસર કેરીની જાપાનમાં નિકાસ આશરે રૂ. 1.80 કરોડની આયાત કરી હતી. ગુજરાત કેસર ભારતની જાપાનમાં થતી કુલ કેરીની નિકાસમાં આશરે 35થી 60 ટન 13% હિસ્સો ધરાવે છે. જે તાલાવાલા, ઉના, વિસાવદર, મેંદરડા, જુનાગઢથી અમદાવાદ અને મુંબઈથી એરકાર્ગો દ્વારા નિકાસ થઈ હતી. જેને ગુજરાતના પેક-હાઉસ, VHT ટ્રીટમેન્ટ, ઇરેડિયેશન પ્રક્રિયા કરવામાં આવે છે.

ગુજરાતમાં કેસર કેરીની ખેતી અને બજાર
2026માં કેસર કેરીની સીઝનના પ્રારંભે ભાવનગર શહેરમાં તાલાલા ગીરથી રોજ 40થી 50 પીકઅપ વાન ભરીને કેસર કેરીનો જથ્થો આવતો હતો. પેટ્રોલ અને ડિઝલની અછતના કારણે રોજ 10 વાહનો આવી રહ્યાં છે.

ગીર સોમનાથમાં તાલાલા ગીરની તેમજ અલંગ અને સોસીયાની કેસર કેરીનો ભાવ નીચે જઈ રહ્યો છે.

દર વર્ષે ગીર સોમનાથના તાલાલા એ.પી.એમ.સી.માંથી 50થી 60 ટન કેસર કેરી વિદેશ મોકલાતી હોય છે. યુધ્ધ અને ડીઝલના ભાવવધારાના કારણે આંતર રાષ્ટ્રીય ફલાઈટ કનેકટીવીટી ધીમી પડી જતા ગીર સોમનાથથી એપ્રિલના એન્ડિંગ સુધીમાં માત્ર 50 ટકા નિકાસ થઈ હતી.
જાપાને કેસર કેરી આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે.
સોસીયાની કેસર કેરીનો જંગી જથ્થાનો ભરાવો જોવા મળી રહ્યો છે.
માલનો ભરાવો થતા કેરીના ભાવમાં કિલોએ રૂ. 10 આસપાસનો નજીવો ઘટાડો થયો છે.

કેરી બજારમાં 50 હજાર શ્રમિકો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સંકળાયેલા છે.

2026માં ગુજરાતમાં કેસર કેરીનું કુલ ઉત્પાદન અંદાજે 3.2 લાખથી 3.6 લાખ મેટ્રિક ટન થઈ શકે છે.

ગીર–સોમનાથ, જૂનાગઢ અને અમરેલી વિસ્તારમાં 2025ના અંતમાં જ સારો મંજરી આવ્યો હતો.

તાલાલા માર્કેટ યાર્ડમાં 2026માં માત્ર 38 દિવસમાં જ ગયા વર્ષની સંપૂર્ણ સિઝન કરતાં વધુ આવક નોંધાઈ હતી.

2024–25 સુધી કેસર કેરીનું વાવેતર વિસ્તાર લગભગ 44,000 હેક્ટર સુધી વધ્યું હોવાનું છે.

ગુજરાતમાં કુલ કેરી ઉત્પાદન 2024માં આશરે 10.8 લાખ મેટ્રિક ટન હતું, જેમાં કેસરનો મોટો હિસ્સો છે.

2026માં અંદાજે કેસર ઉત્પાદન (લાખ મેટ્રિક ટન)
ગીર સોમનાથ–જૂનાગઢ–અમરેલી – 2.2 – 2.5
ભાવનગર–પોરબંદર–રાજકોટ – 0.4 – 0.5
દક્ષિણ ગુજરાત (વલસાડ–નવસારી–સુરત) – 0.3 – 0.4
કચ્છ અને અન્ય વિસ્તાર – 0.2 – 0.3
કુલ ગુજરાત – 3.2 – 3.6 લાખ મેટ્રિક ટન

જિલ્લા પ્રમાણે વાવેતર અને ઉત્પાદન 2026
જીલ્લો વિસ્તારિત વિસ્તાર (હેક્ટર) 2026 મર્યાદિત ઉત્પાદન (મેટ્રિક ટન)
ગીર સોમનાથ 18,000–19,000 હેક્ટરમાં 1,10,000 – 1,30,000 ટન ઉત્પાદન
જૂનાગઢ 10,000–11,000 હેક્ટરમાં 70,000 – 85,000 ટન ઉત્પાદન
અમરેલી 7,000–8,000 હેક્ટરમાં 55,000 – 65,000 ટન ઉત્પાદન
ભાવનગર 2,500–3,500 હેક્ટરમાં 18,000 – 25,000 ટન ઉત્પાદન
પોરબંદર 1,500–2,000 હેક્ટરમાં 10,000 – 15,000 ટન ઉત્પાદન
રાજકોટ 1,200–1,800 હેક્ટરમાં 8,000 – 12,000 ટન ઉત્પાદન
દેવભૂમિ દ્વારકા 800–1,200 હેક્ટરમાં 5,000 – 8,000 ટન ઉત્પાદન
જામનગર 700–1,000 હેક્ટરમાં 4,000 – 7,000 ટન ઉત્પાદન
મોરબી 500–700 હેક્ટરમાં 3,000 – 5,000 ટન ઉત્પાદન
કચ્છ 1,000–1,500 હેક્ટરમાં 5,000 – 9,000 ટન ઉત્પાદન
સુરત 500–700 હેક્ટરમાં 3,000 – 5,000 ટન ઉત્પાદન
નવસારી 400–600 હેક્ટરમાં 2,000 – 4,000 ટન ઉત્પાદન
વલસાડ 300–500 હેક્ટરમાં 1,500 – 3,000 ટન ઉત્પાદન
અન્ય જિલ્લા – 5,000 – 10,000
કુલ ગુજરાતી 40,000–44,000 હેક્ટરમાં 3.1 – 3.5 લાખ મેટ્રિક ટન

તાલુકા વાર ઉત્પાદન
2026 માટે અંદાજિત ેસર ઉત્પાદન

ગીર સોમનાથ જીલ્લો
તાલુકો 2026 સુનિશ્ચિત ઉત્પાદન (મેટ્રિક ટન) નોંધ
તાલાલા 45,000 – 55,00 સૌથી વધુ મોટુ કેસર વાવેતર, માર્કેટ યાર્ડ
ઉના 18,000 – 24,000 નિકાસ ગુણવત્તાનો પાક વધુ
ગીર ગઢડા 14,000 – 18,000 ગીર આસપાસનો મુખ્ય વિસ્તાર
કોડીનાર 10,000 – 14,00 માં કટકાંઠા પટ્ટ વધી
સુત્રાપાડા 6,000 – 9,000 નવા ઝડપી વધ્યા
વેરાવળ 2,000 – 4,00 લિમિટેડ પરંતુ વ્યાપારી ઉત્પાદન
કુલ 95,000 – 1,24,000 —

જૂનાગઢ જીલ્લો
તાલુકો 2026 સુનિશ્ચિત ઉત્પાદન (મેટ્રિક ટન) નોંધ
વિસાવદર 18,000 – 24,000 ગીરનાર પટ્ટાનો મુખ્ય વિસ્તાર
મેંદરડા 14,000 – 20,000 સુખિત કેસર માટે ગોઠવતું
વંથલી 10,000 – 15,000 જૂનો કેસર વિસ્તાર
જૂનાગઢ 8,000 – 12,000 ગીરનાર વિસ્તાર
માલિયા હાથીના 7,000 – 10,00 ઝડપથી વધતું ઉત્પાદન
માંગરોળ 5,000 –8,000 મૂળ કેસર ઈતિહાસ સાથેનો વિસ્તાર
કેશોદ 4,000 – 7,00 એર કાર્ગો પ્રોજેક્ટથી નિકાસની આશા
ભેસાણ 3,000 – 5,000 મર્યાદિત પરંતુ ગુણવત્તાવાળો પાક
માણાવદર 2,000 – 4,000 નવા પ્રશ્નો વિકસ્યા
કુલ 71,000 – 1,05,000 —

અમરેલી જીલ્લો
તાલુકો 2026
ખાંભા 20,000 – 28,000 અમરેલીનો સૌથી વધુ મોટુ કેસર વિસ્તાર
ધારી 12,000 – 18,000 ગીર નજીકનો ઉચ્ચનો પટ્ટો
રાજુલા 6,00-900
સાવરકુંડલા 5,000 – 8,000 બગાયત વિસ્તાર
લીલીયા 3,000 – 5,000 નાના ગામ આધાર
અમરેલી 2,000 – 4,000 આસપાસના શહેરો
બગસરા 2,000 – 3,500 મર્યાદિત ઉત્પાદન
જાફરાબાદ 1,500,000 ચોકસાઈથી 3 અસર
કુલ 51,000 – 78,000 —

ત્રણ જિલ્લાનો કુલ – 2026
ગીર સોમનાથ 0.95 – 1.24 લાખ મેટ્રિક ટન
જૂનાગઢ 0.71 – 1.05 લાખ મેટ્રિક ટન
અમરેલી 0.51 – 0.78 લાખ મેટ્રિક ટન
કુલ 2.2 – 3.0 લાખ મેટ્રિક ટન

ગુજરાતમાં કેસર કેરીનો ઉત્પાદન ટ્રેન્ડ (2015–2026)
અંદાજિત કેસર ઉત્પાદન લાખ મેટ્રિક ટન
2015માં 2.00 સામાન્ય સીઝન, GI બાદ માંગમાં વધારો
2016માં 2.10 સારો પાક અને તાલાલામાં આવકમાં વધારો
2017માં 1.20 – 1.35 હવામાન અને રોગથી ~40% ઘટાડો
2018માં 1.80 – 2.00 પાક પુનઃસ્થાપિત
2019માં 2.00 – 2.20 નિકાસ માંગ વધી
2020માં 1.70 – 1.90 લંબાયેલ મોન્સૂન, મોડું flowering
2021માં 2.20 – 2.40 ખેતી વિસ્તાર વધવા લાગ્યો
2022માં 2.50 – 2.70 નવા જિલ્લાઓમાં વિસ્તાર વધારો
2023માં 2.80 – 3.00 મજબૂત ઉત્પાદન અને નિકાસ
2024માં 2.20 – 2.50 અસમય વરસાદથી ગુણવત્તા અસર
2025માં 2.90 – 3.10 વિસ્તાર 40 હજાર હેક્ટરથી વધુ
2026માં 3.10 – 3.50 અત્યાર સુધીનો સૌથી મોટો વિસ્તાર અને બમ્પર પાક

તાલાલા એપીએમસીના ભાવ
વર્ષ સરેરાશ ભાવ (10kg)
2023 રૂ.500–650 સામાન્ય
2024 રૂ.650–900 વરસાદથી ગુણવત્તા અસર
2025 રૂ.560 સરેરાશ આવક સારી
2026 રૂ.640 સરેરાશ

તાલાલામાં આવક
2025 સીઝન
સીઝન દિવસો 44 દિવસ
કુલ આવક (10kg બોક્સ) 4,49,450
કુલ જથ્થો ~44,945 MT
સરેરાશ ભાવ / 10kg બોક્સ ₹560
ખેડૂત કુલ આવક રૂ. 25.17 કરોડ

આ પણ વાંચો: 

Gujarat Onion Farmers Loss: ખેડૂતની ડુંગળી રૂ. 3માં વેચવા મજબૂર, એક કિલોએ રૂ. 10ની ખોટ – thegujaratreport.com

Gujarat Law And Order: સામાન્ય જનતાને દંડ ફટકારતી પોલીસ ભાજપના સાંસદની બંદૂકો સામે નતમસ્ત; ગુજરાતમાં શાસકો માટે કાયદો અલગ છે? – thegujaratreport.com

Gujarat Gas Allocation Industry Crisis: ગુજરાતમાં ગેસ ફાળવણીને લઈને ફરી ઉઠ્યા અન્યાયના સવાલ, અરૂણ જેટલીના જૂના નિવેદનો ફરી ચર્ચામાં – thegujaratreport.com

Related Posts

Jantar Mantar Protest: પ્રેશર કુકર બન્યો દેશ, જંતરમંતરના આંદોલનથી સરકારના પાયા હલાવવાની તૈયારીમાં યુવાનો
  • July 20, 2026

Jantar Mantar Protest: દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત જંતરમંતર પર ચાલી રહેલા યુવા આંદોલન અને વિરોધ પ્રદર્શનને લઈને સોશિયલ મીડિયા પર થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ ઈન્ટરવ્યુ સામે આવ્યું છે.…

Continue reading
Sonam Wangchuk Bullet Train Delay: શું સોનમ વાંગચુકને બળજબરીથી ઉઠાવી જવું આ સરકારની મજબૂરી બની ગઈ હતી?
  • July 19, 2026

Sonam Wangchuk Bullet Train Delay: આજની ચર્ચાનો મુખ્ય વિષય જાપાનના પૂર્વ મંત્રી અને આંતરરાષ્ટ્રીય સ્તરે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે જોડાયેલા નિષ્ણાતો દ્વારા ભારત સરકારની કાર્યશૈલી અને વલણ પર ઉઠાવવામાં આવેલા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

  • July 21, 2026
  • 5 views
KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!

  • July 21, 2026
  • 5 views
Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!

India Foreign Policy: ભારતની વિદેશ નીતિમાં ‘વિશ્વાસ’ બન્યો વ્યૂહાત્મક શક્તિનો આધાર, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મજબૂત થઈ ભાગીદારીઓ

  • July 21, 2026
  • 6 views
India Foreign Policy: ભારતની વિદેશ નીતિમાં ‘વિશ્વાસ’ બન્યો વ્યૂહાત્મક શક્તિનો આધાર, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મજબૂત થઈ ભાગીદારીઓ

Congress PM house protest: વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પાસે માફી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી

  • July 21, 2026
  • 6 views
Congress PM house protest: વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પાસે માફી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી

Modi NEET farmers protest statement: પેપર લીક અને ખેડૂત આંદોલનને લઈને પીએમ મોદીનું નિવેદન, શંભુ બોર્ડર પર ખેડૂતો અટકાવતા રાજકીય ગરમાવો!

  • July 21, 2026
  • 13 views
Modi NEET farmers protest statement: પેપર લીક અને ખેડૂત આંદોલનને લઈને પીએમ મોદીનું નિવેદન, શંભુ બોર્ડર પર ખેડૂતો અટકાવતા રાજકીય ગરમાવો!

Jantar Mantar police crackdown: જંતર-મંતરથી કનોટ પ્લેસ સુધી પોલીસનું ક્રૂર દમન, વિદ્યાર્થીઓના લોહીથી રંજીત સડકો અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ!

  • July 21, 2026
  • 9 views
Jantar Mantar police crackdown: જંતર-મંતરથી કનોટ પ્લેસ સુધી પોલીસનું ક્રૂર દમન, વિદ્યાર્થીઓના લોહીથી રંજીત સડકો અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ!