ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ગોઝારો અકસ્માત; 3 બાળકો સહિત 6ના મોત

  • Gujarat
  • December 17, 2024
  • 0 Comments

આજે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ભાવનગરથી તળાજાને જોડતા હાઈવે પર ત્રાપજ નજીક વહેલી સવારે 6:00 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. સુરતથી ઉના તરફ જઈ રહેલી લક્ઝરી બસના ચાલકે હાઇવે પર રેતી ભરેલા ડમ્પરની પાછળ ધડાકાભેર ઘૂસાડી દીધી હતી. જેમાં બાળકો સહિત બસમાં સવાર 6 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યાં છે અને 15થી વધારે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે મુસાફરોની ચીચીયારીઓથી ગુંજી ઊઠયો હતો. આ ગમખ્વાર અકસ્માતના પગલે બસમાં સવાર 6 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે 15થી વધુ લોકોને ઈજા થતાં સારવાર અર્થે તળાજા અને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જો કે, ઈજાગ્રસ્તો પૈકી અમુકની હાલત પણ હજુ ગંભીર મનાઈ રહી છે. જેના કારણે હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા જણાઈ રહી છે.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસની એક સાઈડનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બસના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાય છે. બીજી તરફ અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આ અકસ્માતની કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ નીમુબેન બાંભણિયા જાણ થતાં ભાવનગર સર.ટી હોસ્પિટલના સ્ટાફને ફટાફટ જાણ કરી હતી. ઈજાગ્રસ્ત લોકોને ઝડપી સારવાર માટે જે પણ કરવું પડે તે કરવાં સુચના આપી હતી. કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી તંત્રને સજાગ કરી અકસ્માત સ્થળ પર પહોંચવા અને બનતી તમામ મદદો કરવા સુચના આપી હતી.

મૃતકોના નામ

• ગોવિંદ કવાડ (ઉં.વ. 4)

• તમન્ના કવાડ (ઉં.વ. 7)

• જયશ્રી નકુમ (ઉં.વ. 38)

• ખુશીબેન બારૈયા (ઉં.વ. 8)

• ચતુરાબેન હડિયા (ઉં.વ. 45)

• છગનભાઇ (ઉં.વ. 45)

Related Posts

Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો
  • October 28, 2025

Ahmedabad: અમદાવાદમાંથી એક અજૂગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સી.એજી રોડ પર આવેલી ડિઝાઈર શોપના દરજીએ ગ્રાહને લગ્ન પ્રસંગ પહેલા બ્લાઉઝ ના સીવી આપવા બદલ ગ્રાહક કમિશને 7 હજાર દંડ ફટકાર્યો…

Continue reading
રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર
  • October 28, 2025

ગુજરાતમાં કેટલીક APMC  પર કેટલાક તત્વોએ રીતસર કબ્જો જમાવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે અને ખેડૂતોને બદલે આવા તત્વો મફતમાં ભરપૂર લાભ ઉઠાવી રહ્યાં હોવાની વાત ચર્ચાનો વિષય બની છે. હાલમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

  • October 28, 2025
  • 9 views
Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

  • October 28, 2025
  • 7 views
Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

  • October 28, 2025
  • 20 views
રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

  • October 28, 2025
  • 6 views
Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

  • October 28, 2025
  • 20 views
kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

  • October 28, 2025
  • 29 views
Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય