AMTSનું 2025-26 માટે રૂ. 705 કરોડનું બજેટ મંજૂર, વિપક્ષે બજેટ અંગે શું કહ્યું?

  • Gujarat
  • January 28, 2025
  • 1 Comments

AMTSનું વર્ષ 2025-26 માટે રૂ. 705 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. જેમાં વિદ્યાર્થીનીઓને ટિકિટ દરમાં 85% ડિસ્કાઉન્ટ, વિધવા બહેનોને 50% અને અનાથ બાળકોને ફ્રી પાસ સેવાની યોજનાનો લાભ આપવામાં આવશે. આ સાથે વિવિધ રૂટ અને બસ ટર્મિનલ માટે ઠરાવ કરવામાં આવ્યા છે. ટ્રા. મેનેજર દ્વારા રજૂ કરેલ રૂ. 682 કરોડના કુલ બજેટમાં ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા રૂ. 12 કરોડના સુધારા સાથેનું કુલ બજેટ રૂ. 705 કરોડનું મંજૂર કરવામાં આવ્યું છે.

AMTS(ahmedabad municipal transport service) ચેરમેન ધર્મશીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, “અમદાવાદ શહેર તથા આસપાસના ગામડાઓમાંથી નવા રૂટો શરૂ કરવામાં આવતી માંગણીઓને ધ્યાનમાં લેતાં ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા સૂચવેલ કુલ 1172 બસના ફ્લીટમાં વધુ 100 નવી મીડી એ.સી., સી.એન.જી. બસો ગ્રોસ કોસ્ટ કિલોમીટરથી મેળવીને ફ્લીટની સંખ્યા કુલ 1272 કરવાનું ઠરાવવામાં આવે છે.

વર્ષ 2025-26માં કુલ 445 નવી એ.સી. બસોનો ફ્લીટમાં ઉમેરો કરવામાં આવનાર છે. 16માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી અંદાજે રૂ. 8 કરોડ મેળવીને વધુ 4 ઇલેક્ટ્રીક એ.સી. ડબલડેકર બસો કોમ્પ્રીહેન્સીવ મેઇન્ટેનન્સ મેન્યુફેક્ચરર પાસે કરાવવા સાથે ખરીદવાનું ઠરાવવામાં આવે છે. શ્રાવણ માસની જેમ દર શનિવાર અને રવિવારે સ્પેશિયલ રેટથી ધાર્મિક પ્રવાસનું આયોજન કરવાનું ઠરાવવામાં આવે છે.”

AMC ના વિપક્ષ નેતા  શહેઝાદ ખાન પઠાણએ બજેટ અંગે શું કહ્યું?

શહેઝાદ ખાન પઠાણએ  બજેટની ટીકા કરતાં કહ્યું   AMTS નહિ પણ ભાજપની મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ છે.  AMTSને દર વર્ષે કરોડો રૂપિયા ખોટ આવી રહી છે. AMTSની અનેક વખત બેદરકારી સામે આવે છે. દર મહિને 5થી વધુ અક્સ્માત થઈ રહ્યા છે. જુઓ વિડિયોમાં વધુ શું કહ્યું?

આ પણ વાંચોઃ ખંભાતમાંથી ATS ઝડપેલા 100 કરોડ ડ્રગ્સ બાદ વધુ 50 કરોડનું ડ્રોમેડોલ પકડાયું, જાણો ક્યાં થતી સપ્લાઈ?

Related Posts

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ
  • September 29, 2026

Sutrapada Adani Cement Mining Protest: ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં અદાણી સિમેન્ટ કંપનીની માઇનિંગ કામગીરી સામે છ ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. ધામડેજ, સિંગસર સહિતના ગામોના ખેડૂતો છેલ્લા…

Continue reading
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ
  • September 28, 2026

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં ઓછા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં હોવાનો દાવો કરતાં આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ કરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

  • September 29, 2026
  • 3 views
Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

  • September 29, 2026
  • 5 views
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

  • September 29, 2026
  • 7 views
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

  • September 29, 2026
  • 8 views
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

  • September 28, 2026
  • 5 views
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

  • September 28, 2026
  • 6 views
Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ