
Gandhinagar: ગુજરાત સરકારે(Gujarat government) સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓએ સમયસર હાજરી માટે ‘Digital Attendance System’નો અમલ કર્યો છે. આ માટે ગુજરાત સરકારે એક પરિપત્ર પણ બહાર પાડી 1 ફેબ્રુઆરીથી ડિજિટલ હાજરી પુરવા સરકારી અધિકારીઓને કહેવાયું છે. જેથી આ ડિજિટલ વ્યવસ્થા અત્યારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે સચિવાલય કર્મયોગી ભવન અને ઉદ્યોગ ભવન માટે શરૂ કરવામાં આવી છે. જો કે આ રીતે હાજરી પુરવા પર કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે.
સચિવાલયનો સરકારી કર્મચારી સંઘ સતત વિરોધ નોંધાવી રહ્યા છે. સરકારી કર્મચારી સંઘનું કહેવું છે ડિજિટલ હાજરી થવાથી કર્મચારીઓની ગોપનિયતા અને વિશ્વસનીયતા જોખમાઈ શકે છે.
કર્મચારીઓનું કહેવું છે કે આ હાજરી નોંધવાની એપ્લિકેશન દ્વારા સાયબર ફ્રોડ પણ થઈ શકે છે, અને જ્યારે સર્વર ડાઉન હોય ત્યારે હાજરી કેમ નોંધવી એ ગંભીર વિષય છે – એવું સરકારી કર્મચારીઓ કહી રહ્યા છે. સરકારી કર્મચારી સંઘે કહ્યું અમે આ પદ્ધતિને રોકવા માટે વિરોધ કરીશું.
સચિવાલય ફેડરેશનના પ્રતિનિધિ કીર્તિ પટેલના જણાવ્યા મુજબ, આ નીતિ અંગે મુખ્ય હિતધારકો એવા કર્મચારીઓ કે કર્મચારી મંડળો સાથે કોઈ સંવાદ સાધવામાં આવ્યો નથી. નવી સિસ્ટમ કર્મચારીઓની ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે, કારણ કે તે કર્મચારીઓના અંગત ડિવાઇસના લોકેશન અને કેમેરા એક્સેસની માંગણી કરે છે.
આ પણ વાંચોઃ Ahmedabad: સગીરાએ પ્રેમી સાથે પોતાના ઘરમાં જ કરી ચોરી, પોલીસે કરી બંનેની કરી ધરપકડ