મહેશગીરી બાપુની પ્રેસ કોન્ફરન્સ: હરીગીરી બાપુ અને પૂર્વ ડે. મેયર ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપ

  • Gujarat
  • January 31, 2025
  • 1 Comments

જૂનાગઢમાં (Junagadh) અંબાજી મંદિર ગાદી વિવાદ મામલે ભૂતનાથ મહાદેવ મંદિરનાં મહંત મહેશગીરી (Mahant Maheshgiri) બાપુએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ભવનાથ મંદિરનાં મહંત હરિગીરી બાપુ (HariGiri Bapu) અને પૂર્વ ડે. મેયર ગિરીશ કોટેચા પર ગંભીર આક્ષેપો સાથે આકરા પ્રહાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ કુંભમેળામાં પ્રયાગરાજથી જૂના અખાડા પરિષદે મોટો નિર્ણય લેતા મહેશગિરીને જૂના અખાડા પરિષદમાંથી હટાવાયા હતા. આ સાથે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગિરીની હકાલપટ્ટી કરાઈ છે. મહાદેવગિરી બાપુ, કનૈયાગિરી બાપુ અને અમૃતગિરી બાપુની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે. ત્યારે હવે હકાલપટ્ટી થયા બાદ મહેશગિરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને હરિગિરી પર અનેક ગંભીર આક્ષેપ કર્યા છે.

હરિગિરી પર વેશ્યાવૃત્તિના આરોપ

મહેશગિરીએ હરિગિરી પર વેશ્યાવૃત્તિ, નકલી સાધુઓ, અખાડાઓમાં દારૂ પીવાતો હોવાના અને મુજરા થતા હોવાના આરોપ લગાવ્યા છે. આ સાથે શિવરાત્રીના મેળામાં અસભ્ય પ્રકારની પવૃત્તિ થતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. જેના મહેશગિરીએ વીડિયો પણ જાહેર કર્યા છે. મુજરા અને સાધુ લથડિયા ખાતા હોવાનો પણ વીડિયો જાહેર કર્યો છે. મુજરાનું આયોજન હરિગિરીના ચેલા જ કરતા હોવાની વાત પણ કરી છે.

ગિરીશ કોટેચા પર મૂક્યા ગંભીર આરોપ

આ સાથે મહેશગિરીએ ગિરીશ કોટેચા પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે ગિરીશ કોટેચા અને તેમના પરિવાર દ્વારા મનપા ચૂંટણી માટે ટિકિટની માંગણી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે ‘ગિરીયો અને હરિયો’ બંનેને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા અને ભાજપને પણ લોહાણા જ્ઞાતિમાંથી અન્ય સારા વ્યક્તિને ટિકિટ આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આવા ભ્રષ્ટાચારીઓના કારણે જૂનાગઢ બદનામ થઈ રહ્યું છે.’

 

જુઓ લાઈવ વિડિયો

 

 

આ પણ વાંચોઃ Ahmedabad: વોર્ડ નંબર-7 ઘાટલોડિયાની પેટા ચૂંટણી માટે AAP ઉમેદવારે ફોર્મ ભર્યું, જુઓ વિડિયો

આ પણ વાંચોઃ Katch: કાકા ભત્રીજા ઉપર જીવલેણ હુમલો કરનાર 7 શખ્સો ઝડપાયા, પોલીસે શું કહ્યું?

Related Posts

Narendra Modi: કૉંગ્રેસે બનાવેલી રિફાઇનરીનું PM મોદી આજે ઉદ્ઘાટન કરે તે પહેલાંજ તે સળગી ઉઠી! તપાસના આદેશ.
  • April 21, 2026

Narendra Modi: રાજસ્થાનમાં આજે તા.21મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેનું ઉદ્ઘાટન કરવાના હતા તે બાડમેર નજીક બાલોત્રામાં આવેલી હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ (HPCL) રિફાઇનરીમાં આગ લાગતા ભારે નાસભાગ મચી હતી હવે…

Continue reading
Gujarat Politics: કેન્દ્રીય નેતાઓની ગેરહાજરીમાં સ્થાનિક નેતાઓએ ગુજરાતનો ગઢ સાચવવો પડશે! ખરો ટેસ્ટ શરૂ!
  • April 20, 2026

Gujarat Politics:  દેશમાં કેરળ, આસામ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ હોવાથી કેન્દ્રીય નેતાઓ ગુજરાત આવ્યા નથી અને એટલે જ વિધાનસભાની સેમિફાઇનલ સમાન ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા સ્થાનિક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP: ભાજપની સભાઓમાં જન મેદની જામતી નથી! જનતા હતાશ કેમ છે? જુઓ વિડીયો

  • April 22, 2026
  • 4 views
BJP: ભાજપની સભાઓમાં જન મેદની જામતી નથી! જનતા હતાશ કેમ છે? જુઓ વિડીયો

Donald Trump: ઈરાન વોર સીઝફાયર લંબાયો, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા UK-ફ્રાન્સે 30 દેશોની બેઠક બોલાવી!

  • April 22, 2026
  • 7 views
Donald Trump: ઈરાન વોર સીઝફાયર લંબાયો, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા UK-ફ્રાન્સે 30 દેશોની બેઠક બોલાવી!

Social Media: રાજ્યમાં સોશ્યલ મીડિયામાં નેતાઓ છવાયા! છુપા ખર્ચ મામલે ઉઠ્યા સવાલ

  • April 21, 2026
  • 4 views
Social Media: રાજ્યમાં સોશ્યલ મીડિયામાં નેતાઓ છવાયા! છુપા ખર્ચ મામલે ઉઠ્યા સવાલ

PM Modi: “ડુંગળી ખાઈએ છીએ,બસ મગજ નથી ખાતા!” PM મોદીએ આવુ કેમ કહ્યું? જુઓ ખાસ વિશ્લેષણ

  • April 21, 2026
  • 11 views
PM Modi: “ડુંગળી ખાઈએ છીએ,બસ મગજ નથી ખાતા!” PM મોદીએ આવુ કેમ કહ્યું? જુઓ ખાસ વિશ્લેષણ

IRGC: શુ ઈરાનમાં બળવો થયો? મેજર વાહિદીના હાથમાં નેતૃત્વ છે? IRGC યુદ્ધ વિરામના પક્ષમાં કેમ નથી? શુ હવે ઈરાને આરપાર લડી લેશે? વાંચો

  • April 21, 2026
  • 5 views
IRGC: શુ ઈરાનમાં બળવો થયો? મેજર વાહિદીના હાથમાં નેતૃત્વ છે? IRGC યુદ્ધ વિરામના પક્ષમાં કેમ નથી? શુ હવે ઈરાને આરપાર લડી લેશે? વાંચો

Politics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!

  • April 21, 2026
  • 11 views
Politics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!