હરણી બોટ દૂર્ઘટનાના મૃતક બાળકોના પરિજનોને મળશે 31,75,750 રૂપિયાનું વળતર; મેજિસ્ટ્રેટે કર્યો હુકમ

  • Gujarat
  • February 7, 2025
  • 0 Comments
  • હરણી બોટ દૂર્ઘટનાના મૃતકોને અપાશે 31,75,750 રૂપિયા વળતર; મેજિસ્ટ્રેટે કર્યો હુકમ

વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં તમામ મૃતક બાળકના પરિવારને વળતર આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. તમામ મૃતકોને 31,75,700 રૂપિયા આપવાનો સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે હુકમ કર્યો છે. જણાવી દઈએ કે આ ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષક સહિત કુલ 14 લોકોના મોત થયા હતા.

આ આદેશ કરતા વડોદરા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વી. કે.સાંબડેએ જણાવ્યું છે કે, હાઈકોર્ટની અરજીના આધારે તમામ મૃતક બાળકના પરિવારજનોને વળતર પેટે રૂ. 31,75,700 તથા બે શિક્ષકોને અનુક્રમે રૂ. 11,21,900 અને રૂ. 16,68,209 તેમજ ઈજાગ્રસ્તોને રૂ. 50,000નું વળતર આપવામાં આવશે.

આ પણ વાંચો- આપ નેતાને ઓફર- અમારા સાથે આવો તો મંત્રી પદ અને 15 કરોડ રૂપિયા

આ ઉપરાંત નક્કી કરેલી વળતરની રકમ પર જાહેર હિતની અરજીની દાખલ તારીખથી વસૂલાત સુધીના સમયગાળા માટે વાર્ષિક 9% વ્યાજ દર પ્રમાણે રકમ મળવાપાત્ર રહેશે. હરણી બોટ કાંડ અંગે વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર આશિષ જોષી સહિતના નેતાઓએ વારંવાર રજૂઆતો કરી હતી.

તેમણે કોર્પોરેશન પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ‘આ વર્ષે કોર્પોરેશનની ભૂલના કારણે કુલ 30 વ્યક્તિએ જીવ ગુમાવ્યો. હરણી બોટ કાંડમાં 14 વિદ્યાર્થી અને બે શિક્ષિકા સહિત કુલ 14 લોકોના મોત થયા. આ દુર્ઘટનાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં પીડિત પરિવારો લાચારીથી મદદ માટે આજીજી કરી રહ્યા છે, જે આપણા માટે શરમજનક છે.’

18 જાન્યુઆરી 2024ની નમતી બપોરે હરણી તળાવમાં પિકનિકમાં નીકળેલા ન્યૂ સનરાઇઝ સ્કૂલનાં માસૂમ બાળકો સવાર હતાં એ બોટ ડૂબી ગઇ હતી. ગણતરીની મિનિટોમાં 12 બાળક અને બે શિક્ષિકા મળી 14 જિંદગી ભૂતકાળ બની હતી. સમગ્ર રાજ્યને હચમચાવી મૂકનારી આ ઘટનાને એક વર્ષ થઇ ગયું છતાં મૃતકોનાં પરિવારજનો આ ઘટનાને યાદ કરતાં ધ્રૂજી જાય છે.

આ પણ વાંચો- રાજસ્થાન: બીજેપી કેબિનેટ મંત્રીએ પોતાની જ પાર્ટી પર ફોન ટેપિંગ અને જાસૂસીના લગાવ્યા ગંભીર આરોપ

Related Posts

Barda Sanctuary Illegal Liquor: વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારમાં દારુનું અભયારણ્ય
  • May 6, 2026

By- દિલીપ પટેલ Barda Sanctuary Illegal Liquor: ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરની સમીપ આવેલું 192 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું કુદરતી સૌંદર્યથી સભર બરડા વન્યપ્રાણી અભયારણ્ય આજે એક ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે.…

Continue reading
Surat Illegal Sex Determination Racket: સુરતમાં ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાકાંડનો ફરી પર્દાફાશ, જામીન પર છૂટેલો આરોપી એ જ હોસ્પિટલમાં ચલાવતો હતો ગેરકાયદે ધંધો
  • May 6, 2026

Surat Illegal Sex Determination Racket: સુરત જેવા વિકસિત અને જાગૃત શહેરમાંથી માનવતાને લજવતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. શહેરના વરાછા વિસ્તારમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાના રેકેટનો પર્દાફાશ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Barda Sanctuary Illegal Liquor: વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારમાં દારુનું અભયારણ્ય

  • May 6, 2026
  • 3 views
Barda Sanctuary Illegal Liquor: વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારમાં દારુનું અભયારણ્ય

Iran US Conflict: ઈરાન દબાણ સામે નહીં ઝૂકે, પરંતુ વાતચીત માટે તૈયાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન

  • May 6, 2026
  • 6 views
Iran US Conflict: ઈરાન દબાણ સામે નહીં ઝૂકે, પરંતુ વાતચીત માટે તૈયાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન

Shehzad Poonawalla: કોંગ્રેસ સ્થાનિક પક્ષોનો ઉપયોગ કરીને તેમને છોડી દે છે, BJP પ્રવક્તા શહઝાદ પૂનાવાલાના વિપક્ષી ગઠબંધન પર ગંભીર આરોપ

  • May 6, 2026
  • 8 views
Shehzad Poonawalla: કોંગ્રેસ સ્થાનિક પક્ષોનો ઉપયોગ કરીને તેમને છોડી દે છે, BJP પ્રવક્તા શહઝાદ પૂનાવાલાના વિપક્ષી ગઠબંધન પર ગંભીર આરોપ

Priyanka Chaturvedi on UN: “UN ને પોતે ખબર નથી કે શું કરી રહ્યું છે” – માર્કો રુબિયોના નિવેદન પર પ્રિયંકા ચતુર્વેદીની તીખી પ્રતિક્રિયા

  • May 6, 2026
  • 8 views
Priyanka Chaturvedi on UN: “UN ને પોતે ખબર નથી કે શું કરી રહ્યું છે” – માર્કો રુબિયોના નિવેદન પર પ્રિયંકા ચતુર્વેદીની તીખી પ્રતિક્રિયા

Surat Illegal Sex Determination Racket: સુરતમાં ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાકાંડનો ફરી પર્દાફાશ, જામીન પર છૂટેલો આરોપી એ જ હોસ્પિટલમાં ચલાવતો હતો ગેરકાયદે ધંધો

  • May 6, 2026
  • 7 views
Surat Illegal Sex Determination Racket: સુરતમાં ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાકાંડનો ફરી પર્દાફાશ, જામીન પર છૂટેલો આરોપી એ જ હોસ્પિટલમાં ચલાવતો હતો ગેરકાયદે ધંધો

Mohammed Navas Extradition: UAEથી ભારત લાવવામાં આવ્યો સુકેશ ચંદ્રશેખરનો સાથી નવાસ ઈસ્માઈલ, ₹217 કરોડ ઉઘરાણી કેસમાં CBIને મોટી સફળતા

  • May 6, 2026
  • 11 views
Mohammed Navas Extradition: UAEથી ભારત લાવવામાં આવ્યો સુકેશ ચંદ્રશેખરનો સાથી નવાસ ઈસ્માઈલ, ₹217 કરોડ ઉઘરાણી કેસમાં CBIને મોટી સફળતા