
- સુરત GIDCમાં કારીગરનું માથું એમ્બ્રોઈડરી મશીન ફસાયું; ફાયરબ્રિગેડને કરાઇ જાણ
સુરતના કતારગામ GIDC વિસ્તારમાં એમ્બ્રોઈડરી મશીનમાં કામ કરતો એક કારીગર મશીનમાં ફસાઈ ગયો હતો. ફેક્ટરીમાં તેના એક સિવાય કોઈ જ ન હોવાના કારણે તે એક કલાક સુધી ફસાયેલો રહ્યો હતો. કારીગર મશીનમાં આવી રીતે ફસાયો હતો કે, તેનું માથું જ માત્ર મશીન બહાર રહ્યું હતું.
આ દુર્ઘટના કતારગામની વિશ્વકર્મા સોસાયટીમાં બની હોવાની માહિતી સામે આવી રહી છે. પરવેઝ નામનો કારીગર એમ્બ્રોઈડરી મશીન પર કામ કરી રહ્યો હતો. આ ફેક્ટરીમાં તેના સિવાય બીજો કારીગર નહોવાના કારણે તેને પોતાના બચાવ માટે મોટેથી બૂમો પાડી હતી. જેથી પાડોશીઓએ અવાજ સાંભળ્યા બાદ દરવાજો તોડીને અંદર પ્રવેશ કરીને તેને બચાવ્યો હતો. આ દરમિયાન ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફાયર વિભાગને માહિતી મળતાંની સાથે જ રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. લોકોએ ઘરની અંદર ઘૂસીને કારીગર પરવેઝ આલમને ફસાયેલો જોઈ તરત જ ફાયરબ્રિગેડને જાણ કરી દીધી હતી. ફાયરબ્રિગેડે તેનું રેસ્ક્યૂ કરીને તાત્કાલિત ધોરણે સ્મિમેર હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો.
સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, કારીગરના ગળાના ભાગે દસ ટાંકા લેવામાં આવ્યા છે, તો તેની તબિયર સ્થિર જણાવવામાં આવી રહી છે.
પોલીસે મકાનમાલિક દિનેશ કાપડિયા અને કારખાના-સંચાલક દિનેશભાઈ પાલડિયાનાં નિવેદન લઈ વધુ તપાસ શરૂ કરી છે, જોકે હજુ સુધી કેટલીક મહત્ત્વની બાબતો વણઉકેલી છે.
આ પણ વાંચો- કોણ બનશે દિલ્હીનો નવો મુખ્યમંત્રી? ટોપ પર છે ચાર નામ