
- અમેરિકાએ વેનેઝુએલાના પ્રવાસીઓની સન્માનપૂર્વક કર્યા ડિપોર્ટ; વીડિયો વાયરલ
સોમવારે મોડી રાત્રે યુનાઇટેડ સ્ટેટ્સથી દેશનિકાલ કરાયેલા લગભગ 190 વેનેઝુએલાના બે ફ્લાઇટ્સ કારાકાસ પહોંચ્યા જે વેનેઝુએલા અને ટ્રમ્પ વહીવટીતંત્ર વચ્ચેના નવા કરાર હેઠળ પ્રથમ ડિપોર્ટ હતું. જોકે, ભારત કરતાં તે ડિપોર્ટ ખુબ જ અલગ હતું. કેમ કે અમેરિકાએ વેનેઝુએલાના ગેરકાયેદ નાગરિકોને સન્માનપૂર્વક પાછા મોકલી આપ્યા હતા.
આ આગમન 31 જાન્યુઆરીએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને ટ્રમ્પના ખાસ દૂત રિચાર્ડ ગ્રેનેલ વચ્ચે થયેલી બેઠક બાદ થયું હતું, જેમાં માદુરોએ દેશનિકાલ કરાયેલા સ્થળાંતરીઓને સ્વીકારવા સંમતિ આપી હતી. જેવું પહેલું વિમાન ઉતર્યું માદુરોએ રાષ્ટ્રીય ટેલિવિઝન પર જાહેરાત કરી “પહેલું વિમાન હમણાં જ આવી ગયું છે.” એએફપીના જણાવ્યા અનુસાર, થોડા સમય પછી, બીજું વિમાન વધારાના ડિપોર્ટીઓને લઈને ઉતર્યું હતું.
♦️वेनेजुएला के अवैध प्रवासियों की ससम्मान वापसी
अमेरिका में अवैध रूप से रह रहे वेनेजुएला के 190 नागरिक कल स्वदेश लौटे। हवाई अड्डे पर वेनेजुएला के राष्ट्रपति निकोलस मादुरो ने अपने नागरिकों की अगवानी की।
प्रवासियों के आगमन के समय हवाई पट्टी पर विमानतल के कर्मचारी दोनों तरफ़… pic.twitter.com/ArpnGhCM2C
— Dr.Rakesh Pathak डॉ. राकेश पाठक راکیش (@DrRakeshPathak7) February 12, 2025
તો આપણા ભારતમાં તો પત્રકારોને ડિપોર્ટ કરેલા ભારતીયોથી દૂર રાખવામાં આવ્યા હતા. વેનેઝુએલાના રાષ્ટ્રપતિએ હાથકડી અને બેડીઓ વગર પરત ફરેલા સ્થળાંતર કરનારાઓને પરત લાવવા માટે તેમના દેશની CONVIASA એરલાઇન્સનું વિમાન મોકલ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભારતીય પ્રવાસીઓને અમેરિકાએ હવાઈ દળના વિમાનમાં હાથકડી અને બેડીઓ પહેરાવીને મોકલ્યા હતા.







