
US Deportation: અમેરિકામાં ગેરકાયદેસર રહેતાં લોકો પર ટ્રમ્પે કાર્યવાહી હાથ ધરી છે. તેમના દેશમાંથી ઘૂસણખોરોને ડિપોર્ટ કરાઈ રહ્યા છે. ત્યારે આજે બીજા તબક્કામાં 119 ભારતીયોને ડિપોર્ટ કરાયા છે. આ ભારતીયો પંજાબના અમૃતસર એરપોર્ટ પર ઉતર્યા છે. જેમાંથી 8 ગુજરાતી છે. તેઓ હાલ અમૃતસરથી અમદાવાદ પહોંચ્યા છે. અહીં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 8 ગુજરાતીઓના નિવેદન લેવામાં આવ્યા છે. જેમાં મહેસાણાના 6 અને ગાંધીનગરના 2 લોકોનો સમાવેશ થાય છે.
પહેલા તબક્કામાં 104 ભારતીને કરાયા હતા ડિપોર્ટ
અમેરિકાએ આ પહેલા તેની નવી ઇમિગ્રેશન નીતિ હેઠળ 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને બળજબરીથી ડિપોર્ટ કર્યા હતા. યુએસ એરફોર્સનું વિમાન C-17 ગ્લોબમાસ્ટર અમૃતસરના એરફોર્સ બેઝ પર ઉતર્યું હતુ. આમાં ગુજરાતના 33 લોકો હતા.
અમેરિકાથી ત્રીજું વિમાન 16 ફેબ્રુઆરી આવી શકે
મીડિયા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે, ઇમિગ્રન્ટ્સ ભારતીયોને લઇ અમેરિકન આર્મીનું ત્રીજું વિમાન 16 ફેબ્રુઆરી આવી શકે છે. ત્રીજી ફ્લાઇટમાં 157 ભારતીયો હોઇ શકે છે.
આ પણ વાંચોઃ કુંભમેળો પ્રયાગરાજમાં અને નવી દિલ્હીમાં નાસભાગ, 18ના થયા મોત, વાંચો સમગ્ર ઘટના
આ પણ વાંચોઃ Gujarat Local Election: ખેડાના મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર દારુ ઢીચીને આવ્યો, ચૂંટણી કામગીરીથી દૂર કરાયો