ગુજરાત બજેટ 2025-26: નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભા પહોંચ્યા; અન્નાદાતા-યુવાઓ માટે થઈ શકે છે મોટી જાહેરાતો

  • Gujarat
  • February 20, 2025
  • 1 Comments
  • ગુજરાત બજેટ 2025-26: નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભા પહોંચ્યા; અન્નાદાતા-યુવાઓ માટે થઈ શકે છે મોટી જાહેરાતો

નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાતનું બજેટ રજૂ કરશે. વિધાનસભામાં 12 વાગ્યાથી પ્રશ્નોતરી કાળનો પ્રારંભ થઈ ચૂક્યો છે. નાણામંત્રી 1 વાગ્યે બજેટ રજૂ કરશે. બજેટ રજૂ કરવા માટે રેગ્યુલર બેગની જગ્યાએ લાલરંગની પોથીમાં બજેટ ભાષણ રાખી વિધાનસભા આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં અંદાજિત 11 ટકાનો વધારો કરી વર્ષ 2025-26ના બજેટનું કદ પોણા ચાર લાખ કરોડ આસપાસ રહેવાનો અંદાજ છે.

બજેટ રજૂ કરતા પૂર્વ નાણામંત્રીએ કહ્યું હતું કે, નારી, અન્ન દાતા અને યુવાઓને આગળ લાવવા માટેના પ્રયત્નો આ બજેટમાં કરવામાં આવ્યા છે. ગુજરાતમાં થોડા દિવસે પહેલા જ નવી 9 મહાનગરપાલિકાઓ અને એક જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે તેને લઈ મહત્વની જાહેરાત થઈ શકે છે.

અમદાવાદમાં ઓલિમ્પિક-2036ની દાવેદારી માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ દાવેદારની મજબૂત કરવા માટે પણ મહત્વની જાહેરાત સંભવ છે. બજેટસત્ર દરમિયાન જ નવા જંત્રી દર લાગુ થવાની શક્યતા છે ત્યારે જંત્રીને લઈ પણ બજેટમાં મહત્વની જાહેરાત થઈ શકે છે.

2024-25માં 3,32,465 કરોડનું બજેટ રજૂ થયું હતું

નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25 માટે ગુજરાત સરકારનું ત્રણ લાખ 32 હજાર 465 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેમાં મહિલાઓ, કિશોરીઓ, બાળકો, કુપોષણ, શિક્ષણ જેવાં અનેક ક્ષેત્રો માટે જાહેરાતો કરવામાં આવી હતી.

સામાન્ય રીતે દર વર્ષે બજેટમાં 11-12 ટકાનો વધારો થતો હોય છે તેને જોતા આ વખતે બજેટનું કદ પોણા ચાર લાખ કરોડ આસપાસ રહેવાની શક્યતા છે. જેમાં પણ ગયા વર્ષની માફક યુવાનો, મહિલાઓ, ગરીબો અને ખેડૂતોને કેન્દ્રસ્થાને રાખીને જાહેરાતો કરાશે.

 આ પણ વાંચો- Delhi: કેજરીવાલને જંગી મતોથી હારવનાર પ્રવેશ વર્મા દિલ્હીના મુખ્યમંત્રી કેમ ન બની શક્યા?

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 2 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 3 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 6 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 7 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 5 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

  • September 18, 2026
  • 10 views
Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ