
ઓસ્કાર વિજેતા સંગીતકાર A.R. રહેમાનની તબિયત ગઈકાલે બગડી હતી. જેના કારણે તેમને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી હતી. જોકે હવે તે સ્વસ્થ છે અને ઘરે લઈ જવામાં આવ્યા છે. જેેથી ચાહકોએ હાશકારોને હાશકારો થયો છે. 16 માર્ચે તેમને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અનેક રિપોર્ટ્સ કરાવ્યા હતા. જો કે હવે તેમની તબિયત સારી છે.
A.R.રહેમાન તાજેતરમાં તેમના અંગત જીવનને કારણે ચર્ચામાં હતા. પત્ની સાયરા સાથે છૂટાછેડા લીધા બાદ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ જ્યારે તેમની તબિયત ખરાબ હોવાના અહેવાલો બહાર આવ્યા ત્યારે ચાહકો ચિંતિત થઈ ગયા હતા.
A.R. રહેમાનને છાતીમાં નહીં, પણ ગરદનમાં દુખાવો હતો
A.R. રહેમાનના મેનેજરે 16 માર્ચની સાંજ સુધીમાં સ્વાસ્થ્ય અપડેટ આપી દીધું હતું. તેમણે જણાવ્યું કે તેમને છાતીમાં નહીં પણ ગરદનમાં દુખાવો થઈ રહ્યો હતો, જેના કારણે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. મેનેજરે કહ્યું કે ગાયકને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યાં તેમના પર કેટલાક પરીક્ષણો કરવામાં આવ્યા અને થોડા કલાકો પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ 9 મહિનાથી અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ ધરતી પર ઉતરશે, દુનિયા લાઈવ જોશે | Sunita Williams ISS
આ પણ વાંચોઃ Gujarat: 20 માર્ચ બાદ તાપમાન વધશે, લોકોને ભારે ગરમી વેઠવી પડશે, વાંચો શું છે આગાહી?
આ પણ વાંચોઃ રામ મંદિરની આવક-જાવક જાહેર, 5 વર્ષમાં 2150 કરોડ ખર્ચ્યા, સરકારે કેટલાં લીધા? |UP News
આ પણ વાંચોઃ Rajkot: કારચાલકે બે વાહનોને ટક્કર મારી, 1નું મોત, બાળકી સહિત બે ગંભીર









