
NarmadaPolitics:હાલમાં,ગુજરાતમાં દારૂનો મુદ્દો બરાબરનો ગરમાયો છે અને મેવાણીએ આ મામલે પોલીસ ઉપર આક્ષેપ કરી પટ્ટા ઉતારી દેવાની ચીમકી આપતા ભાજપ બચાવમાં આવ્યું અને હર્ષ સંઘવીએ સંસ્કાર વાળી વાત કરતા મુદ્દો વધુ ગરમાયો છે ત્યારે દારૂની મેટર ઉપર ભાજપ ઢાંક પીછોડો કરી રહ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસ લગાવી રહ્યું છે તેવે સમયે આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસને દારૂબંધી મામલે પોતાનું સમર્થન જાહેર કર્યું છે તેઓએ આરોપ લગાવ્યો છે કે ભાજપના રાજમાં બુટલેગરો બેફામ બન્યા છે અને હપ્તાની ચેઇન ચાલી રહી છે ત્યારે આ બધા વચ્ચે
નર્મદા જિલ્લાના AAP પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ ભદ્રેશ વસાવાને પોલીસે દારૂની 11 બોટલ સાથે ઝડપી લેતા રાજકારણ ગરમાયુ છે.
નર્મદા જિલ્લા LCBએ બાતમીના આધારે રાત્રે રેડ કરતા 11 દારૂની બોટલ મળી આવી હતી આ સમયે ભદ્રેશ વસાવા પોતાના ઘરે જ ગેરકાયદે વિદેશી દારૂની 11 બોટલ વેચવાની તૈયારીમાં હતો, ત્યાં જ LCBની ટીમે છાપો મારી કુલ રૂ. 25000થી વધુ કિંમતનો દારૂની બોટલો જપ્ત કરી વસાવા વિરુદ્ધ ગુજરાત દારૂબંધી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ભદ્રેશ વસાવા અગાઉ પણ બે વખત દારૂની હેરાફેરીના ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. 2021 અને 2023માં પણ તેની ધરપકડ થઈ હતી, છતાં ફરી દારૂ વેચવાનું ચાલુ રાખ્યું હોવાનું સામે આવ્યું છે.બીજી તરફ આ ઘટનાને લઈ નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે. આ બધા વચ્ચે ભાજપના જિલ્લા ઉપપ્રમુખે મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે “જે પાર્ટી ‘ઈમાનદારી’નો ડંકો વગાડી રહી છે તે પાર્ટીના જિલ્લા પ્રમુખનો ભાઈ જ દારૂ વેચતો ઝડપાય છે.
જોકે, AAPના નિરંજન વસાવાએ સ્પષ્ટતા કરી છે કે,“મારો ભાઈ છે એટલે એને છોડી દેવાય નહિ કાયદો બધા માટે સરખો જ લાગુ પડે છે,જો તેણે ગુનો કર્યો હશે તો તેને સજા થવીજ જોઈએ. તેમણે ઉમેર્યુ કે પાર્ટી પોલીસની કાર્યવાહીનું સ્વાગત કરે છે
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!






