
Raebareli Accident News: ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. લખનૌ-પ્રયાગરાજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઊંચહાર ટાઉન માર્કેટમાં ફૂલોથી શણગારેલી કારે બે બાઇક સવારને ટક્કર મરતાં 15 દૂર જઈને પડ્યા હતા. હાલ બંને યુવકનો હાલત ગંભીર છે. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મિત્રો જ્યુસ પીવા જઈ રહ્યા હતા
કંદરવા ગામનો સૂર્યા નામનો યુવક પોતાના મિત્ર સાથે જ્યુસ પીવા જઈ રહ્યો હતો. એટલામાં જ ફૂલોથી શણગારેલી એક ઝડપથી આવતી કાર આવી અને તેને ટક્કર મારી હતી. જેથી બંને 15 ફૂટ દૂર ઉછળી બીજી રિક્ષામાં અથડાયા હતા. અકસ્માત થતાં જ કારચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
હાલ બંને યુવકોને નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સ્થાનિક પોલીસે હાલ કારચાલક વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં એક વૃધ્ધ મહિલા અકસ્માતનો ભોગ બનતી બચી જાય છે. જે વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.
આ પણ વાંચોઃ Swami Gyanprakash: સ્વામિનારાયણના સ્વામીની જલારામ બાપા અંગે વિવાદસ્પદ ટીપ્પણી, ‘આ વખતે માફી નહીં ચાલે’
આ પણ વાંચોઃ Vadodara: ભારતીય શાસ્ત્રીય સંગીત વિભાગ દ્વારા સભા વાદન કાર્યક્રમ યોજાયો
આ પણ વાંચોઃ કુખ્યાત બૂટલેગર સાથે ચૈતર વસાવાએ ડાન્સ કર્યાનો દાવો! વીડિયો અંગે ચૈતરે શું આપ્યો જવાબ? |Chaitar Vasava Video