
Adani: રાજ્યમાં અદાણી દ્વારા વીજ લાઈનની કામગીરી નાખવામાં આવી રહી છે જેમાં ખેડૂતોને સાંભળવામાં આવતા નહીં હોવાની ફરિયાદો ઉઠી છે સાથેજ ખેડૂતોને પોતાની કોઈ રજુઆત કે ફરિયાદ હોય તો અમદાવાદના મકરબા ખાતે આવેલી અદાણીની ઓફિસમાં આવી શકે છે તે મુજબની સૂચના અંતર્ગત જ્યારે ખેડૂતો આ સરનામે આવેલી ઓફીસ ઉપર જાય છે ત્યારે તેઓનું કઈ સાંભળવામાં આવતું નથી ત્યારે ખેડૂતોનું કહેવું છે તો પછી રજૂઆત ક્યાં કરવા જવું? કારણકે અદાણીએ જ ફરીયાદ કે રજુઆત માટે આપેલા સરનામે આવીએ તો ત્યાં કોઈ સાંભળતું નથી ત્યારે અદાણીની કચેરીમાં ઘુસીને મોરબીના ખેડૂતોએ વીજ લાઈનના નકશા માંગ્યા હતા.
ખેડૂતોએ વીજ લાઇનના ચોક્કસ નકશા, યોગ્ય વળતર અને કંપનીનો સામાન ખેતરમાંથી હટાવવાની માગ કરી છે, ખેડૂતોનો આરોપ છે કે અદાણી કંપનીના માણસોએ મંજૂરી વિના ખેતરમાં ઘૂસી, પાકને નુકસાન પહોંચાડી ગેરવર્તન કરે છે.
આ મામલે The Gujarat Reportના સિનિયર પત્રકાર દિલીપ પટેલે અસરગ્રસ્ત ખેડૂતો સાથે વાત કરી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








