
Afghanistan Pakistan Conflict: પાકિસ્તાન અને અફઘાન તાલિબાન વચ્ચે ચાર દિવસની ભીષણ લડાઈ બાદ યુદ્ધવિરામ અમલમાં આવ્યો છે, પરંતુ આ સંઘર્ષે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ઊંડી તિરાડ ઉભી કરી છે. ચાર દિવસના રક્તપાત અને સરહદ પારના હુમલાઓ પછી, આખરે પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે યુદ્ધવિરામ થયો છે. બુધવાર (૧૫ ઓક્ટોબર, ૨૦૨૫) ના રોજ સાંજે ૬ વાગ્યે અમલમાં આવેલા આ યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી છે, પરંતુ તેના મૂળ ઘા હજુ પણ ઊંડા છે,જ્યારે તાલિબાને અફઘાનિસ્તાનમાં ઐતિહાસિક વિજયની ઉજવણી કરી હતી, ત્યારે પાકિસ્તાનમાં ગુસ્સો અને આઘાત સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
કારણકે યુદ્ધમાં પારંગત તાલિબાનો પાસે ભલે સાધનો ઓછા હોય પણ ગેરીલા યુધ્ધમાં કોઈ તેઓને જીતી શકે નહીં તે ફરી સાબિત કર્યું છે અને મોટી મોટી શેખી મારતા પાકિસ્તાનની તાલિબાનોએ હેકડી કાઢી નાખતા હવે દુનિયાભરમાં પાકિસ્તાનની ફજેતી થઈ રહી છે.
આ સરહદપાર સંઘર્ષમાં, તાલિબાન લડવૈયાઓએ પાકિસ્તાની સેના સામે જોરદાર ટક્કર આપતા પાકિસ્તાનના સૈનિકોમાં નાસભાગ મચી હતી અને તાલિબાનોએ ભયાનક ક્રૂરતા આચરતા પાક સેના તેના હથિયારો પડતા મૂકી ભાગી જવામાં જ શાણપણ દાખવતા જે ભાગ્યા તે બચી ગયા. સોશિયલ મીડિયા પર ફરતા થયેલા વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે અફઘાન દળોએ પાકિસ્તાની સૈનિકોને મારી નાખી તેમના મૃત શરીર સાથે ક્રૂરતા આચરી હતી.
પાકિસ્તાની સૈનિકોના ગણવેશ અને પેન્ટ ઉતારવા ફરજ પાડી તેને જાહેરમાં લટકાવી તેના પ્રદર્શન અનેક સ્થળોએ યોજવામાં આવ્યા હતા, જેને તાલિબાન તેમની જીતના પ્રતીક તરીકે પ્રદર્શિત કરી રહ્યા છે.
જે દુનિયાભરમાં ટ્રેન્ડમાં રહયા છે અને પાકિસ્તાનની ભારે ફજેતી થઈ છે. એટલુંજ નહિ પણ તાલિબાને કંદહાર નજીક એક પાકિસ્તાની T55 ટેન્ક કબજે કરી હોવાના અહેવાલ છે.
જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વાયરલ વીડિયોમાં તાલિબાન લડવૈયાઓ ટેન્ક પર સવારી કરીને વિજય પરેડ ચલાવતા દેખાય છે,એવું કહેવાય છે કે પાકિસ્તાની સેના તેના શસ્ત્રો અને દારૂગોળો છોડીને પીછેહઠ કરવાની ફરજ પડી હતી જેના ઉપર તાલિબાનોએ કબ્જો કરી લીધો હતો.
આ ક્રૂર ઘટનાઓ સોશ્યલ મીડિયામાં જોયા બાદ, પાકિસ્તાનની જનતામાં ગુસ્સો અને નારાજગી ચરમસીમાએ છે. ઘણા પાકિસ્તાની નાગરિકો અને વિશ્લેષકો તેમની પોતાની સરકાર અને સૈન્ય પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ બધા વચ્ચે ઘણા પાકિસ્તાની યુઝર્સે ભારતની પ્રશંસા કરવાનું શરૂ કરી દીધું છે,પાકિસ્તાની વિશ્લેષક જગમ ખાને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે ભારત આપણો ભલે દુશ્મન ગણાય છે, પરંતુ તેણે ક્યારેય આપણા શહીદોનું અપમાન કર્યું નથી.
જ્યારે અફઘાનિસ્તાન વોર દરમિયાન શહીદોના મૃત શરીર સાથે બરબરતા આચરવામાં આવી, શહીદોને સન્માન ન મળ્યુ. આ ટિપ્પણીએ 1999ના કારગિલ યુદ્ધની યાદો તાજી કરી દીધી, જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાની સૈનિકોના અંતિમ સંસ્કાર પણ કર્યા હતા જેમને પાકિસ્તાની સેનાએ પોતાના માનવાનો ઇનકાર કર્યો હતો.
જગમ ખાનની પોસ્ટના જવાબમાં ઘણા યુઝર્સે પાકિસ્તાની સેના પર નિશાન સાધ્યું. એક યુઝરે લખ્યું, “પાકિસ્તાન તેના શહીદોનું અપમાન થઈ રહ્યું છે છતાં તે મુકાબલો કરી શકતું નથી. જ્યારે કારગિલમાં, આપણા સૈનિકોને ત્યજી દેવામાં આવ્યા હતા, અને ભારતે તેમને સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે દફનાવ્યા હતા.” આ પ્રતિક્રિયાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે તાલિબાનના હુમલાથી પાકિસ્તાનમાં ભારે અસ્વસ્થતા ફેલાઈ છે.
લોકો હવે પ્રશ્ન કરી રહ્યા છે કે આતંકવાદીઓને આશ્રય આપતો દેશ હવે તેમના દ્વારા કેમ અપમાનિત થઈ રહ્યો છે. તાલિબાનો સાથે યુદ્ધ કરી ડરાવવા જતાં હવે પાકિસ્તાન ભેરવાઈ ગયું છે.
આ પણ વાંચો:









