
Afghanistan-Pakistan conflict: ભારતની મોદી સરકાર બાદ હવે અફઘાનિસ્તાને પણ પોતાના દેશમાંથી વહેતું પાણી પાકિસ્તાનમાં જતું રોકવા માટે ડેમ બનાવવા તૈયારી શરૂ કરી છે,હવે અફઘાનિસ્તાન પણ કુનાર નદીનું પાણી પાકિસ્તાનમાં જતું અટકાવશે. તાલિબાનોની આ જાહેરાતથી પાકિસ્તાન સરકારની ચિંતા વધી છે. અફઘાનિસ્તાનના માહિતી મંત્રાલયે દ્વારા X પર એક સત્તાવાર પોસ્ટમાં જાહેરાત કરવામાં આવી છે.
અફઘાનિસ્તાનના માહિતી મંત્રાલયે ગુરુવારે શોશ્યલ મીડિયામાં આ મુજબ જણાવ્યું છે,જેમાં જણાવાયું છે કે તાલિબાનના સર્વોચ્ચ નેતા મૌલવી હિબતુલ્લાહ અખુંદઝાદાએ કુનાર નદી પર શક્ય તેટલી વહેલી તકે બંધ બનાવવા આદેશ આપ્યો છે.
પાણી અને ઉર્જા મંત્રાલયના નાયબ મંત્રી મુહાજિર ફરાહીએ ગુરુવારે જણાવ્યું હતું કે પાણી અને ઉર્જા મંત્રાલયને વિદેશી કંપનીઓની રાહ જોવાને બદલે સ્થાનિક કંપનીઓને કોન્ટ્રાક્ટ આપીને બંધ બાંધકામ ઝડપી બનાવવા માટે જણાવવામાં આવ્યું છે. તાજેતરના પાકિસ્તાન સાથેના સંઘર્ષ બાદ અફઘાનિસ્તાને આ નિર્ણય લીધો છે.
9 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી ચાલેલી અથડામણમાં 37 અફઘાન નાગરિકો માર્યા ગયા હતા અને 425 ઘાયલ થયા હતા. આ અથડામણ બાદ તાલિબાનો અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડી ગયા છે અને બન્ને દેશો વચ્ચેની તિરાડ વધુ પડી છે ત્યારે હવે તાલિબાનો પાકિસ્તાનમાં જતું પાણી રોકવા બંધ બનાવશે અને પાકિસ્તાનને પાઠ ભણાવશે.
ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પણ તા. 23 એપ્રિલે સિંધુ જળ સંધિ પણ સ્થગિત કરી દીધી હતી, જેના કારણે પાકિસ્તાન તરફ વહેતું પાણી રોકી દેવામાં આવ્યું હતુ. જો કે દાવો થઈ રહ્યા છે કે મોદી સરકાર પાકિસ્તાનમાં જતુ સંપૂર્ણપણે પાણી રોકી શકી નથી. હજુ પણ સિંધુ નદી દ્વારા પાણી પાકિસ્તાનમાં પહોંચી રહ્યું છે. ત્યારે હવે ભારતના પગલે અફઘાનિસ્તાન પણ ચાલું છે. તેને પણ કેટલી સફળતા મળે છે તે જોવું રહ્યું.
ઉલ્લેખનીય છે કે 480 કિલોમીટર લાંબી કુનાર નદીનું ઉદ્દભવ સ્થાન અફઘાનિસ્તાનમાં છે આજ નદી ચિત્રલ નદી તરીકે પાકિસ્તાનમાં વહે છે,જ્યાં તે કાબુલ નદીમાં જોડાય છે. પાકિસ્તાન તેના પાણીનો 70-80% ભાગનો લાભ મેળવી રહ્યું છે.
બીજી તરફ આ કાબુલ નદી સિંધુ નદીમાં જોડાય છે,જો અફઘાનિસ્તાન કુનાર પર બંધ બાંધે છે, તો તેનાથી પાકિસ્તાનને ગંભીર પાણી કટોકટીનું જોખમ રહેલું છે. તાલિબાનો જો બંધ બાંધે તો તેની સીધી અસર ખૈબર પખ્તુનખ્વા (KPK) પર પડશે. બાજૌર અને મોહમ્મદપુર જેવા વિસ્તારોમાં ખેતી સંપૂર્ણપણે આ નદી પર આધારિત છે. સિંચાઈ બંધ કરવાથી પાક નિષ્ફળ જવાનું જોખમ વધશે. વધુમાં આ અવરોધ પાકિસ્તાનના ચિત્રાલ જિલ્લામાં કુનાર નદી પર કાર્યરત 20થી વધુ નાના જળવિદ્યુત પ્રોજેક્ટ્સને પણ અસર કરશે.
તાલિબાનના પાણી અને ઉર્જા મંત્રાલયના પ્રવક્તા મતિઉલ્લાહ આબિદે કહ્યું હતું કે આ બંધનો સર્વે અને ડિઝાઇન તૈયાર થઈ ચુકી છે અને જો આ પ્રોજેક્ટ પૂર્ણ થશે, તો તે 45 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે અને આશરે 1,50,000 એકર ખેતીની જમીન માટે સિંચાઈનું પાણી પૂરું પાડશે, જેનાથી અફઘાનિસ્તાનની ઉર્જા કટોકટી અને ખાદ્ય સુરક્ષામાં સુધારો થશે.
આમ અફઘાનિસ્તાનમાં બંધથી મોટો ફાયદો થશે અને પાકિસ્તાનને મોટું નુકસાન થશે.
મહત્વની વાત એ છે કે કાબુલ નદી અને તેની ઉપનદીઓના પાણીની વહેંચણી અંગે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે કોઈ ઔપચારિક દ્વિપક્ષીય કરાર પણ નથી કે જેથી પાકિસ્તાન તેનો વિરોધ કરે તેવી સ્થિતિમાં નથી. આમ હવે પડોશી દેશો સાથે સંબંધો બગાડી પાકિસ્તાન પોતાની જ ઘોર ખોદી રહ્યું છે.
આ પણ વાંચો:
Bihar Election: મોબાઈલની ટોર્ચ ચાલુ કરાવી મોદીએ કહ્યું તમારે લાલટેનની શું જરુર છે?









