ટ્રક હુમલા બાદ હવે ન્યૂયોર્ક અંધાધૂધ ગોળીબાર, 11 લોકોના મોત

  • World
  • January 2, 2025
  • 0 Comments

અમેરિકામાં ન્યુ ઓર્લિન્સ બાદ હવે ન્યુયોર્કની એક નાઈટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. આ ઘટનામાં લગભગ 11 જેટલાં લોકો માર્યા ગયાની જાણકારી છે. અહેવાલ અનુસાર ન્યુયોર્કના ક્વિન્સ વિસ્તારમાં આવેલી અમેઝર નાઈટ ક્લબમાં આ ઘટના બની હતી. જ્યાં હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરી દેતાં 13 લોકોને ગોળી વાગી હતી. જેમાંથી 11 ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા.

ઘટનાની માહિતી મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે અમે અમેઝર ઈવેન્ટ હોલમાં ફાયરિંગ થયાની જાણકારી મળી હતી. આ હુમલામાં ત્રણ અન્ય લોકો ઘાયલ હોવાની જાણકારી છે જેમની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં પોલીસે ઘટનાસ્થળને ઘેરીને વધુ તપાસ હાથ ધરી છે. હુમલામાં બે લોકો સામેલ હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. હજુ સુધી કોઈ હુમલાખોર હાથમાં આવ્યો નથી.

અમેરિકામાં નવા વર્ષની શરુઆત લોહિયાળ આતંકવાદી હુમલા સાથે થઈ હતી. લુઇસિયાના રાજ્યમાં આવેલા ન્યુ ઓર્લિન્સમાં નવા વર્ષના પહેલા જ દિવસે પિક-અપ ટ્રક લઈ એક હુમલાખોર ઉજવણી કરતાં લોકોની ભીડ પર ફરી વળ્યો હતો જેમાં તેણે 15ને કચડી નાખ્યા હતા અને 30થી વધુને ઇજા પહોંચાડી હતી.

ઉલ્લેખનિય છે કે, અમેરિકામાં નવા વર્ષની શરુઆત આતંકવાદી હુમલા સાથે થઈ છે. લુઇસિયાના રાજ્યમાં આવેલા ન્યુ ઓર્લીન્સમાં નવા વર્ષના પહેલા જ દિવસે મેયરના દાવા મુજબ એક આતંકવાદી સવારે સવા ત્રણ વાગે  પિક-અપ ટ્રક લઈ ઉજવણી કરતાં લોકોની ભીડ પર ધસી ગયો હતો.

આ ઘટનામાં મૃત્યુઆંક 15એ પહોંચી ગયો છે. આ હુમલામા 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હુમલાખોર પિક-અપ ટ્રક અટક્યા પછી તે બહાર આવ્યો હતો અને ઓટોમેટિક મશીનગન વડે લોકો પર હુમલો કર્યો હતો.  પોલીસે જવાબી કાર્યવાહીમાં તેને ઠાર કર્યો હતો.  આમ ટ્રમ્પ 20મી તારીખે સત્તા સંભાળે તે પહેલા જ આ આતંકવાદી હુમલો થયો છે. 

Related Posts

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”
  • March 24, 2026

Donald Trump: અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો 25મો દિવસ થઈ ગયો છે જે ટ્રમ્પ એ મદ માં રાચતા હતા કે અમેરિકા સામે ઇરાનનું શુ આવે? બે અઠવાડિયામાં તો ઈરાનનો ગોટો વાળી…

Continue reading
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!
  • March 24, 2026

Donald Trump: જગત જમાદારની હેકડી હવે ઉતરી ગઈ છે અને ઈરાનને ચપટી વગાડતા જ મસળી નાખવાના સપના માત્ર સપના રહી ગયા છે અને બધીજ તાકાત લગાડી દીધી હોવાછતાં ઈરાનનું મનોબળ તોડવામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • March 24, 2026
  • 3 views
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

  • March 24, 2026
  • 11 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

  • March 24, 2026
  • 8 views
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

  • March 24, 2026
  • 16 views
PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

  • March 24, 2026
  • 8 views
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!

  • March 24, 2026
  • 19 views
Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!