
- કુમાર વિશ્વાસની કેજરીવાલની આકરી ટીકા; સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો
નવી દિલ્હી: અરવિંદ કેજરીવાલના જૂના સાથી એવા કુમાર વિશ્વાસે અરવિંદ કેજરીવાલની ખુબ જ આકરા શબ્દોમાં ટીકા કરી છે. તો અન્ય એક મીડિયા ચેનલના મહેમાન બનીને પણ અરવિંદ કેજરીવાલની ઝાટકણી કાઢતા જોવા મળ્યા હતા. દિલ્હી ચૂંટણીના પરિણામ પછી કુમાર વિશ્વાસે સોશિયલ મીડિયા એક્સ પર ટ્વિટ કર્યું છે. જેમાં વીડિયોની સાથે તેમણે લખ્યું છે કે ‘અહંકાર ઈશ્વરનું ભોજન છે. પોતાને એટલા શક્તિશાળી ના સમજો કે જેમણે આપણને સિદ્ધિઓ આપી છે, તેમને જ તમે આંખો બતાવવા લાગો.’ અહંકાર ઈશ્વરનું ભોજન છે.
યાદ રાખજો કે તમારી સફળતાની પાછળ કૃષ્ણ જેવા એવા અસંખ્ય લોકો છે, જેની અદૃશ્ય શુભકામનાઓના કારણે તમે આ વિજય રથ પર સવાર થયા છો. જ્યારે પણ તમને એ લાગવા લાગે કે તમે આ ઐતિહાસિક સફળતા પોતાની શક્તિ ના દમ પર મેળવી લીધી છે તો તમે બસ તે લોકો વિશે વિચારો, જેમના સહયોગ વિના તમારી આ યાત્રા સફળ ન હોત.
જનલોકપાલ આંદોલનમાં કુમાર વિશ્વાસ અને અરવિંદ કેજરીવાલ સક્રિય કાર્યકર્તા તરીકે નજર આવ્યા હતા. અન્ના હજારેના માર્ગદર્શનમાં બંને નેતાઓએ રાજકારણની દુનિયામાં પોતાની ઓળખ બનાવી હતી.
આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બીજા નંબરે છે. નવી દિલ્હી બેઠકથી પોતે અરવિંદ કેજરીવાલની જીતની સ્થિતિ પણ સ્થિર નજર આવી રહી નથી. તે 100 વોટના અંતરથી ક્યારેક આગળ તો ક્યારેક પાછળ જઈ રહ્યા છે.
સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ કહ્યું કે ‘હું હંમેશાથી કહી રહ્યો છું કે ચૂંટણી લડતી વખતે ઉમેદવારના આચાર, વિચાર અને ચરિત્રનું શુદ્ધ હોવું જોઈએ. છબી પર કોઈ દાગ હોવો જોઈએ નહીં. પરંતુ તેમને એ વાત ખબર પડી નહીં. તે દારૂ અને રૂપિયામાં ગૂંચવાઈ ગયા. તેનાથી અરવિંદ કેજરીવાલની છબી ખરાબ થઈ અને તેથી તેમને ચૂંટણીમાં ઓછા વોટ મળી રહ્યા છે.
अहंकार ईश्वर का भोजन हैhttps://t.co/IbquuhHNFL pic.twitter.com/8cjCpxfnuR
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) September 19, 2022
લોકોએ જોયું કે તેઓ ચરિત્રની વાત કરે છે પરંતુ દારૂમાં લુપ્ત રહે છે. રાજકારણમાં આરોપ લગાવતા રહે છે. કોઈકે એ સાબિત કરવું પડે છે કે તે દોષી નથી. સત્ય સત્ય જ રહેશે. જ્યારે બેઠક થઈ તો મેં નક્કી કરી લીધું કે હું પાર્ટીનો ભાગ રહીશ નહીં અને હું તે દિવસથી પાર્ટીથી દૂર છું.’
આ પણ વાંચો- દિલ્હીમાં જીત પછી પીએમ મોદીએ કહ્યું; સુશાસન-વિકાસની જીત