ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે કેટલાંક પ્રોજેક્ટ પર કરાર, PMએ કહ્યુંઃ આપણો સહયોગ વધુ મજબૂત!

  • India
  • January 25, 2025
  • 0 Comments

ઇન્ડોનેશિયા(Indonesia)ના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો 26 જાન્યુઆરીના પ્રોગ્રામમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા માટે ભારત પહોંચ્યા છે. તેઓ ગુરુવારે રાત્રે નવી દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેમનું એરપોર્ટ પર વિદેશ રાજ્યમંત્રી પવિત્રા માર્ગેરિતાએ સ્વાગત કર્યું હતુ. પ્રબોવો સુબિયાન્ટો ઇન્ડોનેશિયાના ચોથા રાષ્ટ્રપતિ છે જેઓ પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. પીએમ મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોની હાજરીમાં દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે એમઓયુ(Agreements) થયા હતા.

નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું

કાર્યક્રમને સંબોધતા, PM મોદીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું, “ભારતના પ્રથમ પ્રજાસત્તાક દિવસ પર ઇન્ડોનેશિયા મુખ્ય મહેમાન દેશ હતો અને આપણા માટે ગર્વની વાત છે કે ભારતના 75મા પ્રજાસત્તાક દિવસ પર, ઇન્ડોનેશિયા ફરી એકવાર આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બન્યું છે. મને રાષ્ટ્રપતિ પ્રબોવોનું સ્વાગત કરતાં આનંદ થાય છે.”

સુરક્ષા, આતંકવાદ પર ભાર મૂક્યો

તેમણે વધુમાં કહ્યું, “2018 માં મારી ઇન્ડોનેશિયા મુલાકાત દરમિયાન, અમે અમારી ભાગીદારીને એક વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારી દીધી હતી. આજે, રાષ્ટ્રપતિ પ્રબોવો સાથે પરસ્પર સહયોગના વિવિધ પાસાઓ પર વ્યાપક ચર્ચા થઈ. અમે સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગને આગળ વધારવા માટે પગલાં લીધાં છે. “અમે ઉત્પાદન અને પુરવઠામાં સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું છે. અમે દરિયાઈ સુરક્ષા, સાયબર સુરક્ષા, આતંકવાદ વિરોધી અને કટ્ટરપંથીકરણમાં સહયોગ પર પણ ભાર મૂક્યો.”

PM મોદીએ વધુમાં કહ્યું, “દરિયાઈ સલામતી અને સુરક્ષાના ક્ષેત્રમાં આજે થયેલા કરારથી ગુના નિવારણ, શોધ અને બચાવ અને ક્ષમતા નિર્માણમાં આપણો સહયોગ વધુ મજબૂત બનશે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણો દ્વિપક્ષીય વેપાર ઝડપથી વધ્યો છે. ગયા વર્ષે તે 30 બિલિયન ડોલરને વટાવી ગયું હતુ”

આ પણ વાંચોઃ UP: જે મસ્જિદમાં હિંસા થઈ ત્યાં હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા, નમાઝીઓએ ત્રિરંગા લહેરાવ્યા

Related Posts

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!
  • June 17, 2026

Abhijit Dipak Jaipur Attack: રાજસ્થાનના જયપુરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને લોકશાહીની ગરિમાને કલંકિત કરનારો કિસ્સો સામે આવ્યો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે પર થયેલા હુમલાના આરોપીઓને…

Continue reading
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન
  • June 17, 2026

Jana Sena National Expansion: આંધ્રપ્રદેશના રાજકારણમાં જબરદસ્ત સફળતા મેળવ્યા બાદ હવે જનસેના પાર્ટી (JSP) ના અધ્યક્ષ કે. પવન કલ્યાણની નજર સમગ્ર દેશના ફલક પર છે. તાજેતરમાં દિલ્હીમાં આયોજિત પક્ષના ‘સેના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

  • June 17, 2026
  • 3 views
Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

  • June 17, 2026
  • 4 views
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

  • June 17, 2026
  • 6 views
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 11 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 10 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 11 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ