UP: જે મસ્જિદમાં હિંસા થઈ ત્યાં હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા, નમાઝીઓએ ત્રિરંગા લહેરાવ્યા

  • India
  • January 25, 2025
  • 1 Comments

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શાહી જામા મસ્જિદમાં શુક્રવારની નમાજ પછી, મુસ્લિમ લોકોએ એકતા અને અખંડિતતાનો સંદેશ આપવા માટે ત્રિરંગા વહેચ્યા અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી સુમેળમાં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. અધિક પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, “શાહી જામા મસ્જિદમાં શુક્રવારની નમાજ પછી, નમાઝીઓએ એકબીજાને ત્રિરંગા વહેંચ્યા અને એકબીજાને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી અને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરી. તેઓએ શાંતિ અને સુમેળમાં રહેવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. સાથે જ હિન્દુસ્તાન જીંદાબાદના નારા લગાવ્યા.

નમાઝ દરમિયાન હાજર રહેલા સૈયદ અખ્તરે જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિવસ નજીક આવતાની સાથે, નમાઝીઓ મસ્જિદના દરવાજા પર ત્રિરંગા વહેંચ્યા. જેથી દરેકને ઈદ, હોળી અને દિવાળી જેવા પ્રસંગો ઉત્સાહથી ઉજવવા માટે પ્રોત્સાહિત કરી શકાય. અખ્તરે કહ્યું, “અમે લોકોએ ઘરો, દુકાનો અને ઓફિસો પર ત્રિરંગો ફરકાવવા વિનંતી કરીએ છીએ કારણ કે તે આપણા રાષ્ટ્રના ગૌરવ અને સન્માનનું પ્રતિનિધિત્વ કરે છે.

નમાઝમાં હાજરી આપનારા મોહમ્મદ નાઝીમ સૈફીએ કહ્યું, “અમે 1950માં આપણા બંધારણને અપનાવવાની યાદમાં રાષ્ટ્રીય ધ્વજનું વિતરણ કર્યું, જે આપણા ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ હતી. અમે લોકોએ ઘરો, દુકાનો અને ઓફિસો પર ત્રિરંગો ફરકાવવા વિનંતી કરીએ છીએ. અન્ય એક શ્રદ્ધાળુ, હાજી એહતેશામ અહેમદે કહ્યું, “26 જાન્યુઆરી એ દિવસ છે જ્યારે આપણને આપણું બંધારણ મળ્યું. દરેક નાગરિકે તેનું રક્ષણ કરવું જોઈએ. હિન્દુઓ અને મુસ્લિમોએ સાથે મળીને આ દિવસને આનંદથી ઉજવવો જોઈએ.

ગત વર્ષે 4 લોકોએ હિંસમાં જીવ ગુમાવ્યા હતા

અહેમદે કહ્યું, “આજે મસ્જિદમાં નમાજ કરનારાઓએ આપણા દેશની શાંતિ, સંવાદિતા, એકતા અને અખંડિતતા જાળવવાની પ્રતિજ્ઞા લીધી.” ગત વર્ષ 24 નવેમ્બર 2024ના રોજ, સંભલના કોટ ગરવી વિસ્તારમાં શાહી જામા મસ્જિદમાં કોર્ટના આદેશ મુજબ સર્વે દરમિયાન, સ્થાનિકો અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ચાર લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હિંસા બાદથી મસ્જિદ અને સંભલ હેડલાઇન્સમાં છે.

આ પણ વાંચોઃ BZ સ્કેમના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની સંપતિ જપ્ત કરાશે

આ પણ વાંચોઃ AAP પાર્ટી જૂનાગઢની તમામ સીટો પર ચૂંટણી લડવા તૈયાર, શું કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ભાજપને હરાવશે?

Related Posts

Hisar Farmer Protest: સ્વાતંત્ર્ય દિવસે ખેડૂતો પર લાઠીઓ કેમ? હિસારમાં CM સૈનીના કાર્યક્રમ પહેલાં પોલીસ-ખેડૂત અથડામણ
  • August 15, 2026

Hisar Farmer Protest: હરિયાણાના હિસારમાં સ્વાતંત્ર્ય દિવસની સવાર તણાવપૂર્ણ રહી હતી. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીના ધ્વજારોહણ કાર્યક્રમનો વિરોધ કરવા એકત્ર થયેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. ઘટનામાં અનેક…

Continue reading
CAG રિપોર્ટનો મોટો ખુલાસો, Green India Mission પોતાના લક્ષ્યથી 97.57% પાછળ
  • August 15, 2026

Green India Mission: ભારત સરકારના મહત્વાકાંક્ષી ગ્રીન ઇન્ડિયા મિશનના અમલીકરણ અંગે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG)ના ઓડિટમાં ગંભીર ખામીઓ સામે આવી છે. ગુરુવાર, 13 ઓગસ્ટે સંસદમાં રજૂ કરવામાં આવેલી CAGની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Hisar Farmer Protest: સ્વાતંત્ર્ય દિવસે ખેડૂતો પર લાઠીઓ કેમ? હિસારમાં CM સૈનીના કાર્યક્રમ પહેલાં પોલીસ-ખેડૂત અથડામણ

  • August 15, 2026
  • 3 views
Hisar Farmer Protest: સ્વાતંત્ર્ય દિવસે ખેડૂતો પર લાઠીઓ કેમ? હિસારમાં CM સૈનીના કાર્યક્રમ પહેલાં પોલીસ-ખેડૂત અથડામણ

CAG રિપોર્ટનો મોટો ખુલાસો, Green India Mission પોતાના લક્ષ્યથી 97.57% પાછળ

  • August 15, 2026
  • 4 views
CAG રિપોર્ટનો મોટો ખુલાસો, Green India Mission પોતાના લક્ષ્યથી 97.57% પાછળ

UP Election 2027: UP માં મહિલા મતદારો માટે મોટો દાવ! ₹50,000ની કેશ સહાય યોજના પર વિચારણા, અખિલેશ યાદવનો મોટો આરોપ

  • August 15, 2026
  • 7 views
UP Election 2027: UP માં મહિલા મતદારો માટે મોટો દાવ! ₹50,000ની કેશ સહાય યોજના પર વિચારણા, અખિલેશ યાદવનો મોટો આરોપ

Nagaland Vande Mataram controversy: નાગાલેન્ડમાં ‘વંદે માતરમ્’ના ફરજિયાત ગાયન સામે વિરોધ, ચર્ચ બાદ વિદ્યાર્થી સંગઠનો પણ મેદાનમાં

  • August 15, 2026
  • 9 views
Nagaland Vande Mataram controversy: નાગાલેન્ડમાં ‘વંદે માતરમ્’ના ફરજિયાત ગાયન સામે વિરોધ, ચર્ચ બાદ વિદ્યાર્થી સંગઠનો પણ મેદાનમાં

Narendra Modi Speech: 75 મિનિટના ભાષણમાં મોદીનો ‘દિમાગી નક્સલ’થી રિફોર્મ એક્સપ્રેસ સુધીનો સંદેશ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

  • August 15, 2026
  • 8 views
Narendra Modi Speech: 75 મિનિટના ભાષણમાં મોદીનો ‘દિમાગી નક્સલ’થી રિફોર્મ એક્સપ્રેસ સુધીનો સંદેશ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

Assam flood causes: અસમના વિનાશક પૂર પાછળ આબોહવા પરિવર્તન નહીં, માનવસર્જિત કારણો જવાબદાર – WWA રિપોર્ટ

  • August 15, 2026
  • 10 views
Assam flood causes: અસમના વિનાશક પૂર પાછળ આબોહવા પરિવર્તન નહીં, માનવસર્જિત કારણો જવાબદાર – WWA રિપોર્ટ