
તાજેતરમાં જ વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યા બાદ શહેર પોલીસે કડક પગલાં લીધા હતા. પૂર ઝડપે કાર હંકારનારા લોકોને કાયદાનું ભાન કરાવ્યું હતુ. ત્યારે હવે ફરી એકવાર કારચાલકે 3થી 4 વાહનોને અડફેટે લઈ આતંક મચાવતાં પોલીસે દોડતી થઈ હતી. સોમવારની રાત્રે લગભગ 9 વાગ્યે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલ પાસે નબીરાએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. 4 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. જે બાદ કારચાલકને રોકી લીધો હતો. ત્યારે કારચાલકે છરો બતાવીને લોકોને ધમકાવ્યા હતા. જો કે બાદમાં લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. પોલીસને પણ આરોપીએ ધમકીઓ આપી હતી.
વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલ પાસે ગત રાત્રે 9 વાગ્યાની આસપાસના સમયે રોડ પર અનેક વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક પૂરઝડપે એક થાર ગાડીનો ચાલક આવ્યો હતો અને રોડ ઉપર પાર્ક કરેલા એક ટૂ વ્હિલર અને 3 કારને ટક્કર મારી આરોપી કારચાલક ત્યાં રોકાઈ ગયો હતો.
ત્યારે રોડ પર લોકોની ભીડ એકઠી થતા કારચાલકે તેની ગાડીમાંથી ધારદાર છરો કાઢીને લોકોને ધમકાવ્યા હતા. જોકે ટોળામાં રહેલા લોકોએ બરોબર માર મારી ઝડપી પાડ્યો અને પોલીસને સોંપ્યો હતો. સ્થાનિક લોકોનો આક્ષેપ હતો કે કારચાલકે દારૂ પીધો હતો અને પીધેલી હાલતમાં અકસ્માત સર્જી લોકોને હથિયાર બતાવી ડરનો માહોલ ઊભો કર્યો હતો. ત્યારે આ મામલે પોલીસે ચતુરાઈથી કામ લઈને બળ પ્રયોગ કરીને કારચાલકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળી રહ્યું છે કે થારના ચાલકે નશો કર્યો હતો. જો કે હવે ફરીએકવાર આ રીતે કારચાલકનો આતંક જોવા મળતાં ફરીએકવાર પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. થોડા સમય માટે સારુ ચાલું અને હવે ફરી તેની તેજ પરિસ્થિિનું નિર્માણ થયું છે.
આ પણ વાંચોઃ Dwarka: સ્વામીનારાયણના પુસ્તકમાં દ્વારકા અંગે શું લખ્યું કે વિવાદ થયો?
આ પણ વાંચોઃ કોમેડિયન કુણાલ કામરાના ગીત પર મહારાષ્ટ્ર સરકારની તાનાશાહી, એક ગીત સહન ન કરી શકી | Kunal Kamra
આ પણ વાંચોઃ Gujarat Weather: બળબળતા પડતાં તાપ વચ્ચે વરસાદની આગાહી, ગરમીથી મળશે થોડી રાહત!