Ahmedabad: ચંડોળામાં વર્ષો પછી કેમ દેખાયું સરકારને દબાણ?

Ahmedabad: અમદાવાદમાં દબાણો હટાવવાનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. આજ સવારથી અમદાવાદના ચંડોળા વિસ્તારમાં અત્યાર સુધીનું સૌથી મોટું દબાણ હટાવવાનું કામ થઈ રહ્યું છે. બીજી બાજુ દબાણો હટાવવાની કામગીરીનો ભારે વિરોધ થયો છે. આ મુદ્દો હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો છે. જો કે ડિમોલેશન અટકાવવાની અરજી કોર્ટે ફગાવી દીધી છે. અરજદારોનો આક્ષેપ છે કે કાનૂની નીતિ-નિયમો વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે. અહીં રહેતા લોકો બાંગ્લાદેશીઓ હોવાનું પુરવાર થયું નથી. નોટીસ પણ આપવામાં આવી નથી. જો કે કોર્ટે અરજી ફગાવી દેતાં ત્યા રહેતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. હવે ડિમોલેશન યથાવત રહેશે.

શાહઆલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત કરતાં હોવાના આક્ષેપ છે. આ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો ખડકી દેવાયાના આક્ષેપ સાથે બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યા છે. જેનો લોકો ભારે વિરોધ કરી રહ્યા છે.  આ બાંધકામોને તોડી પાડવીની કમગીરી AMCની ટીમ કરી રહી છે. 50 જેસીબી મશીનથી દબાણો હટાવવાની કામગીરી આજે સવારથી શરુ થઈ છે. 2 બજાર જેટલા પોલીસ જવાનો પણ ખડકી દેવાયા છે, જેથી કોઈ અણબનાવ ન બને. તંત્ર અહીં બાંગ્લાદેશીઓની ગેરકાયદેસર વસાહતનું બહાનું ધરી ડિમોલેશન કરી રહી છે. ત્યારે તંત્ર સામે પણ સવાલ લોકો કરી રહ્યા છે. જ્યારે ગેરકાયેદ ઘૂસણખોરી કરી રહેઠાણ બનાવ્યા ત્યારે તંત્ર શું કરી રહ્યું હતુ?

જાહેર રજા છતાં કોર્ટમાં સુનાવણી

આજે પરશુરામ જયંતિ હોવા છતાં આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સ્થાનિકોના આક્ષેપ છે અમારી પાસે રહેણાંકના પુરાવા છે. જોકે હાઈકોર્ટે દબાણો હટાવવાની કામગીરી પર સ્ટે મૂક્યો નથી. જેથી દબાણો હટાવવાની કામગીરી ચાલુ રહેશે.

બાંગ્લાદેશીઓને રહેવાની વ્યવસ્થા કરી આપનારો કોણ?

બાંગ્લાદેશથી કોઈ ગેરકાયદે અમદાવાદ આવે તો તેને પનાહ આપવાનું કામ લલ્લા બિહારી કરતો હતો. તેણે ચંડાળ તળાવ વિસ્તારમાં મોટું દબાણ કર્યું હતુ. આ લાલુભાઈ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી મૂળ અજમેરનો રહેવાસી હોવાનું કહેવાઈ છે. તે બે દાયકા પહેલાં અમદાવાદ આવ્યો અને તેણે ચંડોળા આવ્યો હતો અને દબાણો કર્યા હતા. હાલ તંત્રએ  લલ્લા બિહારીના પુત્ર ફતેહ મહોમ્મદની ધરપકડ કરી છે જ્યારે નાસી છૂટેલા લલ્લા બિહારીને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જો કે અચરજની વાત એ છે કે અત્યાર સુધી આટલું મોટું દબાણ કર્યું ત્યારે તંત્ર શું કરી રહ્યું હતુ. હવે કેમ કાર્યવાહી કરી રહ્યું છે. તંત્ર અત્યાર સુધી આંખ આડા કાન કેમ કરતું હતુ કે બીજુ કોઈ કારણ છે?, જુઓ વીડિયો

આ પણ વાંચોઃ

Pahalgam Attack: પહેલગામ હુમલાનો સૌથી ખતરનાક વિડિયો સામે આવ્યો

આટલાં વર્ષોથી ગુજરાત પોલીસ ઘુષણખોરોને કેમ પકડતી નહોતી? આદેશ નહોતો, કે ઈચ્છા નહોતી?

બધી પાર્ટીના લોકો આવ્યા પણ મોદીજી ના આવ્યા, આ શરમની વાત: Mallikarjun Kharge

ક્યા છે ચોકીદાર? ‘આતંકીઓ આરામથી મારી જતાં રહ્યા’ | Pahalgam Terror Attack

Related Posts

1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
  • August 4, 2025

Kaal Chakra  Part-56: ગુજરાત, એક રાજ્ય જે વિકાસના નામે દેશભરમાં ચર્ચામાં રહે છે, તે આજે ભ્રષ્ટાચારના આક્ષેપોના કેન્દ્રમાં છે. છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયેલા અનેક કૌભાંડોની યાદી એટલી લાંબી છે…

Continue reading
AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!
  • August 4, 2025

દિલીપ પટેલ AMTS scam: પૂનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ. 94 ના ભાવે કોન્ટ્રાકટ આપશે. ઘણાં રાજ્યોમાં રૂ.57ના ભાવે ઠેકો અપાયો છે. રૂ. 37 ઉંચો ભાવ છે. 65 ટકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 7 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 4 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 17 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 19 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 8 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

  • August 5, 2025
  • 28 views
Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?