
Ahmedabad Temples, Masjid Demolished: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં સતત દબાણો હટાવવાની કામગીરી થઈ છે. આજે ફરી ચંડોળામાં ધાર્મિક સ્થળો તોડી પાડવાનું કામ ચાલુ થઈ ગયું છે. અગાઉ મોટા ભાગના ગેરકાયદે રહેતાં લોકોના અનેક ઘરો તોડી પડાયા છે. જો કે તંત્રએ ઘણા ધાર્મિક સ્થળો તોડવાના બાકી રાખ્યા હતા. જેને આજે તોડી પાડવામાં આવી રહ્યા છે. જેમાં મંદિર, મસ્જિદનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી દરમિયાન ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
આજે 28 મેના રોજ સવારથી બાકી રહેલા 8 ધાર્મિક સ્થળો તોડવામાં આવી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશનના દક્ષિણ ઝોન અને અન્ય ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ગરીબ નવાબ મસ્જિદ, હનુમાન મંદિર, દશામાં મંદિર તેમજ અન્ય મંદિર-મસ્જિદ સહિતનાં ધાર્મિક સ્થાનોને તોડી પાડી દૂર કરાઈ છે.
500 પોલીસકર્મી સુરક્ષામાં તૈનાત
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી અને સેક્ટર 2 જેસીપી તેમજ ઝોન 6 ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને 500થી વધુ પોલીસકર્મચારીઓના બંદોબસ્ત સાથે ધાર્મિક સ્થાનો તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બીજા તબક્કામાં તોડાઈ હતી 9 મસ્જિદ
ચંડોળા તળાવ ડિમોલિશનના બીજા તબક્કાના પહેલાં રાઉન્ડમાં 20 મેના દિવસે પણ પણ ધાર્મિક દબાણો દૂર કરાયા હતા. આ વિસ્તારમાં નાની-મોટી કુલ 9 મસ્જિદો આવેલી હતી, જેને તોડી પાડવામાં આવી હતી. ચંડોળા ડિમોલિશનના બીજા તબક્કામાં આશરે 2.5 લાખ ચોરસ મીટર ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યું હતું.
બીજી બાજુ ગરીબોના ઘરો તૂટી જતાં તેઓ રઝળપાટ કરવા મજબૂર બન્યા છે. કારણ તેમની પાસે વ્યવસ્થા હોત તો તે ગેરકાયદેસર રહેતા જ નહીં. ચંડોળામાં ગરીબોના ઝૂંપડા અને ઘરો તૂટી જતાં બેઘર બન્યા છે. તેઓ વૈકલ્પિક વ્યવસ્થાની ઝંખના કરી રહ્યા છે. જો કે સરકારે હજુ સુધી આ ગરીબો સામે જોયું નથી.
આ પણ વાંચો:
Ruchi Gujjar: રૂચિ ગુજ્જરે PM મોદીના ફોટાવાળો હાર કેમ પહેર્યો?, આપ્યો ચોકાવનારો જવાબ!
Surendranagar: મહારાણા પ્રતાપની પ્રતિમા તોડાઈ, વઢવાણમાં લોકો રોષે ભરાયા
Valsad: વાપીમાં ભયંકર હુમલો, એક શખ્સે પગ નીચે દબાવ્યો, બીજાએ ઉપરથી પથ્થર છોડ્યા
Thasra: કાલસરમાં પત્ની ભગાડી જવા બાબતે પૂર્વ પતિનો છરાથી હુમલો, બે લોકો ગંભીર
Gujarat માં કોરોના કેસમાં ચિંતાજનક વધારો, અમદાવાદમાં 17 નવા કેસ
Bihar: ઘોડો માનવીય ચાલબાજીમાં ફસાયો, હવે શું થશે?
Abortion Scam Bavla : દવાખાનામાં નહીં ગેસ્ટહાઉસમાં ગર્ભપાતનું કૌભાંડ, નર્સની ધરપકડ
સોનુ સૂદે બરફીલા પહાડમાં બાઇક ચલાવી ભૂલ કરી, હવે હિમાચલ પોલીસે કરી કાર્યવાહી | Sonu Sood









