
Ahmedabad Fire News: વટવમાં આવેલી GIDCમાં જેક્સન કેમિકલ ઈન્ડ્રસ્ટ્રીઝમાં ભયંકર આગ ભભૂકી ઉઠી છે. ફેસ 1માં ભીષણ આગ લાગવાની ઘટના ઘટી છે. 10થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. ટીમો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાના પ્રાયસ હાથ ધરાયા છે. જેક્શન કેમિકલ પ્લાન્ટમાં આગ લાગતાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. હાલ આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
આ પણ વાંચોઃ KATCH: આડા સંબંધમાં 25 વર્ષિય યુવાનની હત્યા, જાણો કારણ?