Ahmedabad Plane Crash: હિંમતનગરથી લંડન ભણવા જતી દિકરીએ જીવ ગુમાવ્યો

Ahmedabad Plane Crash: અમદવાદના મેઘાણીનગરમાં બનેલી પ્લેન ક્રેશની અતિ કરુણ ઘટનાએ સૌના હૈયા કંપાવી દીધા છે. પરિવારોમાં ભારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તમનું રુદન અટકાઈ રહ્યું નથી. કોઈએ માતાપિતા ગુમાવ્યા તો કોઈ દિકરી, પિતા, ભાઈ.  લંડન જવાના સૌના સપ્ના અધૂરા રહ્યા છે. આ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું પણ અવસાન થયું છે. પ્લેનમાં કુલ 242 લોકો હતા. જેમાંથી માત્ર એક જ વ્યક્તિ જીવિત બચી છે. પ્લેન જેના પર પડ્યું તે બિલ્ડિંગના 50થી વધુ લોકોના પણ મોત થયા છે.

ત્યારે જાણકારી મળી રહી છે. બી.ટેકનો ઉભ્યાસ કરી લંડન(London) ભણવા જતી સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર(Himmatnagar) ની 22 વર્ષિય દિકરીએ આ પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. જેથી તેના પરિવારમાં ભારે આક્રંદ છે. હજુ સુધી તેનો મૃતદેહ આપવામાં આવ્યો નથી. ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા ચાલી રહી છે.

હિંમતનગરના ખટીક પરિવારની દીકરી પોતાના સપ્નાઓ સાકાર કરવા લંડન ખાતે ઉચ્ચ અભ્યાસ અર્થે જઈ રહી હતી. જે આ પ્લેન દુર્ઘટનામાં મોતનો ભોગ બની છે. ખટીક પરિવારની દીકરી પાયલ પોતાના સપ્નાઓ સાથે આ દુનિયાને અલવિદા કહી દીધું છે.

દિકરી ઉચ્ચ અભ્યાસ માટે લંડન જતી હતી

જોકે મૃતક પાયલના પિતા સુરેશભાઈ ઘટીક પોતે લોડીંગ રીક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. પિતાએ કહ્યું દીકરીને ધોરણ 12 સુધી હિંમતનગર ખાતે ભણાવી અને ત્યારબાદ બી.ટેક સુધીનો અભ્યાસ રાજસ્થાનના ઉદયપુરમાં કરાવ્યો હતો. અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ અર્થે દિકરી લંડન જવા માટે ઇચ્છતી હતી.

જેથી તેના પિતાએ તેને લંડન જવા માટે મંજૂરી આપી હતી અને દીકરી પોતાની જાતે જ કન્સલ્ટન્સીઓ સાથે વાતાઘાટો કરી પ્રોસેસ કરી હતી અને ગઈકાલે(12, જૂન, 2025) સવારે 7:00 વાગ્યે હિંમતનગર ખાતેથી એરપોર્ટ જવા નીકળ્યા હતા અને પરિવારજનોએ તેને શુભેચ્છાઓ સાથે પ્લેન સુધી પહોંચાડી હતી. પરંતુ અમદાવાદ શહેરની બહાર નીકળતા પહેલા જ પરિવારને સમાચાર મળ્યા કે પ્લેન ક્રેશ થઈ ગયું છે.

મૃતક દિકરીના પિતા

પરિવારે તપાસ કરતા પાયલ ખટીક જે પ્લેનમાં સવાર હતી તે પ્લેન જ ક્રેશ થયું હતું જેમાં પાયલ ખટીકે પોતાનો જીવ ગુમાવ્યો. જો કે પરિવારજનોને અત્યાર સુધી સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવી નથી. તેવું પરિવારજનો કહી રહ્યા છે.

ગઈકાલે સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે પરિવારજનો પહોંચ્યા હતા અને જ્યાં ડીએનએ માટે સેમ્પલ આપવામાં આવ્યું હતું. જો કે 72 કલાક બાદ મૃતદેહ આપવાની વાત સિવિલ પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી જોકે કેવી રીતે તે બોડી મેળવવી અને શું કરવું તેની માહિતી સ્થાનિક પ્રશાસન દ્વારા આપવામાં આવી નથી અને સમગ્ર બાબતે સ્થાનિક પ્રશાસન અજાણ હોવાની પણ વાત પરિવારજનો કરી રહ્યા છે.

આ પણ વાંચો:

Ahmedabad Plane Crash: બચપનનું સ્વપ્ન પૂર્ણ કરવું આ યુવતી માટે જીવલેણ સાબિત થયું, જીવ ગુમાવ્યો

Ahmedabad Plane Crash: તૂટી પડેલા વિમાનના DVR અને Black Box મળ્યા, આપશે સાચી જાણકારી!

MP: ભોપાલમાં 90 ડિગ્રીનો વળાંકવાળો બ્રિજ બનતા ઉઠ્યા સવાલ, લોકોનો પિત્તો આસમાને

Ahmdedabad Plane Crash: વિમાન દુર્ઘટનાથી ચરોતરના 50 પરિવારો પર આભ ફાટ્યું

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટના પર પાકિસ્તાન બોલ્યુ!

Vijay Rupani: પહેલી કારથી લઈને વર્ષો જૂના સ્કૂટર સુધી, ’12’ નંબર… વિજય રૂપાણી માટે લકી નંબર જ બન્યો અપશુકનિયાળ

Ahmedabad plane crash: પ્લેન દુર્ઘટનામાં તમામ 242 લોકોના મોત: AP ન્યૂઝ

Ahmedabad plane crash: વિમાન ડોક્ટર્સની હોસ્ટેલ પર ક્રેશ થયું, ઇમારત પર ફસાયેલો દેખાયો

Ahmedabad plane crash: અમદાવાદ પોલીસે જાહેર કર્યો ઇમરજન્સી હેલ્પલાઇન નંબર, જાણો અત્યાર સુધીની અપડેટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, પરિમલ નથવાણીએ કર્યું ટ્વિટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન

Ahmedabad plane crash: ઉડાન ભરતાની સાથે 2 મીનીટમાં જ પ્લેન થયું ક્રેશ, વિમાનનું કમાન્ડિંગ કોણ કરી રહ્યા હતા ?

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના પર એર ઇન્ડિયાનું પહેલું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

 

 

Related Posts

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ
  • August 5, 2025

મહારાષ્ટ્રના સોલાપુર શહેરમાં જયંતિ શોભાયાત્રા દરમિયાન DJ પર નાચતાં એક યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. મૃતકની ઓળખ 25 વર્ષીય અભિષેક બિરાજદાર તરીકે થઈ છે. આ ઘટના શહેરના ફૌજદાર ચાવડી પોલીસ…

Continue reading
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા
  • August 5, 2025

Gambhira Bridge Collapse:  વડોદરા અને આણંદ જીલ્લાને જોડતાં ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટનાને 1 મહિનો થવા આવશે. ગત મહિને આ પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેમાં 20 લોકોના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

  • August 5, 2025
  • 6 views
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 5 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 14 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 28 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 31 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 19 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ