
Ahmedabad Police’s message in Saiyara style: આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ‘સૈયારા’ ફિલ્મ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સથી લઈને યુટ્યુબ શોર્ટ્સ સુધી, ઘણા વીડિયો વાયરલ થયા છે જેમાં દર્શકો સિનેમા હોલમાં ફિલ્મ જોયા પછી રડતા જોવા મળે છે. પરંતુ આ વાયરલ ટ્રેન્ડ વચ્ચે, હવે અમદાવાદ પોલીસે પણ સૈયારા સ્ટાઈલમાં મેસેજ આપ્યો છે.
લવ બર્ડ્સને અમદાવાદ પોલીસનો સૈયારા સ્ટાઈલમાં મેસેજ
સૈયારાનો ક્રેઝ વધી રહ્યો છે. આ દરમિયાન, અમદાવાદ પોલીસ પણ આ ક્રેઝમાં સામેલ થઈ ગઈ છે. અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયા સાઇટ X (પહેલાનું ટ્વિટર) પર એક રમુજી પોસ્ટ પોસ્ટ કરી. આ પોસ્ટમાં પોલીસે ટ્રાફિક નિયમો તોડનારાઓ અને બાઇક કે સ્કૂટર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા અંગેનો જાગૃતિ સંદેશ આપ્યો છે. અમદાવાદ પોલીસની આ પોસ્ટને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
सैयारा के साथ ड्राइव पर जा रहे हो?
तो हेलमेट को भी साथी बनाओ…
वरना प्यार अधूरा रह जाएगा ।#saiyaarawithhelmet #helmethaizaroori #saiyaara #saiyaaramovie2025 @GujaratPolice pic.twitter.com/tsPSX5qumS— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) July 24, 2025
અમદાવાદ પોલીસે આ ટ્વિટમાં સૈયારાની ક્લિપને શેર કરી છે જેના પર લખ્યું છે કે, સૈયારા સાથે ડ્રાઈવ પર જઈ રહ્યા છો તો હેલમેટને સાથી બનાવો નહીંતર પ્રેમ અધુરો રહી જશે. આ પોસ્ટમાં વધુમાં લખવામા આવ્યું છે કે, જ્યારે સૈયારા હેલ્મેટ પહેર્યા વગર સાથે આવવાનું કહે, એ થોડી ક્ષણોને લાંબી બનાવલા માટે હેલ્મેચ જરુર પહેરો અને સૈયારાને પણ પહેરાવો. એકલા હો કે સૈયારા સાથે હેલ્મેટ જરુર પહેરજો.
‘સૈયારા’નો ક્રેઝ
સૈય્યારા વિશે વાત કરીએ તો, અહાન પાંડે અને અનિત પદ્દાની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી છે અને આ ટ્રેન્ડ હજુ પણ ચાલુ છે. દર્શકો આ ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન આશિકી 2 ફેમ ડિરેક્ટર મોહિત સૂરી દ્વારા કરવામાં આવ્યું છે. આ રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ
Dahod: દેવગઢ બારીયાના ઐતિહાસિક ‘ભે-દરવાજા’ ની જાળવણીમાં બેદરકારી, સુરક્ષા જોખમાતા સ્થાનિકોમાં રોષ
Anil Ambani Raided by ED : અનિલ અંબાણી પર મોટી કાર્યવાહી, 35 સ્થળો અને 50 કંપનીઓ પર ED ના દરોડા
Sabarkantha: તલોદ ખાતે દશામાની મૂર્તિ ખરીદવા માટે જામી ભારે ભીડ
Gujarat Weather: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો અપડેટ








