
Ahmedabad Accident: અમદાવાદ જિલ્લાના કણભા પાસે ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં 3ના મોત થયા છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
અમદાવાદમાં કણભા પાસે ટ્રિપલ અકસ્માત
મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના કણભા નજીક આજે વહેલી સવારે ત્રિુપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક-લક્ઝરી અથડાતા બંનેના ડ્રાઇવર નીચે ઉતરી સમાધાન કરતા હતા આ દરમિયાનલક્ઝરી બસમાંથી નીચે ઉતરેલા મુસાફરો પર પાછળથી અચાનક આવેલી ટ્રક ફરી વળી હતી. આ અક્સમાતમાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં ત્રણ લોકોનાં મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. તેમજ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. હાલમાં ઈજાગ્રસ્તોને એલ.જી અને સિવિલ હોસ્પિટલમાં લવાઈ રહ્યા છે.
15 લોકો ઈજાગ્રસ્ત
પોલીસના જણાવ્યા મુજબ અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર દસ્ક્રોઇ તાલુકાના રાસકા નજીક પટેલ ટ્રાવેલ્સની બસ અને કિયા કારના ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાદ બસ ચાલક અને કિયા કારના ચાલક રસ્તા પર ઊતરી સમાધાન કરતા હતા તે સમયે જ લક્ઝરી બસમાંથી નીચે ઉતરેલા મુસાફરો પર પાછળથી અચાનક આવેલી ટ્રક ફરી વળી હતી, આ ગમખ્વાર અકસ્માતમાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે ત્રણના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રાફિકજામ સર્જાયો
આ ઘટનાની જાણ થતા કણભા અને વિવેકાનંદનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ સાથે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા 8 એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. આ ઘટનાને પગલે એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રાફિકજામ થયો હતો.
આ પણ વાંચો:
Gujarat Rain News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા
Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા








