
Ahmedabad: ભાજપ સરકાર દ્વારા મહિલાઓ માટે મોટી મોટી વાતો કરવામા આવે છે. પરંતુ સાચી હકીહક તો તે એ છે કે, ગુજરાતમાં ભાજપ સરકાર ના મહિલાઓને સુરક્ષા આપી શકે છે ના તો ન્યાય આપી શકે છે. જેથી ભાજપના રાજમાં મહિલાઓની અવદશા થઈ છે. ત્યારે જે સંસ્થા મહિલાઓની મદદ માટે બનાવવામા આવી છે. તેમાં જ મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં ભાજપનાં રાજમાં દિકરીઓની અવદશા
‘સખી-વન સ્ટોપ સેન્ટર’:સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ માટે ખાસ સુવિધા છે. અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી એશિયાની સૌથી મોટી જાહેર હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં મહિલાઓની મદદ માટે ‘સખી-વન સ્ટોપ સેન્ટર’24 કલાક કાર્યરત હોય છે. અહીં 6 વર્ષમાં 1900થી મહિલાઓને સારવાર લાભ મળ્યો છે. ત્યારે બેટી બચાવ,બેટી પઢાવ,નાં નારા આપનારી ગુજરાતમાં ભાજપનાં રાજમાં દિકરીઓની અવદશા છે. ‘સખી-વન સ્ટોપ સેન્ટર’સંસ્થાનાં મુખ્ય સંચાલક ચેતનાબેન નાઈ, પેરા લીંગલ વર્ષાબેન પરમાર, કેશ વર્કર કાજલ બેન પરમાર, m.p.w.મીનાક્ષીબેન સોલંકી, વગેરે બહેનોની ફરિયાદ છે, કે કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ ગુજરાત સરકાર તેમજ ગુજરાત સરકારનાં આરોગ્ય મંત્રી, તેમજ સિવિલ હોસ્પિટલનાં સુપ્રિટેનડન જોષી “સખી” સંસ્થાને સહકાર નથી આપતા. તેમજ સંચાલકો સાથે ઉધતા ભર્યુ વર્તન કરે છે. જે આપાતકાલીન સેવાઓ, કાયદાકીય સહાય,પોલીસ સહાય, તબીબી સહાય,સામાજિક સમસ્યામાં પરામર્શ, તેમજ હંગામી ધોરણે આશ્રય આપવાનું કાર્ય કરે છે. ઉપરોકત તમામ સેવાઓ તાત્કાલીક એક છત હેઠળ મળી રહે તેવી સેવા આપવામાં આવે છે.
હોસ્પિટલના સંચાલકોએ સેવાભાવી સંસ્થાની હાલત કરી કફોડી
હોસ્પિટલના સંચાલકોએ સેવાભાવી સંસ્થાની હાલત કફોડી કરી નાંખી છે. સંસ્થા ચેરમેન તરીકે અમદાવાદ શહેરનાં કલેક્ટર છે. સિવિલ હોસ્પિટલનાં સત્તાધિશોએ સંસ્થાની મુળ મોકળાશ વાળી જગ્યાએથી 10×10 નાં રૂમ મોકલી દેવામાં આવી છે.
સંસ્થાની મહિલા કર્મચારીએ ઉચ્ચારી ચીમકી
આ મામલે સખી સંસ્થાની મહિલા કર્મચારીએ ચીમકી ઉચ્ચારી છે. જો ગુજરાત સરકાર તેમજ સિવિલ હોસ્પિટલ સત્તાધિશો અમને હેરાન પરેશાન કરશે તો ના છુટકે તમામ કર્મચારીઓ રાજીનામા આપી દેવા તૈયાર છે. સરકાર તેમજ સિવિલ હોસ્પિટલના સત્તાધિશો સામે જન આંદોલન કરશે.
અમદાવાદની બંને સિવિલ હોસ્પિટલ ખાતે ‘સખી-વનસ્ટોપ સેન્ટર’
નોંધનીય છે કે, ભારતમાં કેન્દ્ર સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા મહિલાઓને મુશ્કેલી મદદ મળી રહે તે માટે ખાસ સુવિધાઓ છે. ‘સખી-વનસ્ટોપ સેન્ટર’અમદાવાદની બંને સિવિલ હોસ્પિટલ ખાતે છે. અહીં સમાજના દુષણોથી પીડિત મહિલાઓ મદદ માટે પહોચી શકે છે. દેશભરમાં આવા 700 સેન્ટર આવેલા છે. અમદાવાદ શહેરમાં ફક્ત બે જગ્યાએ મહિલાઓ માટે આ સુવિધા કેન્દ્ર સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
2019 થી 2023 સુધીમાં 1600 મહિલાઓએ મદદ મેળવી
આ કેન્દ્ર ખાતે સિવિલ હોસ્પિટલમાં આવતી બિનવારસી મહિલાઓ ઉપરાંત ઘરેલું હિંસા, છેડતી, દુષ્કર્મ, માનવ તસ્કરી સહિત પરિવારથી વિખૂટી પડી ગયેલી મહિલાઓને સહારો આપવામાં આવે છે. ફક્ત શારીરિક જ નહીં પરંતુ માનસિક રીતે પણ આ સખી કેન્દ્રના સ્ટાફ દ્વારા સહારો આપવામાં આવે છે. તે ઉપરાંત મહિલાઓની કાયદાકીય રીતે પણ આ કેન્દ્ર દ્વારા આશરો આપવામાં આવે છે. એટલે કે, કેટલાક કિસ્સાઓમાં મહિલાઓને પોલીસ અને વકીલની સલાહ પણ આપવામાં આવે છે. આ સંસ્થાએ 1500 મહિલાઓને આશ્રય આપેલો છે. અહીં ઘરેલું હિંસા, દુષ્કર્મ પીડિતા, છેડતીનો ભોગ બનેલી, માનવ તસ્કરી, ખોવાઈ ગયેલી અને અન્ય પ્રકારે આવેલી મહિલાઓને સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મદદ મળી છે.
81 મહિલા હેલ્પલાઇન દ્વારા આવે છે મહિલાઓ
અહીં 181 મહિલા હેલ્પલાઇન દ્વારા મોટાભાગના મહિલા આવે છે. અને દરેક મહિલાઓનું અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં સખી વનસ્ટોપ સેન્ટર ખાતે કાઉન્સલિંગ કરવામાં આવ્યું હતું. અહીં કાયદાકીય નિષ્ણાત અને પોલીસ દ્વારા પણ મદદ મળી રહે તેમાટે કેન્દ્ર પર જ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે.
કેન્દ્ર પર તમામ કાર્ય કરાય છે મહિલાઓ દ્વારા
આ કેન્દ્રમાં એડ્મિનિસ્ટ્રેશન કાર્ય સંભાળતા મહિલા, કાઉન્સેલર, કેસ એન્ટ્રી કરનાર, મહિલા વકીલ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને નર્સનો સમાવેશ કરવામાં આવે છે. આ કેન્દ્ર પર તમામ કાર્ય મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. જેથી મદદ માટે આવનાર મહિલાઓ પોતાને સુરક્ષિત અનુભવી શકે અને ખુલીને પોતાની વ્યથા વ્યક્ત કરી શકે અને મદદ મેળવી શકે છે.
900 મહિલાઓનું પરિવાર સાથે સમાધાન કારાવાયું
900 મહિલાઓનું પરિવાર સાથે સમાધાન કારાવાયું છે. પરિવારમાં પરત ફરતી મહિલાઓને થોડા થોડા દિવસે મોબાઈલ ફોન દ્વારા રૂબરૂ મુલાકાત કરીને તેમની સ્થિતિ પણ જાણવામાં આવે છે. તેમાં જો કંઈક અજુગતું લાગે તો તેમને ફરીથી મદદ પણ કરવામાં આવે છે. આ કેન્દ્ર ખાતેથી પુનઃસ્થાપન કરીને પરત ફરેલી કેટલીક મહિલાઓ કેન્દ્ર ખાતે ફરીથી મદદ મેળવવા પણ પહોંચી હોય તેવી પણ ઘટના બની છે.અહીં અન્ય રાજ્યની મહિલાઓની પણ મદદ કરાઈ છે. તેમજ મહિલાઓને અને જમવા સાથેની તમામ સુવિધાઓ સેન્ટર ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ કેન્દ્રમાં અનેક સફળતાના કિસ્સાઓ પણ છે.
આ પણ વાંચો
Surat: અર્ધનગ્ન હાલતમાં 60 ફૂટ ઉંચા ઝાડ પર કેમ ચઢી મહિલા? ભારે જહેમત બાદ ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
UP News: દીકરી બે વાર ઘરેથી ભાગી, બદનામીથી નારાજ પિતાએ આપ્યું ભયાનક મોત
Gujarat politics : અમદાવાદના સવા લાખ ગુમનામ મતદારો,લાલ શાહીથી મતદારોને ડિલીટ કરી દેવાયા