Ahmedabad Tree Plantation: વૃક્ષોના નામે છેતરતાં અમદાવાદના નેતાઓ, મોદીનો અમદાવાદમાં વિક્રમ પણ વૃક્ષો સુકાઈ ગયા

Ahmedabad Tree Plantation: વૃક્ષોના નામે છેતરતાં અમદાવાદના નેતાઓ, મોદીનો અમદાવાદમાં વિક્રમ પણ વૃક્ષો સુકાઈ ગયા

દિલીપ પટેલ
અમદાવાદ, 13 જૂલાઈ 2026
અમદાવાદ-ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1.25 કરોડ વૃક્ષો તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 50 લાખ વૃક્ષો વાવવાનું નક્કી કરાયું હતું. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ગ્રીનરીનું પ્રમાણ 11.23 ટકાથી વધારીને 20 ટકા કરવાની જાહેરાત કરાઈ હતી. લોકસભા વિસ્તારમાં કુલ 101 ઑક્સિજન પાર્ક બનાવવા જાહેરાત કરાઈ હતી.

અમદાવાદના સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત ભાઇ શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાડજ ખાતે 91 હજાર ચોરસ મીટરમાં મિયાવાકી પદ્ધતિથી એક કલાકમાં 35 જાતોનાં 3.61 લાખ વૃક્ષોના રોપા વાવી ગીનીસ વર્ડ રેકોર્ડ બનાવાયો હતો. 25 હજાર લોકોએ વૃક્ષો ઉગાડ્યા હતા.

નરેન્દ્ર મોદીએ પણ અમદાવાદમાં 2010માં વૃક્ષોના રોપા વાવવાનો વિશ્વ વિક્રમ કર્યો હતો. પણ તે વૃક્ષો ઉગ્યા નથી.

1986થી અમદાવાદને હરિયાળુ બનાવવા ભાજપ ચૂંટણી વચન આપતો રહ્યો છે. પણ અમદાવાદ હરિયાળુ બનતું નથી અને 40 વર્ષથી જનતાના નાણાંનો ધુમાડો કરી દીધો છે.

કેટલાં વૃક્ષો વાવ્યા
અમદાવાદમાં 40 વર્ષમાં 4 કરોડ વૃક્ષો વાવ્યા હશે. 2010થી 2026 સુધીમાં 3 કરોડ વૃક્ષો વાવવાનો દાવો કરાયો હતો. હાલ 20 લાખથી વધારે વૃક્ષો ધરતી પન ઉભા નથી.

અમદાવાદમાં વર્ષ 2014થી 2016 સુધીમાં 1 કરોડ 55 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હોવાનો દાવો કરાયો છે.
છેલ્લા 12 વર્ષમાં 2 કરોડ 50 લાખ વૃક્ષોના રોપા અમદાવાદમાં વાવવામાં આવ્યા હોવાનો દાવો કરાયો હતો. જેમાં 2025 સુધીમાં અમદાવાદના ઇતિહાસમાં 100 વર્ષમાં
2014થી 2018 સુધીમાં રદ વર્ષે સરેરાશ 2 લાખ પ્રમાણે 5 વર્ષમાં 50 લાખ
2019થી 2023માં 75 લાખ 43 હજાર 5 વર્ષમાં વૃક્ષો.
2024થી 2025માં 30 લાખ વૃક્ષો રોપાયા.
2025-2016માં 40 લાખ
2026માં 50 લાખ વૃક્ષો ઉગાડવાનું નક્કી કરાયું.
12 જૂલાઈ 2026માં એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષો વાવીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો.
વાસ્તવિકતા
14 વર્ષમાં 6 લાખ વૃક્ષો વાવ્યા
2012માં 6.18 લાખ વૃક્ષો હતા. જે વર્ષ 2016સુધીમાં 15.41 લાખ જીવંત મોટા વૃક્ષો હતા. બે વર્ષમાં 70 લાખ રોપાં-વૃક્ષ વાવવા પાછળ રૂ. 100 કરોડ ખર્ચ થયો.

2025માં ઈન્ટરનેશનલ કાઉન્સિલ ફોર લોકલ એન્વાયરમેન્ટ ઈનિસિએટીવ્સ દ્વારા શહેરના વૃક્ષ વિસ્તારને લઈ સરવે કરાયો હતો. આ સરવેમાં બાર વોર્ડના વૃક્ષ વિસ્તારમાં વર્ષ 2012-2024 સુધીમાં ઘટાડો નોંધાયો છે. વટવામાં સૌથી વધુ 41 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.
ગ્રીન કવરમાં કેટલો ઘટાડો?

અમદાવાદ શહેરના વેજલપુરમાં 8.51 ટકા, ખાડિયામાં 1.68 ટકા, અમરાઈવાડીમાં 25.33 ટકા, દાણીલીમડામાં 11.55 ટકા, ઇસનપુરમાં 1.69 ટકા, ખોખરામાં 24.61 ટકા, વટવામાં 41.88 ટકા, લાંભામાં 27.7 ટકા, રાણીપમાં 26.09 ટકા, સરદાર પટેલ સ્ટેડિયમમાં 3.75 ટકા, નવરંગપુરામાં 2.69 ટકા અને પાલડીમાં 27.55 ટકા ઘટાડો થયો છે.
7 વર્ષમાં 12000 વૃક્ષો કાપી કઢાયા હતા.
ભારતે અત્યાર સુધીમાં કુલ 62 કરોડ વૃક્ષો વાવી દીધા હોવાનો દાવો છે.

અત્યાર સુધીમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં કુલ રૂ. 28,492 કરોડનાં કામો પૂર્ણ થયાં છે.

મોદીનો વિક્રમ એક છળ
શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં 31મી જુલાઈ 2010માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ મહાનગરપાલિકાના ગ્રીન અમદાવાદ પ્રોજેક્ટ શરૂ કરીને 9 લાખ વૃક્ષોનું વાવેતર કરાવીને વિશ્વ વિક્રમ બનાવ્યો હતો.
પાકિસ્તાનના નામે 5 લાખ વૃક્ષો વાવવાનો રેકોર્ડ હતો તે ભારતના નામે કરાવ્યો હતો.

પ્રસિદ્ધી તો મોદીએ લીધી પણ વૃક્ષો તો ઊગ્યા નહીં. મોદીનું જુઠાણું પકડાયું હતું.

હવે અમિત શાહનું જુઠાણું પકડવા માટે એક વર્ષ જોઈશે.

મોટા ઉપાડે થતાં વૃક્ષારોપણ બાદ તેનું જતન કરવામાં સત્તાધીશો ઊણાં ઉતર્યા છે.

2010માં તૈયાર કરાયેલું સ્મૃતિવન લોકોના સ્મૃતિપટલ પરથી ગાયબ થઈ ગયું

ઓગસ્ટ 2010માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે શહેરમાં એકસાથે વિવિધ વિસ્તારોમાં 9.19 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરાવીને વિશ્વ વિક્રમ બનાવીને ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મેળવ્યું હતું.

મોટી જાહેરાતો કરીને પ્રજાને ભરમાવી હતી. પણ વૃક્ષો 10 ટકા પણ બચાવી શક્યા નથી. પ્રજા સાથે મોદીની એ મોટી છેતરપીંડી હતી. હવે તે કામ અમિત શાહ કરી રહ્યા છે.

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એક સ્મૃતિ વન પણ તૈયાર કરાયું હતું. જે આજે શહેરીજનોના સ્મૃતિપટલ પરથી ગાયબ થઈ ગયું છે. ત્યાં પથ્થર સિવાય કંઈ નથી. આજે આ વન વેરાન બની ગયું છે.

યોગગુરૂ રામદેવે નિકંદન કાઢ્યું
જીએમડીસી ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણના એક મહિનામાં જ યોગગુરૂ બાબા રામદેવે યોગનો કાર્યક્રમ રાખ્યો હતો. તેનાં કારણે આ સ્મૃતિ વનના મોટાભાગના વૃક્ષોનું નિકંદન તે સમયે નિકળી ગયું હતું. ત્યારબાદ ભવનોના કારણે બાકીના સ્મૃતિવનનું પણ નિકંદન નીકળી ગયું.

બગીચા ખાતાના ડાયરેક્ટર શું કહે છે?
વર્ષ 2010માં કરાયેલા વિશ્વ વિક્રમી નવ લાખથી વધુ વૃક્ષોના વાવેતર અંગે અમપાના બગીચા ખાતાના ડાયરેક્ટર જિજ્ઞેશ પટેલે જાહેર કર્યું હતું કે, જ્યારે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું તે પછી તેની જાળવણી અને માવજત માટે અમપા દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવ્યું નહોતું. માત્ર 10 ટકા જેટલાં જ વૃક્ષો બચી શક્યા છે, જ્યારે બાકીના વૃક્ષોનું નિકંદન નિકળી ગયું છે.

મોદીને બચાવવા ગણતરી ન કરી
2010માં નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વૃક્ષારોપણ કરીને વિશ્વ વિક્રમ કરેલો તેની પોલ બહાર ન આવે તે માટે અમદાવાદમાં વૃક્ષોની કોઇ ગણતરી કરવામાં આવી નથી. લાખોની સંખ્યામાં અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાંથી વિકાસના ઓઠા હેઠળ પ્રાચીન અને મહામૂલા વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું છે.

આ પણ વાંચો: 

MP BJP Narottam Mishra: નરોત્તમ મિશ્રાની ટિકિટ કેમ કપાઈ? દતિયાથી ભાજપના નિર્ણય પાછળનું મોટું ગણિત – thegujaratreport.com

10 Years 0f Una Incident: ઉના કાંડ પછી શું બદલાયું? દલિત પરિવારની 10 વર્ષની સંઘર્ષગાથા – thegujaratreport.com

Mallikarjun Kharge MP Ethanol Scam: મધ્યપ્રદેશમાં ઇથેનોલ કૌભાંડનો વિવાદ, મલ્લિકાર્જુન ખડગેનો ભાજપ સરકાર પર આકરો પ્રહાર – thegujaratreport.com

Related Posts

Jignesh Mevani FIR: જીગ્નેશ મેવાણી સામે 24 કલાકમાં બીજી FIR, શું છે સમગ્ર મામલો?
  • October 12, 2026

Jignesh Mevani FIR: ગુજરાતના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુશ્કેલીઓ વધી છે. તેમની સામે 24 કલાકની અંદર બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ હોવાનો અહેવાલ સામે આવ્યો છે. પ્રથમ ફરિયાદ ગાંધીનગરના પેથાપુર પોલીસ…

Continue reading
Gopal Italia Dwarka: દ્વારકામાં ગોપાલ ઈટાલિયાના ભાજપ પર પ્રહાર, કહ્યું- ‘રોડ સારા બનતા નથી તો દેશ વિશ્વગુરુ કેવી રીતે બનશે?’
  • October 9, 2026

Gopal Italia Dwarka: દ્વારકા નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. આ દરમિયાન AAPના નેતા ગોપાલ ઈટાલિયા અને ઇસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયેલી સભામાં ગોપાલ ઈટાલિયાએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi Protest Detention: વિરોધ પ્રદર્શન બાદ 50થી વધુ લોકોની અટકાયત, ગુપ્તાંગો પર માર માર્યાના આક્ષેપ

  • October 12, 2026
  • 4 views
Delhi Protest Detention: વિરોધ પ્રદર્શન બાદ 50થી વધુ લોકોની અટકાયત, ગુપ્તાંગો પર માર માર્યાના આક્ષેપ

Justice K Chandru: કોલેજિયમ નહીં, મોદી સરકાર ન્યાયાધીશોની નિમણૂક કરે છે – ભૂતપૂર્વ જસ્ટિસ કે. ચંદ્રુનો આરોપ

  • October 12, 2026
  • 5 views
Justice K Chandru: કોલેજિયમ નહીં, મોદી સરકાર ન્યાયાધીશોની નિમણૂક કરે છે – ભૂતપૂર્વ જસ્ટિસ કે. ચંદ્રુનો આરોપ

Journalists Detained in Delhi: CEC વિરોધ પ્રદર્શન દરમિયાન પત્રકારોની અટકાયત સામે આંતરરાષ્ટ્રીય સંગઠનોનો વિરોધ

  • October 12, 2026
  • 8 views
Journalists Detained in Delhi: CEC વિરોધ પ્રદર્શન દરમિયાન પત્રકારોની અટકાયત સામે આંતરરાષ્ટ્રીય સંગઠનોનો વિરોધ

Jignesh Mevani FIR: જીગ્નેશ મેવાણી સામે 24 કલાકમાં બીજી FIR, શું છે સમગ્ર મામલો?

  • October 12, 2026
  • 7 views
Jignesh Mevani FIR: જીગ્નેશ મેવાણી સામે 24 કલાકમાં બીજી FIR, શું છે સમગ્ર મામલો?

Jantar Mantar Protest Ban: જંતર-મંતર પર પ્રદર્શન બંધ કરવાનો નિર્ણય, દિલ્હી પોલીસે નક્કી કર્યાં 3 નવાં સ્થળો; CJPએ ઉઠાવ્યા સવાલ

  • October 12, 2026
  • 10 views
Jantar Mantar Protest Ban: જંતર-મંતર પર પ્રદર્શન બંધ કરવાનો નિર્ણય, દિલ્હી પોલીસે નક્કી કર્યાં 3 નવાં સ્થળો; CJPએ ઉઠાવ્યા સવાલ

Rahul Gandhi Gyanesh Kumar: રાહુલ ગાંધીનો જ્ઞાનેશ કુમાર પર પ્રહાર, ‘એપ્રૂવર’ બની સત્ય જણાવવાની અપીલ; બપોરે 3 વાગ્યે સુપ્રીમ કોર્ટ પહોંચશે વિપક્ષ

  • October 12, 2026
  • 7 views
Rahul Gandhi Gyanesh Kumar: રાહુલ ગાંધીનો જ્ઞાનેશ કુમાર પર પ્રહાર, ‘એપ્રૂવર’ બની સત્ય જણાવવાની અપીલ; બપોરે 3 વાગ્યે સુપ્રીમ કોર્ટ પહોંચશે વિપક્ષ