
Ahmedabad: ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા મહિલા સુરક્ષા, ‘મહિલા સશક્તિકરણ’ની મોટી મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ ખરેખરમાં રાજ્યમાં મહિલાઓની હાલત કફોડી છે, રાજ્ય સરકાર મહિલાઓને સુરક્ષા આપવામાં સાવ નિષ્ફળ ગઈ છે. તેમાંય અમદાવાદ શહેર જે સૌથી વધુ સુરક્ષિત હોવાનું કહેવાય છે. તાજેતરમાં અમદાવાદને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરાયું હતું. ત્યારે અમદાવાદની વાસ્તવિકતા તો કંઈક અલગ જ સામે આવી રહી છે.
શેલાના ઓર્ચિડ વેલી એપાર્ટમેન્ટમાં યુવકોની દાદાગીરી
મળતી માહિતી મુજબ અમદાવામાં આવેલ શેલાના ઓર્ચિડ વેલી એપાર્ટમેન્ટમાં મહિલાઓ અને યુવતીઓને પોતાના જ ઘરમાં અસુરક્ષિત મહેસૂસ કરવું પડે છે. કારણ કે, શેલાના ઓર્ચિડ વેલી એપાર્ટમેન્ટમાં યુવકો દાદાગીરી કરે, મહિલાઓ સાથે ગેરવર્તન કરે, સોસાયટીના નિયમ તોડે, અર્ધનગ્ન થઈને ગેલેરીમાં ફરે, પાર્ટી કરે છે. જેનાથી કંટાળીને પી.જી. અને ભાડેથી રહેતા યુવકોની દાદાગીરી અને મહિલાઓ સાથેના ગેરવર્તનની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવા ખુદ મહિલાઓ રૂબરૂ ગયા ત્યારે આટલી ગંભીર ફરિયાદો છતાં પોલીસ તંત્ર મૌન છે FIR નોંધવા સુધા પોલીસ તૈયાર નથી.
યુવરાજસિંહે સરકાર અને પોલીસ પર કર્યા પ્રહારો
આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ટ્વિટ કરીને માહિતી આપી છે તેમજ મહિલા સુરક્ષાને લઈને અમદાવાદ પોલીસ અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.તેમણે લખ્યું છે કે, એક તરફ સરકાર ‘નારી વંદના’, ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અને ‘મહિલા સશક્તિકરણ’ જેવા મનમોહક નારાઓ આપે છે, તો બીજી તરફ કહેવાતા ‘સૌથી સુરક્ષિત શહેર’ અમદાવાદની વાસ્તવિકતા કંઇક અલગ જ ચિત્ર રજૂ કરે છે. શું આ તે જ પોલીસ છે જે મહિલા સુરક્ષા માટે મોટા મોટા દાવાઓ કરે છે ? શું આ તે જ પોલીસ છે જેની પાસે ‘ડબલ એન્જિન’ સરકારની સુરક્ષાનું કવચ છે?
પી.જી.ના સંચાલકો સામે પોલીસ ફરિયાદ લેવા તૈયાર નહીં
સોસાયટીના રહીશો પી.જી.ના સંચાલકો સામે પોલીસમાં રજૂઆત કરવા જાય છે, પરંતુ પોલીસ કાર્યવાહીને બદલે માત્ર સંભાળે છે. કાયદાનું પાલન કરાવવાની જવાબદારી જેને સોંપવામાં આવી છે, તે જ કાયદાના ઉલ્લંઘન સામે આંખ આડા કાન કરે તો કેમ ચાલે? જ્યારે પી.જી. અને બૅચલર ફ્લૅટ્સના કચરામાંથી દારૂ-બિયરની બોટલો મળે છે, અર્ધનગ્ન યુવકો બાલ્કનીમાં ફરે છે અને રાત્રે મોટે અવાજે સંગીત વગાડી પાર્ટીઓ થાય છે, ત્યારે ક્યાં છે કાયદો અને વ્યવસ્થા?
સરકાર કાગળ પર તો મહિલા સશક્તિકરણની વાતો કરે છે, પરંતુ જ્યારે વાસ્તવિકતામાં મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થાય છે, ત્યારે એ જ સિસ્ટમ નિષ્ક્રિય બની જાય છે. શું આ પ્રકારનું વલણ ‘મહિલા સશક્તિકરણ’ને માત્ર એક મજાક બનાવી દેતું નથી?
શું આ ઘટના પોલીસ એપાર્ટમેન્ટ કે MLA ક્વાર્ટર માં બની હોત તો FIR ન નોંધાતા ?🤔
❓વાસ્તવિક રીતે ‘મહિલા સશક્તિકરણ’ કે માત્ર એક નારો ?
🛑એક તરફ સરકાર ‘નારી વંદના’, ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અને ‘મહિલા સશક્તિકરણ’ જેવા મનમોહક નારાઓ આપે છે, તો બીજી તરફ કહેવાતા ‘સૌથી સુરક્ષિત શહેર’… pic.twitter.com/jhA6OZx6qb
— Yuvrajsinh Jadeja (@YAJadeja) September 11, 2025
“સેફેસ્ટ સિટી”ના નારા પોકળ
વધુમાં તેમણે લખ્યું કે, આ ઘટના માત્ર એક એપાર્ટમેન્ટ કે સોસાયટી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર સમાજ અને તંત્રની માનસિકતા દર્શાવે છે. ક્યાં સુધી આપણાં નારાઓ અને વાસ્તવિકતા વચ્ચે આટલું મોટું અંતર રહેશે ? ક્યાં સુધી મહિલાઓને સુરક્ષા માટે પોતાના જ ઘરમાં લડવું પડશે ? આ પ્રશ્નોનો જવાબ સરકાર અને પોલીસ પાસેથી માંગવાનો સમય આવી ગયો છે. શું આપણી દીકરીઓ અને બહેનોને સુરક્ષા આપવા માટે માત્ર નારાઓ પૂરતા છે, કે ખરેખર નક્કર પગલાં ભરવાની જરૂર છે ? FIR નોંધાતી કેમ નથી? આ સાથે તેમણે અમદાવાદ મહિલાઓ માટે નહીં, ગુનેગારો માટે “સેફ ઝોન” બન્યું લાગે છે. “સેફેસ્ટ સિટી”ના નારા લગાડવાથી સુરક્ષિત શહેર નહીં બન્ને, નકર પગલાં લઈને દાખલો બેસાડવો પડશે.
આમ અમદાવાદ પોલીસ કમિશ્નર અમદાવાદને જે અમદાવાદ શહેરને સૌથી વધુ સેફ ગણાવે છે અને પોલીસની સારી સારી કામગીરીને બતાવીને વાહવાહી કરે છે ત્યારે ખરેખરમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે ત્યારે કેમ કાર્યવાહીમાં ઢીલાશ બતાવવામાં આવે છે શું આવા લોકો પર પોલીસના આશીર્વાદ હોય છે ?
આ પણ વાંચો:
Nepal Gen-Z Revolution: ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ નેપાળમાં ફસાયા, મદદ માટે કરી અપીલ









