Obscene Imagery: અશ્લીલ કન્ટેન્ટ મામલે X એ ભૂલ સ્વીકારી,કહ્યું, ભારતીય કાયદાનું થશે પાલન ; 600 એકાઉન્ટ બંધ

  • India
  • January 11, 2026
  • 0 Comments

●એક્સ ઝૂક્યું ગ્રોક પર હવે બિકીની ફોટા બનાવી નહિ શકાય ; xAI ને ઇમેજ જનરેશનને બંધ કરવાની ફરજ પડી

●એલોન મસ્કે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરના તેમના ગ્રોક ચેટબોટના ઇમેજ જનરેશન ફંક્શનને ફક્ત પેઇડ સબ્સ્ક્રાઇબર્સ સુધી મર્યાદિત રાખ્યું છે. આ ટૂલ મહિલાઓની અશ્લીલ છબીઓ બનાવવા માટે AI નો ઉપયોગ કરી રહ્યું હતુ જે હવેથી નહિ કરી શકાય

Obscene Imagery: અશ્લીલ કન્ટેન્ટ મામલે આખરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ પોતાની ભૂલ સ્વીકારી છે અને કહ્યું છે કે તે ભારતીય કાયદાનું પાલન કરશે.X દ્વારા લગભગ 3,500 સામગ્રી બ્લોક કરવામાં આવી છે અને 600 થી વધુ એકાઉન્ટ્સ ડિલીટ કરવામાં આવ્યા છે.સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, X હવે અશ્લીલ તસવીરો પોસ્ટ કરવાની મંજૂરી આપશે નહીં. સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પાસેથી Groq AI સંબંધિત અશ્લીલ સામગ્રીને રોકવા માટેના પગલાં અને તેના ભવિષ્યની યોજનાઓ અંગે માહિતી માંગતા X દ્વારા વિગતવાર પ્રતિભાવ મોકલ્યો હતો પરંતુ તેમાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી સામેલ ન હતી તેથી માહિતી અને પ્રસારણ મંત્રાલયે નિર્દેશ આપ્યો હતો કે Groq જેવા કૃત્રિમ બુદ્ધિમત્તાવાળા ચેટબોટ્સનો ઉપયોગ મહિલાઓની જાતીય અને અશ્લીલ છબીઓ બનાવવા માટે અટકાવવા માટે પગલાં લેવામાં આવે.

કેન્દ્ર સરકારના કડક પગલાં બાદ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ પોતાની ભૂલ સ્વીકારી છે. કંપનીએ કહ્યું છે કે તે ભારતીય કાયદાનું પાલન કરશે ત્યારબાદ X એ 600 થી વધુ એકાઉન્ટ્સ પણ ડિલીટ કર્યા છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ તેના નવા AI ફીચરના દુરુપયોગને રોકવા માટે પગલાં લીધા છે.હવે, Grok ને આદેશો અભદ્ર અને અશ્લીલ છબીઓ બનાવવાથી અટકાવશે.

અત્યારસુધી X ના AI ફીચર Grokનો ઉપયોગ ફક્ત એક સરળ આદેશનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિની અશ્લીલ છબીઓ બનાવવા માટે કરવામાં આવી રહ્યો હતો.ભારત અને યુકે સહિત ઘણા દેશોએ X ને આ ફીચર સામે ફરિયાદો ઉઠી હતી અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. ત્યારબાદ એલોન મસ્કની કંપની, X એ આ નિર્ણય લીધો છે.

વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે Groq એ કોઈપણ વ્યક્તિની તસવીર પરથી કપડાં કાઢવાની મંજૂરી આપવાનું શરૂ કર્યું, જેના કારણે પ્લેટફોર્મ પર ડીપફેક છબીઓનો મોટો સિલસિલો શરૂ થયો અને મુખ્યત્વે મહિલાઓની તસવીરો નગ્ન હાલતમાં બનાવવાનું શરૂ થતાં તેનો વિરોધ શરૂ થયો જેનો ભારત અને યુકે તરફથી કડક ચેતવણી બાદ xAI ને ઇમેજ જનરેશનને બંધ કરવાની ફરજ પડી છે.

મહત્વનું છે કે,ગ્રોક ચેટબોટને X પ્લેટફોર્મમાં ઇન્ટિગ્રેટ કરાયા બાદ કેટલાક યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડાર્ક વેબ પર યુવતીઓ અને બાળકોના વાંધાજનક પોસ્ટ્સ બનાવવાનું અને શેર કરવાનું શરૂ થયું હતું,જેનો મોટાપાયે વિરોધ થતાં હવે તેની ઉપર પ્રતિબંધ લગાવાયો છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
  • February 1, 2026

●અમેરિકામાં સગીરાઓનું શારીરિક શોષણ કરવું અને કરાવવાના પ્રકરણમાં દોષિત રેપીસ્ટ જેક્રી એપસ્ટેઇનની ફાઇલ્સમાં નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસે આરોપ મૂકી તેનો જવાબ આપવા જણાવ્યું છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ…

Continue reading
Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ ! શરદ પવારની સૂચક ગેરહાજરી!
  • January 31, 2026

Maharashtra News: સ્વર્ગસ્થ NCP નેતા અજિત પવારના પત્ની સુનેત્રા પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા આ સાથેજ તેઓ રાજ્યના પ્રથમ નાયબ મુખ્યમંત્રી બન્યા છે,ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

  • February 1, 2026
  • 9 views
The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં  નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ!  એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ ! શરદ પવારની સૂચક ગેરહાજરી!

  • January 31, 2026
  • 2 views
Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ ! શરદ પવારની સૂચક ગેરહાજરી!

Surat News: મહુવામાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ,જુઓ વિડીયો

  • January 31, 2026
  • 7 views
Surat News: મહુવામાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ,જુઓ વિડીયો

GOI-IES: યુરોપના આ દેશે ભારતીય સ્ટુડન્ટ્સ માટે ‘ફ્રી સ્ટડી વિથ લાખ્ખોના સ્ટાઇપેન્ડ’ની કરી ઓફર! જાણો,શુ હોય છે પ્રોસેસ!

  • January 31, 2026
  • 7 views
GOI-IES: યુરોપના આ દેશે ભારતીય સ્ટુડન્ટ્સ માટે ‘ફ્રી સ્ટડી વિથ લાખ્ખોના સ્ટાઇપેન્ડ’ની કરી ઓફર! જાણો,શુ હોય છે પ્રોસેસ!

Narendramodi: ગંગા નદી પાપીઓના પાપ ધોતા ધોતા મેલી થઈ ગઈ! ₹ 25000 કરોડ કોણ ખાઈ ગયું? જુઓ વિશેષ અહેવાલ

  • January 31, 2026
  • 3 views
Narendramodi: ગંગા નદી પાપીઓના પાપ ધોતા ધોતા મેલી થઈ ગઈ! ₹ 25000 કરોડ કોણ ખાઈ ગયું? જુઓ વિશેષ અહેવાલ

Donald Trump: શું ટ્રમ્પ ચીનને ‘મહાન’ બનાવવામાં વ્યસ્ત છે? દુનિયાના મુખ્ય દેશો ચીન તરફ વળ્યા! જગત જમાદારની બુદ્ધિ ‘બહેર’ મારી ગઈ છે!

  • January 31, 2026
  • 4 views
Donald Trump: શું ટ્રમ્પ ચીનને ‘મહાન’ બનાવવામાં વ્યસ્ત છે? દુનિયાના મુખ્ય દેશો ચીન તરફ વળ્યા! જગત જમાદારની બુદ્ધિ ‘બહેર’ મારી ગઈ છે!