
Air India: બેંગલુરુથી વારાણસી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મુસાફરે કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, જેના કારણે અંદર હંગામો મચી ગયો. મુસાફરે સાચો પાસકોડ દાખલ કર્યો , પરંતુ કેપ્ટને હાઇજેકિંગના ડરથી દરવાજો ખોલ્યો નહીં. તે વ્યક્તિ આઠ અન્ય મુસાફરો સાથે મુસાફરી કરી રહ્યો હતો. બધા નવ મુસાફરોને CISFને સોંપવામાં આવ્યા.
મુસાફરે બળજબરીપૂર્વક કોકપિટમાં ઘૂસવાનો કર્યો પ્રયાસ
એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, “અમને વારાણસી જતી ફ્લાઇટ વિશે મીડિયા રિપોર્ટ્સમાંથી માહિતી મળી હતી. એક મુસાફર ટોઇલેટ શોધતી વખતે કોકપીટ એક્સેસ એરિયામાં ઘૂસી ગયો હતો. અમે જનતાને ખાતરી આપવા માંગીએ છીએ કે વિમાનમાં કડક સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે અને કોઈપણ પ્રકારની ભૂલ થઈ નથી. લેન્ડિંગ સમયે આ ઘટનાની જાણ અધિકારીઓને કરવામાં આવી હતી અને હાલમાં તપાસ ચાલી રહી છે.”
મુસાફરે કોકપીટમાં પ્રવેશવાનો પ્રયાસ કેમ કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX-1086 સવારે 8 વાગ્યા પછી બેંગલુરુથી રવાના થઈ હતી. ફ્લાઇટ વારાણસીમાં ઉતર્યા પછી, આરોપી મુસાફરોને CISF કર્મચારીઓને સોંપવામાં આવ્યા હતા.
પાયલોટે હાઇજેક થવાના ડરથી દરવાજો ખોલ્યો નહીં
એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ ઉડાન ભર્યાના થોડા સમય પછી , એક મુસાફરે કોકપીટ કેબિનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. પાસકોડ દ્વારા પ્રવેશતાની સાથે જ સિગ્નલ પાઇલટ સુધી પહોંચી ગયો . જ્યારે પાયલોટે સીસીટીવી ફૂટેજ જોયું , ત્યારે તેને હાઇજેકનો ડર લાગ્યો અને તેણે દરવાજો ખોલ્યો નહીં. આનાથી પ્રશ્નો ઉભા થયા કે આ મુસાફર કોકપીટ પાસકોડ કેવી રીતે જાણતો હતો .
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરનાર મુસાફર પહેલી વાર ઉડાન ભરી રહ્યો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણે આવું કેમ કર્યું, ત્યારે તેણે કહ્યું કે તે શૌચાલયનો ઉપયોગ કરવા માંગતો હતો અને તેને લાગ્યું કે તે દરવાજો છે. જોકે, જ્યારે ક્રૂએ તેને જાણ કરી કે તેણે કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે તે શાંતિથી પાછળ હટી ગયો.
આ પણ વાંચો:
Ahmedabad: રાજપથ, કર્ણાવતી ક્લબ સહિત 7 સ્થળોએ નોવેક્સ સંગીત પર પ્રતિબંધ!
પાકિસ્તાની સેનાએ પોતાના જ દેશ પર બોમ્બમારો કર્યો, 30 લોકોના મોત, શું છે કારણ? | Pakistani Army
Chaitar vasava: નવરાત્રીના પહેલા જ દિવસે ચૈતર વસાવાના જામીન મંજૂર, આ શરતોનું કરવું પડશે પાલન
The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF








