Ajmer Hotel Fire: અજમેર હોટલમાં લાગેલી આગમાં 3 ગુજરાતી સહિત 4 ના મોત, બચાવકર્મીઓની હાલત બત્તર

  • India
  • May 2, 2025
  • 8 Comments

Ajmer Hotel Fire: રાજસ્થાનના અજમેરની હોટલમાં લાગેલી ભયંકર આગમાં 3 ગુજરાતીઓ સહિત પાંચ લોકોના મોત થયા છે. અમરેલીના પતિ, પત્ની સહિત તેમના પુત્રનું મોત થઈ ગયું છે. તેઓ હોટલમાં આગ લાગતાં નીચે કૂદી પડ્યા હતા. પોલીસકર્મી સહિત ફાયર વિભાગના કર્મીઓની તબિયત લથડી ગઈ છે.

ગઈકાલે ગુરુવારે સવારે દિગ્ગી બજારમાં ગેરકાયદેસર રીતે સંચાલિત હોટેલ નાઝમાં બનેલી ઘટનામાં એક બાળક સહિત ચાર યાત્રાળુઓના મોત થયા હતા. હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પરના ઇલેક્ટ્રિક પેનલમાં આગ લાગતાં જ ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી. આગની જ્વાળાઓ જોઈને હોટલના કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા ભાગી ગયા હતા. જ્યારે રૂમમાં રહેતા લોકો હોટલની બારીઓમાંથી કૂદવા લાગ્યા હતા. આ આગની ઘટનામાં ગુજરાતના એક યાત્રાળુ પરિવારના ત્રણ સભ્યોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. જ્યારે દિલ્હીના એક યાત્રાળુનું બારીમાંથી કૂદકો મારવાથી મોત થયું હતુ.

આગની માહિતી મળતાં જ પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ ટીમે પોતાનો જીવ જોખમમાં મૂકીને હોટલમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા. લોકોને બચાવવાનો પ્રયાસ કરતી વખતે, મહિલા ફાયર ફાઇટર, કૃષ્ણા મીનાની તબિયત બગડી ગઈ. આગ ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ અને આખી ઇમારત ધુમાડાથી ભરાઈ ગઈ. આવી સ્થિતિમાં યાત્રાળુઓ બહાર આવી શકતા ન હતા.

હોટેલના રૂમ નંબર 104 માં રહેતા ગુજરાતના અમરેલીના રહેવાસી નૂરાની અલ્ફેઝ હારૂનભાઈ (ઉ.વ. 29 ), તેમની પત્ની નૂરાની શબનમ (ઉ.વ. 24) અને તેમના દોઢ વર્ષના પુત્ર અરમાનનું ગુંગળામણથી મોત થયું. સાથે જ દિલ્હીના રહેવાસી મોહમ્મદ ઝાહિદ ઉર્ફે મહેન્દ્ર ( ઉ.વ. 40)નું ચોથા માળેથી કૂદકો મારવાથી મોત થઈ ગયું હતુ. ઝાહિદનો દોઢ વર્ષનો પુત્ર ઇબ્રાહિમ અને પત્ની રેહાના (ઉ.વ. 36) ગંભીર રીતે ઘાયલ થયા હતા.

હોટેલ જવા માટે કોઈ વૈકલ્પિક રસ્તો નહોતો.

ADRF જવાન રાજેન્દ્ર ગુર્જરે જણાવ્યું કે આગ બુઝાયા બાદ ટીમે હોટલમાં તપાસ હાથ ધરી હતી. સીડી સિવાય વૈકલ્પિક રસ્તાઓના અભાવે હોટેલને મોટું નુકસાન થયું. જો હોટલની સામે બાલ્કની કે લોખંડની સીડી હોત, તો યાત્રાળુઓને સમયસર સરળતાથી બહાર કાઢી શકાઈ હોત. આ ઉપરાંત, છત અને દિવાલો પર ફોર્જિંગ અને લાકડાના ફર્નિચરનો મોટો જથ્થો હોવાથી આગ વધુ તીવ્ર બની હતી.

ફાયર ફાઇટરની તબિયત લથડી

બચાવકાર્ય દરમિયાન ફાયર ફાઇટરોની એક ટીમ હોટેલમાં પ્રવેશી. ધુમાડા અને ગરમીને કારણે, મહિલા અગ્નિશામક, કૃષ્ણા મીના માટે શ્વાસ લેવામાં તકલીફ પડી. તેમની તબિયત બગડતા જ તેમના સાથી ફાયરમેન તેમને તરત જ હોટલની બહાર લઈ આવ્યા. અહીંથી તેને હોસ્પિટલ મોકલવામાં આવ્યો. જ્યાં દાખલ અને સારવાર બાદ સાંજે તેમને રજા આપવામાં આવી. કેટલાંક પોલીસકર્મીઓની પણ તબિયત લથડી હતી.

આ પણ વાંચોઃ

Surat: બાળક સાથે ભાગેલી 23 વર્ષિય શિક્ષિકા ગર્ભવતી, મેડિકલ રિપોર્ટમાં ઘટસ્ફોટ

Ajmer Hotel Fire: અજમેર હોટલમાં લાગેલી આગમાં 3 ગુજરાતી સહિત 4 ના મોત, બચાવકર્મીઓની હાલત બત્તર

ગોંડલમાં વટ અને વેર પરિબળ કામ કરી રહ્યું છે?, શું છે ઈતિહાસ? | Gondal

Gujarat માં ભર ઉનાળે માવઠાની આગાહી, તાપમાનમાં ઘટાડો થશે

Airspace close: ભારતીય કાર્યવાહીનો પાકિસ્તાનમાં ડર? કરાચી અને લાહોર હવાઈ ક્ષેત્ર બંધ!

Banaskantha: ગોંડલ જેવી ઘટના બનાસકાંઠાના ભાભરમાં, બે સમાજ વચ્ચે વિખવાદ

KHEDA: ઠાસરાના આગરવામાં કરંટ લાગતા 2 બાળકો અને માતાનું કરુણ મોત, કનીજમાં ડૂબતાં 6ના મોત

 

 

 

Related Posts

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા
  • June 15, 2025

Maharashtra Pune, Indrayani river bridge Collapsed: મહારાષ્ટ્રના પૂણેમાં આવેલા પિંપરી ચિંચવાડમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો. ઘટના સમયે ઘટનાસ્થળે ભારે ભીડ હતી અને પ્રારંભિક માહિતી મુજબ 20 થી 25…

Continue reading
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!
  • June 15, 2025

Adani’s Haifa port attack: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બની રહ્યો છે. શનિવારે ઈરાને ઈઝરાયલના દરિયાકાંઠાના શહેર હાઈફાને નિશાન બનાવીને અનેક બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. હાઈફા ઈઝરાયલનું એક…

Continue reading

One thought on “Ajmer Hotel Fire: અજમેર હોટલમાં લાગેલી આગમાં 3 ગુજરાતી સહિત 4 ના મોત, બચાવકર્મીઓની હાલત બત્તર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ