
Ambaji: ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પી.એન. માળીના પુત્ર અક્ષય માળીએ બંધ મંદિરમાં રીલ બનાવી, જેનાથી ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. મંદિરમાં બપોરના સમયે દર્શન બંધ હોય છે, છતાં અક્ષયે કેમેરામેન સાથે પ્રવેશ કરી વીડિયો શૂટ કર્યો, જેમાં મંદિરના કર્મચારીઓ પણ જોવા મળ્યા. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે નેતાના પુત્રને VVIP સુવિધા આપવામાં આવી હશે.
અંબાજી મંદિરમાં ભાજપ નેતાના પુત્રએ બનાવી રીલ
અંબાજી મંદિર ટ્રસ્ટના નિયમો અનુસાર, ભક્તોને મોબાઈલ ફોન સાથે પ્રવેશની મનાઈ છે, અને બંધના સમયે મંદિરમાં પ્રવેશ પણ પ્રતિબંધિત છે. આવી સ્થિતિમાં અક્ષય માળીને ખાસ સુવિધા આપવામાં આવી હોવાનો આરોપ ભક્તોએ લગાવ્યો છે. સ્થાનિક ભક્ત રમેશભાઈ પટેલે કહ્યું, “જો સામાન્ય ભક્તોને નિયમોનું પાલન કરવું પડે છે, તો નેતાઓના પરિવારને શા માટે ખાસ છૂટ મળે છે?”
ભક્તો માટે મંદિર બંધ, નેતાના પુત્રએ બંધ મંદિરમાં બનાવી રીલ
શક્તિપીઠ અંબાજી મંદિરમાં બપોરના સમયે મંદિર બંધ હોય છે અને તે સમયે બીજેપી બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પી.એન માળીના પુત્ર અક્ષય માળીએ બંધ મંદિરમાં કેમેરામેન સાથે પ્રવેશ કરી રિલ બનાવી….
નેતાના પુત્ર સાથે મંદિરના… pic.twitter.com/jqtIpjyGKb
— Jay Acharya ( Journalist ) (@AcharyaJay22_17) September 10, 2025
અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં
આ ઘટનાએ સોશિયલ મીડિયા પર પણ હોબાળો મચાવ્યો છે, જ્યાં લોકો આને ભાજપના નેતાઓ દ્વારા સત્તાનો દુરુપયોગ ગણાવી રહ્યા છે. અંબાજી મંદિર ટ્રસ્ટે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી, પરંતુ ભક્તો માંગ કરી રહ્યા છે કે આ ઘટનાની તપાસ થાય અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ મુદ્દો રાજકીય વિવાદમાં પરિવર્તિત થવાની શક્યતા છે, કારણ કે વિપક્ષ આને સરકારની નિષ્ફળતા તરીકે રજૂ કરી શકે છે.
બંધ મંદિરમાં દર્શન કર્યા એ નેતાજીના પુત્રએ સ્વીકાર્યું #Gujarat #Ambaji #AmbajiTemple @CollectorBK @TempleAmbaji @pnmalibjp pic.twitter.com/ptEd0Fxhne
— Jay Acharya ( Journalist ) (@AcharyaJay22_17) September 11, 2025
બંધ મંદિરમાં દર્શન કર્યાએ નેતાજીના પુત્રએ સ્વીકાર્યું
આ વીડિયો વાયરલ થયા પછી લોકોએ ભારે ટીકા કર્યા બાદ નેતાના પુત્રનું નિવેદન પણ સામે આવ્યું છે. અક્ષય માળીએ કહ્યું કે, આ વીડિયો વાયરલ થયો છે તેનું કોઈ અર્થઘટન છે નહીં અને જેને પણ કર્યું તે બહું ખોટું કર્યું છે. અમારે ધોરી મુકામે કેમ્પ થાય છે. તે કેમ્પની ધજા લેવા મારે જવાનું હતું અને હું તે કેમ્પની ધજા લેવા માટે પહોંચ્યો ત્યારે મંદિરની જાળી બંધ હતી અને તે બંધ જાળીમાંથી માતાજીન મે દર્શન કર્યા છે. તે સમય સંજોગે માતાજીનું મંદિર બંધ હતુ અને હું પહોચ્યો ત્યારે મેં માતાજીના દર્શન કર્યા છે. મને કોઈ વીઆઈ પી લાઈનમાંથી લઈ ગયા કે નથી મને કોઈના કહેવાથી પ્રવેસ આપ્યો છે એટલા માટે હું બધાને વિનંતી કર્યું છે કે, આનું કોઈ ખોટું અર્થ ઘટન કરશો નહીં. તેનાથી હું તો બદનામ થવ જ છું પણ તેનાથી મા અંબાનું શક્તિપીઠ પણ બદનામ થાય છે.
આ પણ વાંચો:
Nepal Gen-Z Revolution: ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ નેપાળમાં ફસાયા, મદદ માટે કરી અપીલ








