
Murder In US: અમેરિકામાં એક ગુજરાતી પરિવારના પિતા-પુત્રીની હત્યા કરવામાં આવતાં પરિવારમાં શોકનો માહોલ છે. એકાએક પિતા-પુત્રી પર સ્ટોરમાં ઘૂસી અશ્વેત હુમલાખોરે ગોળીઓ ચલાવી હોવાની જાણકારી મળી રહી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
પિતા પુત્રીને ગોળીઓથી વિંધી નાખ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના અમેરિકાના વર્જિનિયાના એકોમેક કાઉન્ટીમાં ઘટી હતી. મૃતકો મહેસાણાના કનોડા ગામના પટેલ પરિવારના સભ્યો હતા. 56 વર્ષીય પિતા પ્રદિપકુમાર રતિલાલ પટેલ અને 24 વર્ષીય પુત્રી ઉર્વિ પ્રદિપકુમાર પટેલ સ્ટોરમાં બેઠા હતા. ત્યારે એક અશ્વેત શખ્સ અચાનક સ્ટોરમાં ઘૂસી આવી બંને પર ગોળીઓ ચલાવી દીધી ગતી. આ હુમલામાં પિતાનું ઘટનાસ્થળે જ જ્યારે પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું હતુ. મિડિયા અહેવાલો અનુસાર ઘટનાસ્થળે ભયંકર રીતે લોહી વહી ગયું હતુ.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હુમલાખોરની તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી. હત્યા પાછળનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. આ ઘટનાને કારણે અમેરિકામાં વસતા ગુજરાતીઓ અને ભારતીય સમુદાયમાં દુઃખ સાથે ભયનો માહોલ છે.
આ પણ વાંચોઃ Morabi: મોરબીમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા મોટું આંદોલન! જુઓ VIDEO
આ પણ વાંચોઃ ખંભાતનો દરિયો વધી રહ્યો છે આગળ, માટીની ભેખડો ધસી, કેમ આવું થઈ રહ્યું છે અને શું અસર થશે? |Gulf of Khambhat
આ પણ વાંચોઃ Anand: પાલિકા કારોબારી ચેરમેનની પત્ની અને સોશિલય મિડિયા ઈન્ફ્લુએન્સર રિદ્ધિ પટેલનું મોત
આ પણ વાંચોઃ Rajkot Crime: આરોપી ભૂવાએ મહિલાના મોતનો દોષ માતાપિતા પર નાખ્યો, વાંચો વધુ