અમેરિકાનો મોટો નિર્ણય; યુક્રેનને અપાતી તમામ મદદ બંધ કરવાની કરી જાહેરાત

  • World
  • March 4, 2025
  • 0 Comments
  • અમેરિકાનો મોટો નિર્ણય; યુક્રેનને અપાતી તમામ મદદ બંધ કરવાની કરી જાહેરાત
  • હવે યુક્રેનને યુરોપનો સહારો
  • રાષ્ટ્રપતિ ઝેલેન્સકી હવે શું કરશે?

વ્હાઇટ હાઉસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે વિવાદ બાદ અમેરિકા એક્શન મોડમાં આવ્યું છે. ટ્રમ્પે યુક્રેનને અપાતી તમામ સૈન્ય મદદ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દીધો છે. આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પને ખાતરી ન મળે કે ઝેલેન્સકી ખરેખર શાંતિ ઇચ્છે છે ત્યાં સુધી યુક્રેનને રોકેલી લશ્કરી સહાય પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં.

નામ ન આપવાની શરતે બોલતા અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકા લશ્કરી સહાય બંધ કરીને આ બાબતની સમીક્ષા કરી રહ્યું છે. અમેરિકાના આ પગલાને ટ્રમ્પ સાથેની તેમની ચર્ચાનું પરિણામ ગણાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આનાથી એક અબજ ડોલરના હથિયારો અને દારૂગોળા સંબંધિત સહાય પર અસર પડશે.

હવે યુક્રેનને યુરોપનો સહારો

ઝેલેન્સ્કી અગાઉ પણ કહી ચૂક્યા છે કે તેમને નથી લાગતું કે યુદ્ધ વહેલા સમાપ્ત થશે, જે બાદ ટ્રમ્પે તેમની ટીકા કરી હતી. ટ્રમ્પના મોટા નિર્ણય બાદ યુક્રેનને ઝટકો લાગ્યો છે. હવે ઝેલેન્સ્કીની નજર યુરોપ પર રહેશે. રશિયા સામેના યુદ્ધમાં યુરોપના મોટા ભાગના દેશો દ્વારા યુક્રેનને મદદનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.

ટૂંક સમય અગાઉ લંડનમાં મળેલી યુરોપના દેશોની ઈમરજન્સી બેઠકમાં પણ તમામ દેશો યુક્રેનની મદદ માટે સહમત થયા હતા. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિ અમેરિકાના પ્રવાસ પર પહોંચ્યા હતા. જોકે વ્હાઇટ હાઉસમાં મીડિયાની સામે જ ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. જે બાદ ઝેલેન્સ્કી બ્રિટન પહોંચ્યા જ્યાં યુરોપિયન દેશોએ યુક્રેનને ટેકો જાહેર કર્યો હતો. યુરોપના અનેક દેશોના વડા સાથે યુક્રેનના રાષ્ટ્રપતિએ બેઠક કરી હતી. યુરોપિયન દેશો દ્વારા યુદ્ધ રોકવા માટે એક ‘પીસ પ્લાન’ પણ બનાવવામાં આવ્યો છે, જે ટ્રમ્પ સમક્ષ રજૂ કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ ઝેલેન્સકી હવે શું કરશે?

અમેરિકા દ્વારા યુક્રેનને લશ્કરી સહાય બંધ કરવાથી રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને મોટો ઝટકો લાગ્યો છે. આવી સ્થિતિમાં તેમની આશા હવે સંપૂર્ણપણે યુરોપ પર ટકેલી છે. યુરોપે યુદ્ધમાં યુક્રેનને મદદ કરવાનું ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. લંડનમાં બ્રિટનના નેતૃત્વમાં યોજાયેલી યુરોપિયન દેશોની કટોકટીની બેઠકમાં યુક્રેનને મદદ કરવાની સર્વસંમતિથી વાત કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી તાજેતરમાં અમેરિકા પહોંચ્યા હતા. પરંતુ વ્હાઇટ હાઉસમાં યુએસ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ વચ્ચે ઝેલેન્સકી સાથે ગરમાગરમ ચર્ચા પછી તેઓ અમેરિકાથી સીધા બ્રિટન ગયા જ્યાં બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે તેમનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું. યુક્રેનના સમર્થનમાં બ્રિટનમાં યુરોપિયન નેતાઓની એક ઇમરજન્સી બેઠક યોજાઈ હતી.

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે રવિવારે લંડનમાં યુરોપિયન નેતાઓની એક મહત્વપૂર્ણ સમિટનું આયોજન કર્યું હતું. યુરોપિયન નેતાઓના આ સમિટમાં સ્ટાર્મરે યુરોપની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી અને યુક્રેનને સમર્થન આપવાની ખાતરી આપી. આ પરિષદનો ઉદ્દેશ્ય રશિયા-યુક્રેન યુદ્ધ તેમજ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની ગરમાગરમ ચર્ચાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિનો ઉકેલ શોધવાનો હતો.

આ પણ વાંચો- Ahmedabad: પત્ની-બાળકોને મળી પાછા આવતા યુવકની હત્યા, જાણો કોણે કરી હત્યા?

Related Posts

Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી
  • August 7, 2025

Pakistan News: એક તરફ અર્થતંત્ર ખરાબ હાલતમાં હોવાથી, પાકિસ્તાન અન્ય દેશો અને સંસ્થાઓ પાસેથી નાણાકીય મદદ માટે વિનંતી કરી રહ્યું છે. બીજી તરફ, દેશના નાગરિકો તેને વ્યવસાય તરીકે અપનાવી રહ્યા…

Continue reading
Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ
  • August 7, 2025

Karachi Airport: કરાચી એરપોર્ટનો એક વિચિત્ર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જ્યાં એક ફૂડ સ્ટોરમાં કોન્ડમના રેપરથી બનેલી પ્લેટમાં ભોજન પીરસવામાં આવે છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 13 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

  • August 7, 2025
  • 8 views
Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 27 views
UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

  • August 7, 2025
  • 17 views
Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

  • August 7, 2025
  • 25 views
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

  • August 7, 2025
  • 26 views
Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ