
Amit shah on SIR: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી એકવાર ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો કે હાલનું SIR 2003માં થયું હતું, 2061માં થયું હતુ અને 2070માં પણ થયું હતું. આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. કેટલાકે તેને ભૂત-ભવિષ્યની ગડમથલ ગણાવી, તો કેટલાકે શાહની ‘ટાઈમ મશીન’ની મજાક ઉડાવી. અમિત શાહ ભવિષ્યની સફર કઈ રીતે કરી રહ્યા છે? તેવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે.
લોકો કેમ ઉડાવી રહ્યા છે અમિત શાહની મજાક?
વિરોધીઓએ આ નિવેદન પર કટાક્ષ કરતાં કહ્યું કે,”અમિતભાઈએ ભવિષ્ય નહીં, પણ ટાઈમ મશીન શોધી કાઢી હોય તો નવાઈ નહીં! આખરે, તેમની પાસે વડાપ્રધાન મોદી જેવા ‘રડાર સાયન્ટિસ્ટ’ છે” કોંગ્રેસના એક નેતાએ ટ્વીટ કર્યું, “શું શાહજી 2070માં ચાલ્યા ગયા? કૃપા કરીને ભવિષ્યનો ચૂંટણી ચિહ્ન પણ બતાવો”
સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર
જોકે, શાહના સમર્થકોનું કહેવું છે કે આ નિવેદન એક રૂપક હતું, જેમાં તેમણે દેશની સુરક્ષા અને સ્થિરતા પર ભાર મૂક્યો. પરંતુ સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર આવી ગયું. એક યુઝરે લખ્યું, “શાહ સાહેબ, ટાઈમ મશીનમાં જગ્યા હોય તો અમને પણ લઈ જાઓ, ટ્રાફિકમાંથી બચવું છે”
अमित शाह ने कहा कि अभी जो SIR हो रहा है, वो 2003 में भी हुआ है, 2061 में भी हुआ था और 2070 में भी हुआ था.
अब कुछ जलनखोर बोलेंगे कि ये भूत-भविष्य में चकरा गए हैं. ये भी तो हो सकता है कि इनके पास टाइम मशीन हो, आखिर इनके पास इतने बड़े रडार साइंटिस्ट मोदी जी हैं. 😴 pic.twitter.com/wKSWnVW00u
— Abhishek (@AbhishekSay) August 23, 2025
અમિત શાહનો વીડિયો ક્યારનો છે ?
રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવ્યો છે. તેવામાં મતદાર યાદીની સમીક્ષાને લઈને અમિત શાહે રાહુલ ગાંધી પર નિશાન સાધતી વખતે એવું નિવેદન આપ્યું કે, ચર્ચાનો વિષય બની ગયું તેમના આ નિવેદન બાદ લોકો કહી રહ્યા છે કે, અમિત શાહ પોતે ભવિષ્યમાં ચાલ્યા ગયા કે, પછી તેમની પાસે ટાઈમ મશીન છે કે, જેઓ ભવિષ્યને જોઈ શકે છે. આ વિડીયો અમિત શાહના 22 ઓગસ્ટ, 2025 ના મનોરમા ન્યૂઝ કોન્ક્લેવ ભાષણનો છે.
આ ઘટનાએ ફરી એકવાર રાજકારણમાં હાસ્ય અને કટાક્ષનો દોર શરૂ કર્યો છે. હવે જોવું રહ્યું કે શાહ આ ટાઈમ મશીન વિવાદમાંથી કેવી રીતે બહાર નીકળે છે, કે પછી ખરેખર 2070માં જઈને જવાબ આપે છે.
આ પણ વાંચો:
Ahmedabad: સેવન્થ ડે સ્કૂલ પર ફરી સ્થિતિ બેકાબૂ, પોલીસનો લોકો પર લાઠીચાર્જ, ભારે વિરોધ
Lipulekh Dispute: લિપુલેખ વિવાદ શું છે?, જેના પર ભારત-નેપાળ ફરી આમને સામને આવી ગયા?
Ahmedabad: ભ્રષ્ટાચારના પ્રતિકનું પતન, ખોખરા બ્રિજ તોડવાનું શરું, જુઓ