
Anand Police suspend: આણંદ જીલ્લામાં 4 પોલીસને એકાએક સસ્પેન્ડ કરી દેતાં ખળભળાટ મચી ગયો છે. આણંદ સબજેલના 4 પોલીસકર્મીઓને બરતરફ કરાયા છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓની મોટી બેદરકારી સામે આવી છે.
ફરજમાં બેદરકારી
આણંદ સબ જેલના ચાર પોલીસકર્મીઓ આરોપીને મંજૂરી વગર મેડિકલ માટે ટ્રેનમાં સુરત લઈ ગયા હતા. જેમાં 1 પોલીસકર્મી આરોપી સાથે ગયો હતો. જ્યારે 3 અધિકારી જેલમાં હતા. આરોપીને ટ્રેનમાં લઈ ગયાની જાણ DySPને થતાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ સમગ્ર મામાલાનો DySPએ રીપોર્ટ રજૂ કરતા જિલ્લા પોલીસ વડાએ કડક પગલા લીધા હતા અને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લખનીય છે કે પોલીસ ખાતામાં અનેકવાર લાલયાવાડી ઝડપાતી હોય છે. તાજેતરમાં જ ચરોતર પંથકના ખેડા ટાઉન પી.આઈ લાખો રુપિયાનો દારુ ન પકડવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
કયા પોલીસકર્મીઓ થયા સસ્પેન્ડ
કેતન છોટાભાઈ
રાજેન્દ્રસિંહ ચાવડા
પ્રકાશભાઈ વિક્રમભાઈ
મહમ્મદ તાબીશ
અગાઉ પણ 3 મહિલા મંજૂરી વગર ઘૂસતાં 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા
જાણકારી અનુસાર આ અગાઉ આ જ સબ જેલમાં સરપ્રાઈઝ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે 27મી જાન્યુઆરી 2025ના રોજ રાતે આણંદ નાયબ પોલીસ અધિક્ષક સહિતની ટીમે આણંદ સબ જેલનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન 3 મહિલાઓ હાજર મળી આવી હતી. તપાસ કરતા મંજૂરી વગર અનઅધિકૃત રીતે આરોપીઓને મળવા માટે પ્રવેશ કર્યો હોવાનું ખૂલ્યું હતું. જેથી ગંભીર બેદરકારી જણાઈ આવતા જેલગાર્ડ ફરજ ઉપરના આ.હેડ કોન્સ્ટેબલ ભાનુભાઈ અંબાલાલ, અ.હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ નારણભાઈ, અ.પો.કોન્સ્ટેબલ શેતલકુમાર દિનેશભાઈ અને અ.પો. કોન્સ્ટેબલ દક્ષેશકુમાર હિંમતભાઈ ચારેય પોલીસ કર્મચારીઓને આણંદ પોલીસ અધિક્ષકે સસ્પેન્ડ કરી દીધા હતા.
આ પણ વાંચોઃ Anand: બોરસદના યુવકે મુંબઈની યુવતી પર ગુજાર્યું દુષ્કર્મ, વિક્રોલી પોલીસ ઉઠાવી ગઈ
આ પણ વાંચોઃ Woman with Wild Hair! ટ્રમ્પ કંઈ પણ બોલી શકે; સુનિતા વિલિયમ્સના વાળ ઉપર ટિપ્પણી કરી બોલો
આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીનો વધુ એક બફાટ, કહ્યું મહાભારત કોઈ લેખકે લખેલી દંતકથા