
Anand Acident: આણંદના લાંભવેલ ગામ નજીક ગઈકાલે એક ભયંકર અકસ્માત થયો હતો. જેમાં ફોર વ્હીલર કારે રિક્ષાને સામેથી અડફેટે લેતાં રિક્ષા ડ્રાઈવર સહિત અંદર બેઠેલી એક વૃધ્ધાનું મોત થયું હતુ. જ્યારે બે લોકોને ગંભીર રીતે ઈજાઓ પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. આણંદ રુરલ પોલીસે કારચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી જાણકારી અનુસાર ગઈકાલે કણજરી ગામના રીક્ષા ડ્રાઈવર લાલજીભાઈ મુસાફરો સાથે આણંદ તરફ જઈ રહ્યા હતા. લાંભવેલ ગામના પેટ્રોલ પંપ નજીક સામેથી આવતી કાર સાથે રીક્ષા અથડાઈ હતી. અકસ્માતમાં 65 વર્ષીય નિર્મળાબેન મકવાણા(રહે. કણજરી) અને રિક્ષા ચાલક લાલજીભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
જ્યારે બે મુસાફરોને ઈજા પહોંચતાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ આણંદ રુરલ પોલીસને કરતાં ઘટનાસ્થળે પહોંચી બંને મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા. હાલ કાર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Share Market Crash: શેરમાર્કેટ પાતાળ લોકની યાત્રા પર; સાહેબ સિંહ માર્કેટમાં વ્યસ્ત
આ પણ વાંચોઃ Rajkot: ચાલુ બસે ડ્રાઈવરને મસાલો ઘસવો ભારે પડ્યો, કરાયો સસ્પેન્ડ