
Hiralba Jadeja: પોરબંદરમાં ધારાસભ્ય કાંધલ જાડેજાના (Kandhal Jadeja) કાકી હિરલબા જાડેજા (Hiralba Jadeja) હાલ વિવાદમાં આવ્યા છે. તાજેતરમાં હીરલબા જાડેજા સામે ખંડણીનો કેસ દાખલ કરવામા આવ્યોછે હજુ તો આ મામલે તપાસ ચાલી રહી છે. ત્યારે હિરલબા જાડેજા સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા સામે વધુ એક ગુનો નોંધાયો
મળતી માહિતી મુજબ હિરલબા જાડેજા સહિત 6 લોકો સામે સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમના પર બેંકના ખાતા ખોલીને સાયબર ફ્રોડ કર્યાનો ઉલ્લેખ છે. આ ફિરયાદમાં જણાવ્યા મુજબ તેઓએ વિવિધ બેન્કના 14 ખાતા ખોલી અલગ-અલગ રાજ્યના લોકો સાથે ઠગાઈ કરી છે. જેમાંથી પોરબંદરની કોટક બેન્કમાં 35.7 લાખ ખાતામાં લઈને તે પૈસાને સગેવગે કરી દીધા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. તેમજ કર્ણાટક, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશમાં 4 કરોડની છેતરપિડીનો પણ આક્ષેપ કરવામાં આવ્યોછે. આ મામલે સાયબર ક્રાઈમે પોતે ફરિયાદી બનીને કાર્યવાહી હાથ ધરી છે.
આટલા લોકો સામે નોંધાયો ગુનો
પોલીસે આ મામલે ખુલાસો કર્યો છે કે, હિરલબા અને તેમના સાથિદારોએ નાના માણસના બેંક એકાઉન્ટ ખોલાવીને સાઈબર ક્રાઈમ દ્વારા મેળવેલી રકમ તેમાં જમા કરાવતા હતા. આ ગંભીર ગુનામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હિરલબા જાડેજા અને તેમની સાથે જોડાયેલા અન્ય લોકો હિતેશ વડોદરા, પાર સોંગેલા, મોહન વાજા, અજય ચૌહાણ અને રાજુ મેર સામે IPC ની કલમ 411, 413, 420, 120(B) અને IT એક્ટની કલમ 66 (B) હેઠળ ગુનો દાખલ કર્યો છે.
હીરલબા જાડેજાની મુશ્કેલીમાં વધારો
ઉલ્લેખનીયછે કે, તાજેતરમાં જ મૂળ પોરબંદર અહિને હાલ ઈઝરાયલમાં રહેતી લીલુ ઉડેદરા નામની મહિલાએ હિરલબા જાડેજા સામે પૈસાની ઉઘરાણીનો આક્ષેપ લગાવ્યો હતો. તેમજ પૈસા બાબતે હિરલબાએ તેમના પરિવારને ગોંધી રાખ્યા હોવાનો પણ આક્ષેપ કરવામા આવ્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ મામલે કાર્યવાહી કરી હતી અને હીરલબા સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી. આ કેસમાં હાલ હીરલબા જેલની હવા ખાઈ રહ્યા છે. તેવામાં તેમની સામે વધુ એક કેસ નોંધાતા હીરલબા જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ પણ વાંચોઃ
ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર
‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?
વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah
Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!
ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu
Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત
CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?
ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો
BJP નેતા દિલીપ ઘોષના પુત્રનું મોત, ફ્લેટમાંથી લાશ મળી, માતાના બીજા લગ્નથી પુત્ર શું નારાજ હતો?
Rajkot: નર્સને છરીથી રહેંસી નાખી, પાડોશીની ધરપકડ, અમદાવાદથી રાજકોટ થઈ હતી બદલી
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF
