Surat માં વધુ એક યુવા મોડલનો આપઘાત, 23 વર્ષીય અંજલિ વરમોરાએ ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

Surat: રાજ્યમાં આપઘાતની કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને યુવાઓ કોઈને કોઈ કારણે આ પગલું ભરી લેતા હોય છે. તેવામાં સુરતમાં વધુ એક મોડલે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. સુરતમાં રહેતી 23 વર્ષીય મોડલ અંજલિ વરમોરાએ 7 જૂનની મોડી રાત્રે 2 વાગ્યે પંખા સાથે દુપટ્ટો બાંધી ગાળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો છે. જો કે આ મોડલે કેમ આ પગલું તેનું કારણ હજુ સામે આવ્યું નથી આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

સુરતમાં ફરી એક યુવા મોડલનો આપઘાત

સુરત શહેરમાં 23 વર્ષીય મોડલ અંજલિ વરમોરાએ 7 જૂનની મધરાતે લગભગ 2 વાગ્યે પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં માનસિક તણાવને આ દુઃખદ નિર્ણયનું કારણ માનવામાં આવી રહ્યું છે. અઠવા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યો છે.

અંજલિની ઇન્સ્ટાગ્રામ રીલ બની ચર્ચાનો વિષય

આપઘાતના એક દિવસ પહેલા અંજલિએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે રીલ પોસ્ટ કરી હતી, જે હવે ચર્ચાનું કેન્દ્ર બની છે. એક રીલમાં તેણે લખ્યું હતું, “બધા જ વયા ગયા હોત તો વાંધો નહોતો, પણ વહાલા હતા એ વયા ગયા ને એ ખટકે છે.” જ્યારે તેની અંતિમ રીલમાં હૃદયસ્પર્શી શબ્દો હતા, “આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું કંઇજ નથી તારા માટે.” આ રીલ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ મૂકવામાં આવી હતી, જે તેની માનસિક સ્થિતિનો સંકેત આપે છે.

પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું

અંજલિ સુરતના નવસારી બજાર વિસ્તારમાં આવેલા કાર્તિક એપાર્ટમેન્ટમાં તેના પરિવાર—માતા, ભાઈ અને બહેન—સાથે રહેતી હતી. તે એક મોડલ તરીકે વિવિધ કંપનીઓ સાથે કામ કરતી હતી અને તાજેતરમાં રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સી સાથે જોડાઈ હતી. 7 જૂનની મોડી રાત્રે તેણે પોતાના રૂમમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાધો. પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈ જવાબ ન મળતા દરવાજો તોડી અંદર પ્રવેશ્યા, જ્યાં અંજલિ લટકતી હાલતમાં મળી. આ ઘટનાએ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

માનસિક તણાવની આશંકા

અઠવા પોલીસે પરિવારજનોના નિવેદનો નોંધ્યા છે અને આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. અંજલિની બે વર્ષ પહેલાં સગાઈ થઈ હતી, અને તે સુરત તેમજ અમદાવાદમાં મોડલિંગના પ્રોજેક્ટ્સ માટે કામ કરતી હતી. પોલીસનું માનવું છે કે માનસિક તણાવે તેને આ આકરું પગલું ભરવા પ્રેરી હોઈ શકે, જોકે આ મામલે વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો:

Viral Video: પેટ ભરવા માટે નાચતી રહી મા, રડતા માસૂમને હૃદય પર પથ્થર રાખી અવગણ્યું

Bihar Election 2025: ભાજપને મોટો ફટકો, યુટ્યુબર મનીષ કશ્યપે રાજીનામું આપ્યું

America માં મોટા પાયે વિરોધ પ્રદર્શનો, ટ્રમ્પે 2000 નેશનલ ગાર્ડ કર્યા તૈનાત

કેટલાક દેશોને ગમશે નહીં, પરંતુ પાકિસ્તાન પાસે ખૂબ જ મજબૂત નેતૃત્વ છે : Donald Trump

Arnab Goswami ના પત્રકારત્વની પોલ ખુલી, ભારત વિરુદ્ધ બોલવા માટે પાકિસ્તાનીઓને આપ્યા પૈસા?

India-Canada Relations: મોદીને G-7 સમિટમાં કેમ આપ્યું આમંત્રણ? કેનેડાના પીએમ સામે ઉઠ્યા સવાલો

Colombia ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો, આરોપીની ધરપકડ

Manipur Violence: મણિપુરમાં ફરી ભડકી હિંસા, 5 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ

  • Related Posts

    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!
    • October 28, 2025

     Hafiz Saeed in Bangladesh: ખતરનાક આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે પડોશી બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. હાફિઝના નજીકના સહયોગી અને મરકઝી જમિયત અહલ-એ-હદીસના ટોચના કમાન્ડર ઇબ્તિસમ ઇલાહી…

    Continue reading
    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
    • October 28, 2025

    Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

    • October 28, 2025
    • 3 views
    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

    રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

    • October 28, 2025
    • 5 views
    રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

    • October 28, 2025
    • 19 views
    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

    • October 28, 2025
    • 8 views
    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

     Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

    • October 28, 2025
    • 21 views
     Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

    કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

    • October 28, 2025
    • 18 views
    કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees