
Kashmir: જમ્મુ અને કાશ્મીરના ડોડાના ખાનીટોપ વિસ્તારમાં સૈનિકોને લઈ જતું એક વાહન અકસ્માતે ખીણમાં ખાબકતા દસ સૈનિકો શહીદ થયાના અહેવાલ છે.
સેનાના વાહનમાં કુલ 17 સૈનિકો સવાર હતા ઘટના બાદ તરતજ સેના અને પોલીસે સંયુક્ત બચાવ કામગીરી શરૂ કરી હતી.
● કેસ્પર 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું
આર્મી કેસ્પર ડોડામાં ભાદરવાહ-ચંબા રોડ પર મુસાફરી કરી રહ્યું હતું, અને તેની સ્થિતિ પહેલાથી જ ખૂબ જ ખરાબ હતી. કેસ્પર લગભગ 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું. સૈનિકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે, અને બચાવ ટીમો ખંતપૂર્વક કામ કરી રહી છે. ઘાયલોને અકસ્માત સ્થળેથી બહાર કાઢવામાં આવ્યા હતા અને નજીકના મેડિકલ કેમ્પમાં લઈ જવામાં આવ્યા હતા. ત્રણ સૈનિકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે અને તેમને ઉધમપુરની આર્મી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લો અતિ સંવેદનશીલ ગણાય છે,તાજેતરમાં અહીં આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે, ખાસ કરીને અહીંના પર્વતીય અને જંગલી વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરી વધી રહી છે ગુપ્તચર અહેવાલો મુજબ ડોડા અને પડોશી કિશ્તવાડ જિલ્લામાં 30-35 પાકિસ્તાની મૂળના આતંકીઓ સક્રિય છે,ત્યારે સુરક્ષા દળો અહીં આતંકીઓને શોધવા સતત પેટ્રોલીંગ કરતા હોય છે, આવા સમયે સેનાના વાહનને અકસ્માત નડતા 10 જવાનો શહીદ થયા છે.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!








