
Viral Video: ગુજરાતના પવિત્ર તીર્થસ્થળ અંબાજી ખાતે દર વર્ષે લાખો ભક્તો પદયાત્રા કરી માતાજીના દર્શન માટે આવે છે. આ યાત્રા ભક્તિ, આધ્યાત્મિકતા અને સેવાભાવનું પ્રતીક માનવામાં આવે છે. જોકે તાજેતરમાં અંબાજી પદયાત્રા દરમિયાન જય જલિયાણ સેવા કેમ્પમાં એક ભગવાધારી મહિલાનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાનું કહેવાઈ છે. જેથી હિન્દુ ધર્મના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. કારણ કે અંબાજી જતાં કેમ્પમાં પદયાત્રીની સેવા કરવાની હોય છે. પહેલા યાત્રા અધ્યાત્મ માટે થતી હતી. જોકે હવે મનોરંજન કરવા જાય છે. ગરવી ગુજરાતની સંસ્કૃતિ અને સેવાને પણ આ વીડિયો લાજમાં મૂકી છે.
આ વીડિયો અંબાજી પદયાત્રામાં લોકોની સેવા કરતા જય જલિયાણ સેવા કેમ્પનો હોવાનું કહેવાઈ છે. વીડિયો વાયરલ થતા ભકતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ પાસે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ભક્તો સોશિયલ મીડિયામાં આવું વર્તન યાત્રાધામની પવિત્રતાને ભંગ થતા હોવાની વાત કરી રહ્યા છે.
શું છે વીડિયોમાં?
મુન્ની બદનામ હુંઈ એ પણ સેવા કેમ્પ મા
મૂજરો નો આનંદ લઈ રહ્યાં છે માતાજી ના ભકતો
ગુજરાત બિહાર બની રહ્યુ છેઆને મુજરો કહો કે કોઈ બી કહો જોવા વાળા કોણ છે
જે ચાલતા જાય છે એ જ છે વિડીયો શુટીંગ કોણ ઉતારે છે
એ ચાલતા જાય એ જ છે અને રાડા કોણ નાખે છે
જે ચાલતા જઈ રહ્યાં છે એ
તમારે આજ… pic.twitter.com/TPcMPgOZ2i— iammukeshchaudhary (@m_j_chaudhary1) September 7, 2025
વીડિયોમાં જોઈ શકાય છે કે એક ભગવા કપડાં પહેરેલી મહિલા મુન્ની બદનામ હુંઈ ગીત પર ઠુંમકા લગાવી રહી છે. જેમાં મહિલાઓ સહિત લોકો વીડિયો ઉતારતાં અને મહિલાના ડાન્સનો મજા લેતાં જોવા મળી રહ્યા છે. જેથી સવાલ થઈ રહ્યા છે કે કેમ્પ ભોજન અને અન્ય સુવિધાઓ પૂરી પાડવા માટે હોય છે કે ડાન્સ કરવા માટે? ઘણા યાત્રીઓ પણ હવે ભક્તિભાવને બદલે મનોરંજ લેવા જતાં હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે મહિલા ડાન્સરની સાથે લોકો પણ નાચી રહ્યા છે.
આ એક ઘટનાની નથી. ઉત્તર પ્રદેશની કાવડ યાત્રામાં પણ આવા વીડિયો વાયરલ થયા હતા. તેમાં પણ ભગવાધારી મહિલાઓઓ ડાન્સ કરતી જોવા મળી હતી. જેથી હિંદુ ધર્મના લોકોની લાગણી દુભાઈ છે. સોશિયલ મિડિયામાં વીડિયો વાયલ થયા બાદ અનેક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
पूरी आस्था के साथ निकले हैं….!
प्रभु इनकी भी मनोकामना पूरी करना…!!😐 pic.twitter.com/Odash8saBn
— ताज़ा तमाचा (@Taza_Tamacha) July 16, 2025
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ
વીડિયો વાયરલ થતાં જ હિન્દુ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો. સોશિયલ મીડિયા પર લોકોએ આ ઘટનાને યાત્રાધામની પવિત્રતા અને હિન્દુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડનારી ગણાવી. એક યુઝરે લખ્યું, “અંબાજી પદયાત્રા એ ભક્તિનું પ્રતીક છે, પણ આવા કૃત્યો ગુજરાતની સંસ્કૃતિ અને ધર્મને લાંછન લગાવે છે. ગુજરાતને બિહાર કે યુપી બનતું અટકાવો.” અન્ય એક યુઝરે ટિપ્પણી કરી, “સેવા કેમ્પ એ યાત્રીઓની સેવા માટે હોય છે, મુજરો કરવા માટે નહીં. આયોજકોએ આવું ન થવા દેવું જોઈએ.”
ભક્તોએ પોલીસ પાસે આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે. ઘણા લોકોએ દલીલ કરી કે આવા કૃત્યો યાત્રાના અધ્યાત્મિક હેતુને ખોટી રીતે રજૂ કરે છે અને ગરવી ગુજરાતની સંસ્કૃતિને બદનામ કરે છે. એક ભક્તે સોશિયલ મીડિયા પર લખ્યું, “હિન્દુ ધર્મ ખતરામાં નથી, પણ આવા લોકોના કારણે હિન્દુ ધર્મની પવિત્રતા ખતરામાં છે. 50%થી વધુ લોકો હવે ભક્તિ માટે નહીં, પણ મનોરંજન માટે યાત્રામાં જાય છે.”
સેવા કેમ્પોની ભૂમિકા પર સવાલ
અંબાજી પદયાત્રા દરમિયાન સેવા કેમ્પો યાત્રીઓની સુવિધા માટે ઉભા કરવામાં આવે છે. આ કેમ્પોમાં ખોરાક, આરામ અને આરોગ્ય સેવાઓ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જોકે, આવા વીડિયો પછી લોકો પૂછી રહ્યા છે કે શું આ કેમ્પો ખરેખર યાત્રીઓની સેવા માટે છે, કે પછી મનોરંજનનું સ્થળ બની ગયા છે? એક યાત્રીએ જણાવ્યું, “જો આવું જ કરવું હોય તો યાત્રામાં જવાનો શું અર્થ? આયોજકોએ આવી ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવા જોઈએ.”
સંસ્કૃતિ અને ધર્મનું અપમાન?
આ ઘટનાએ ગુજરાતની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓ પર પણ સવાલો ઉભા કર્યા છે. ઘણા લોકોનું માનવું છે કે આવા કૃત્યો ગરવી ગુજરાતની સંસ્કૃતિને લાંછન લગાવે છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું, “અંબાજી યાત્રા એ ભક્તિ અને સેવાનું પ્રતીક છે, પણ આવા વીડિયો ગુજરાતને બદનામ કરે છે. આવું વર્તન બંધ થવું જોઈએ.”
-આ વીડિયોની પુષ્ટી ‘ધ ગુજરાત રિપોર્ટ’ કરતું નથી
આ પણ વાંચો:
ગુજરાતમાં ભારે વરસાદનો કહેર: ઈકો ગાડી અને શ્વાન પાણીમાં તણાયા | Gujarat Heavy Rain
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત થયું જળબંબાકાર, આજે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ | Gujarat Heavy Rain
Gujarat: અમદાવાદમાં થયેલી વિદ્યાર્થીની હત્યાના પડઘા ભાવનગર સુધી, લોકોએ કાઢી રેલી, કલેકટરને આવેદનપત્ર
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત થયું જળબંબાકાર, આજે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ | Gujarat Heavy Rain
UP: પુત્રના ગળા પર છરી મૂકી માતાના કપડાં કઢાવી વીડિયો બનાવ્યો, દૂધવાળોએ પછી મહિલાને…









