
Banaskantha RTO Controversy: ગુજરાતભરની વાહન વ્યવહારની કચેરીમાં( RTO) સતત એજન્ટ રાજ ચાલી રહ્યું છે. જેના કારણે અરજદારો આર્થિક રીતે લૂંટાઈ રહ્યા છે. અરજદારોને લાઈસન્સ કઢાવી આપી એજન્ટો લોકોને લૂંટી રહ્યા છે. ત્યારે હવે બનાસકાઠાંના પાલનપુરમાં આવેલી RTO કચેરીમાં વાહનો ટેસ્ટ આપવા માટે સગાનું વાહન ચાલે નહી તેમ કહેતાં વિવાદ ઉભો થયો છે. વાહનનો ટેસ્ટ આપનારને ભાડે લો અથવા પોતાનું વાહન લોવો કહેતાં વિવાદ થયો છે. કારણે અરજદાર ટેસ્ટ સગાના વાહન દ્વારા આપવાનો હતો. જો કે કચેરીમાં ટેસ્ટ આપવા ન દેતા વિવાદ સર્જાયો છે.
આજ રોજ ધાનેરાનો અરજદાર બનાસકાંઠાના પાલનપુરમાં સ્થિત આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ગયો હતો. જેથી તેણે તેના મામાની ગાડી લઈને ટેસ્ટ આપવા ગયો હતો. જ્યા કાગળની દરેક કાર્યવાહી પૂર્ણ થતાં ટ્રેક પર ગાડી લઈ જતા ત્યાં રોકી દેવામાં આવ્યો હતો અને કહેવાયું હતુ કે આ ગાડી ચાલશે નહિ. તમે બહારથી એજન્ટો પાસેથી 1 હજાર રુપિયામાં ગાડી લઈને આવો, નહીં તો નવી પોતાની ખરીદીને લાવો. આ ગાડી તમને ટ્રેક પર ચલાવવા દેવામાં આવશે નહીં.
અરજદારનો આક્ષેપ છે કે એમના કમિશન માટે અધિકારીઓ ગાડી બીજી લેવાની કહેતાં હોય છે અને એજન્ટો જોડે ધમકીઓ અપાવે છે. જેથી કચેરીના અધિકારીઓ વિરુધ્ધ કાર્યવાહી થાય તેવી માગ કરાઈ છે.
જુઓ અરજદારે શું કહ્યું?
આ પણ વાંચોઃ અંજના ઓમ કશ્યપના જગ્ગા જાસૂસે એવા વખાણ કર્યા કે ભક્તોને લાગશે મરચા?