
Banaskantha: પાલનપુરમાં જાતિનો દાખલો ન મળવાથી આદિવાસી સમાજ રોષે ભરાયો હતો અને જાતિના દાખલાને લઈ કલેક્ટર કચેરીમાં જઈ વિરોધ કર્યો. કેમકે આદિવાસી સમાજના સરકારી નોકરી મેળવનાર લોકોને સમયસર દાખલા મળતાં નથી જેથી તેમને નોકરી મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે,આથી લોકોનો સાથ આપતાં દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પણ કલેક્ટર કચેરીના પગથીયે બેસીને ધરણાં યોજ્યા હતાં. અને કચેરીના પ્રાંગણમા આદિવાસી સમાજે ધામા નાખ્યા હતાં.
વિરોધના કારણો અને ઊભી થતી મુશ્કેલી
સરકારી નોકરી માટે જાતિનો દાખલો કઢાવવા મુશ્કેલી પડતી હોવાથી સમાજના નાગરિકોએ પાલનપુર કચેરી ખાતે વિરોધ કર્યો હતો.અને કચેરીના આંગણામાં જ ધામા નાખ્યા હતાં. ધારાસભ્ય કાંતિ ખરાડીએ પણ સાથ આપ્યો હતો.કચેરીના પગથીયે બેસીને ધરણાં કર્યાં હતાં.સમયસર દાખલા ન મળવાથી નોકરીઓ અટકાઈ જતી હોય છે. શિક્ષણ ક્ષેત્રે પણ આવું જ થાય છે. બાળકોને દાખલાં મળવાથી મુશ્કેલી પડતી હોય છે . કેટલાક જરુરિયાતમંદ બાળકોને દાખલાને કારણે લાભ નથી મળતા.
ઘટના શું હતી
આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા માટે વાંરવાર ધક્કા ખાવા પડતા છતાં દાખલો ન મળતો હોવાથી તેમને વિરોધ કરવાનું ચાલું કર્યું હતું. લોકો મોટી સંખ્યામાં હાજર રહીને કચેરી ખાતે વિરોધ પ્રર્દશન કર્યા હતા. સાથે નોકરીમાં ઓર્ડર ના મળવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. આ વિરોધમાં દાંતાના ધારાસભ્ય કાંતિ ખરેડીએ પણ ભાગ લીધો હતો અને કચેરીના પગથીયે બેસીને ધરણાં યોજ્યા હતાં.
કચેરીઓનું વલણ
રાજયમાં કચેરીઓની કામગીરીને વાંરવાર સવાલ ઊભા થતાં હોય છે. ઝડપથી કામ નથી થતાં. દાખલાઓ માટે વિદ્યાર્થીઓને લાંબી લાઈનો જોવા મળતી હોય છે. અને વાંરવાર ધક્કા ખાવા પડે છે ત્યારે દાખલા મળતાં હોય છે. નાગરિકોને કોઈપણ દાખલા સમયસર મળતાં નથી. અને ખાસ કરીને જાતિ અંગેના દાખલાઓમાં તો આવી જ સ્થિતિ જોવા મળે છે.
સરકારે શું કરવું જોઈએ
સરકારે કચેરીઓની કામગીરી વિશે નોંધણી લઈને યોગ્ય પગલાં લેવા જોઈએ જેથી કરીને આવનારા દિવસોમાં આવી પરિસ્થિતી ફરીવાર ઊભી ના થાય.જેથી લોકોને વાંરવાર કચેરીઓના ધક્કા ખાવા ન પડે.
આ પણ વાંચો:
Madhya Pradesh: 12 વર્ષના બાળકે ઓનલાઈન ગેમમાં રૂપિયા ગુમાવતા માતા-પિતાના ડરથી જીવન ટુંકાવ્યું
Junagadh: મોડી રાત્રે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કેમ પોલીસ સ્ટેશન માથે લીધું? કોને બચાવે છે પોલીસ?
Surendranagar: મૂકબધિર પિતાએ સગી દીકરીને જ હવસનો શિકાર બનાવી, સગીરા ગર્ભવતી થતા ફૂંટ્યો ભાંડો