
Banaskantha: ફરજ પરથી વતન બનાસકાંઠામાં આવતાં એક આર્મી જવાનની ટ્રેનમાં હત્યા કરી નાખવામાં આવતાં પરિવાર પર આભ ફાટ્યું છે. રાજસ્થાનના બિકાનેર નજીક ચાલુ ટ્રેને વડગામ નજીકના ગામના જવાનની હત્યા કરી નાખવામં આવી છે. જવાની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પરિવારજનો અને લોકોની આંખોમાં પણ આંસુ સમાતા ન હતા. પરિવારે આર્મી જવાનના હત્યારા સામે કાર્યવાહીની માંગ કરી છે.
મળતી જાણકારી અનુસાર બનસકાંઠા જીલ્લાના વડગામના નજીક આવેલા ગીડાસણ ગામના વતની જિગ્નેશ ચૌધરી છેલ્લા 12 વર્ષ ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા હતા. તેઓ જમ્મુના ઉધમપુરમાં પોસ્ટેડ હતા. રવિવારે રજા મળતાં તેઓ ફિરોજપુર કેન્થી જમ્મુ તાવી -સાબરમતી એક્સેપ્રેસ ટ્રેનમાં બેસી વતન આવી રહ્યા હતા.
આ ટ્રેનમાં મુસાફરી દરમિયાન જવાન જીગ્નેશભાઈને કોચના એટેન્ડન્ટ જુબેર મેમણ સાથે ચાદર માગવાની બાબતેને લઈ ઝઘડો થયો હતો. ઝુબેરે છરી કાઢી જીગ્નેશભાઈ પર હુમલો કર્યો હતો. જેથી ગંભીર રીતે ઘાયલ થયેલા જીગ્નેશભાઈને નજીકની હસ્પિટલમાં દાખલ કર્યા હતા. છતાં તેમનો જીવ ના બચ્યો. ઘટના બાદ જીઆરપી અને આરપીએફએ હત્યારાને પકડી લીધો હતો.
વતનમાં આક્રંદ
પરિવારને જીગ્નેશભાઈની હત્યાના સમાચાર મળતાં જ ભારે આક્રંદ છવાઈ હતો. લોકોમાં પણ આંસુ આવી ગયા હતા. આજે સવારે જીગ્નેશભાઈનો મૃદેહ વતન ગીડસણ ગામે લાવી અંતિમ સંસ્કાર કરાયા છે. તેમની અંતિમ યાત્રામાં બોહળી સંખ્યામાં લોકો જોડાયા હતા.
જવાનના મોતથી પરિવાર ભાંગી પડ્યો છે. હત્યારા સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. લોકોએ આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા છે. મૃતક જવાનના ભાઈ જેઠાભાઈ ચૌધરીએ કહ્યું હત્યારાને રાજસ્થાનથી લાવી ગુજરાતમાં સજા આપો. વડાપ્રધાન સહિત ગૃહમંત્રી પાસે ન્યાયની આચના કરી છે.
2018 માં લગ્ન થયા હતા.
મૃતક જવાન જીગ્નેશભાઈના લગ્ન વર્ષ 2018માં થયા હતા. તેમને એક ભાઇ અને એક બહેન છે, જે બધામાં જિજ્ઞેશભાઈ સૌથી મોટા હતા. તેમના પરિવારમાં માતા-પિતા અને પત્ની છે. તેમની વિદાયથી પરિવારજનો માથે દુઃખનું આભ તૂટ્યું છે.
આ પણ વાંચો:
દિવ્ય ભાસ્કરના ડિજિટલ હેડ મનીષ મહેતા નીચે રેલો?, દીર્ઘાયુ વ્યાસે વટાણા વેરી દીધા? | Dirghayu Vyas
Vote Scam: વોટ ચોરી મામલે ગોલી માર ઠાકુર બાદ “ઉર્જાવીર” ભંડારીએ ભાજપને ભેખડે ભેરવ્યું








